– આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા વધુ 13 ઉમેદવાર
– અત્યાર સુધી 86 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા
– પાર્ટીનું ઉમેદવારોનું સાતમું લિસ્ટ
આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા 13 ઉમેદવારોના નામ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ચુંટણી જાહેર થાય એ પહેલા જ ફૂંકાઈ ચુક્યું છે. એક તરફ ભાજપમાં દરેક બેઠકો પર સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે બીજી બાજુ કૉંગ્રેસમાં બેઠકોના દોર ચાલી રહ્યા છે અને ત્રીજી બાજુ આમ આદમી પાર્ટી આજે ઉમેદવારનું 7મુ લીસ્ટ જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા વધુ 13 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. નવા 13 ઉમેદવારો સાથે આપ દ્વારા અત્યાર સુધીમાં 86 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.
કઈ બેઠક પર કોના નામની જાહેરાત કરી આમ આદમી પાર્ટીએ?
આમ આદમી પાર્ટી એ જાહેર કરેલા ઉમેદવારોનું લિસ્ટ નીચે મુજબ છે.
કડીથી એચ.કે. ડાભી
ગાંધીનગર ઉત્તરથી મુકેશ પટેલ
વઢવાણથી હિતેશ પટેલ બજરંગ
મોરબીથી પંકજ રણસરિયા
જસદણથી તેજસ ગાજીપરા
જેતપુર(પોરબંદર)થી રોહિત ભુવા
કાલાવાડથી ડો. જીગ્નેશ સોલંકી
જામનગર રૂરલથી પ્રકાશ ડોંગા
મહેમદાબાદથી પ્રમોદભાઈ ચૌહાણ
લુણાવાડાથી નટવરસિંહ સોલંકી
સંખેડાથી રંજન તડવી
માંડવી(બારડોલી) સાયનાબેન ગામિત
મહુવા(બારોડી) કુંજન પટેલ ધોડિયા