નેશનલ હેરાલ્ડ (National Herald) કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. EDએ સોનિયા અને રાહુલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ED એ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ 9 એપ્રિલે દાખલ કરાયેલ ચાર્જશીટની તપાસ કરી અને કેસમાં આગળની કાર્યવાહી અથવા સુનાવણી માટે 25 એપ્રિલની તારીખ નક્કી કરી. માનવામાં આવી રહ્યું છે કે આ મામલે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય નેતાઓની મુશ્કેલીઓ વધી શકે છે.

નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald) ED દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. EDએ સોનિયા અને રાહુલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. તમને જણાવી દઈએ કે ED એ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ED એ કોંગ્રેસના નેતાઓ – સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ સાથે સંબંધિત છે.

નેશનલ હેરાલ્ડ (National Herald Case) માં 25 એપ્રિલે કોર્ટમાં સુનાવણી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કથિત નેશનલ હેરાલ્ડ (National Herald Case) મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ વડા સેમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ છે. આ કેસમાં આરોપો ઉપર સંજ્ઞાન લેવા માટે કોર્ટે 25 એપ્રિલની સુનાવણીની તારીખ નક્કી કરી છે.
ED files chargesheet against Congress leaders Sonia Gandhi, Rahul Gandhi in a money laundering case related to National Herald case
— Press Trust of India (@PTI_News) April 15, 2025
કઈ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી?
ED દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ પર, સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ જણાવ્યું હતું કે, “હાલની ફરિયાદ પક્ષની ફરિયાદ 25 એપ્રિલ, 2025 ના રોજ આ કોર્ટ સમક્ષ સંજ્ઞાનના પાસા પર વિચારણા માટે મૂકવામાં આવશે.” ઉલ્લેખનીય છે કે ED દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2022 ની કલમ 44 અને 45 હેઠળ મની લોન્ડરિંગના ગુના માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ એક સજાપાત્ર ગુનો છે.