જમ્મુ-કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. અમરેલી (Amreli) એસઓજીએ ધારી મદ્રેસાના શંકાસ્પદ મૌલવીને ઉઠાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે, પોલીસે મૌલાનાનો મોબાઈલ તપાસતા વ્હોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં સાત જેટલાં ગ્રુપ મળતાં પોલીસેએ દિશામાં તપાસ હાથ ધરી છે.
અમરેલીના (Amreli) ધારીના હિમખીમડીપરામાં મદરેસામાં તપાસ કરતા મદરેસા ચલાવતા મૌલવીનું પાકિસ્તાની કનેકશન સામે આવ્યું છે, પોલીસને મૌલવીના મોબાઈલમાંથી પાક-અફઘાનિસ્તાનના ગ્રુપ મળતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસે મોબાઈલ ફોન લઈ વધુ તપાસ માટે FSLમાં મોકલી આપ્યો છે.

અમરેલીના (Amreli) ધારીનો મૌલવી મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી
આ અંગે મળતી માહિતી મુજબ, ગેરકાયદે વસવાટ કરતા લોકોની તપાસમાં અમરેલીના (Amreli) ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલવી મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ પર એસઓજીને શંકા ગઈ હતી, પોલીસે જઈને રૂબરૂ તપાસ કરી તો સામે આવ્યું કે મૌલવીના ફોનમાં વોટસઅપ ગ્રુપો છે તે પાકિસ્તાનના છે, મૌલાના કેટલા સમયથી અને કોના સંપર્ક હતો તેની તપાસ ચાલી રહી છે, એસઓજીએ મોબાઈલ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.

પોલીસે મૌલવી પાસે આધાર પુરાવા માગ્યા હતા, જોકે મૌલવીએ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતાં એસઓજીએ ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતાં તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું. આ સમગ્ર ઘટનામાં SP સંજય ખરાતના સુપરવિઝનમાં તપાસ કરાઈ રહી છે, ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે.

મોબાઈલની ઊંડાણપૂર્વક તપાસ કરાઈ
પોલીસે મૌલાના મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ સામે જાણવાજોગ દાખલ કરીને તેનો મોબાઇલ કબજે લઇને મોબાઇલની ઊંડાણપૂર્વક તપાસ કરતાં એમાંથી સાત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં ગ્રુપ મળ્યાં છે, જેની પોલીસ હાલ તપાસ કરી રહી છે.
Pakistan Connection? Amreli Police Investigate Madrassa Maulana’s Suspicious Activities । TV9Gujarati#AmreliMadrassa #PakistanLinks #MaulanaInvestigation #GujaratPolice #DhariNews #SecurityProbe #SocialMediaGroups #TerrorConnection #TV9Gujarati pic.twitter.com/YgM38xNQ56
— Tv9 Gujarati (@tv9gujarati) May 2, 2025
મૌલવીની પૂછપરછ ચાલુ
આ અંગે અમરેલી (Amreli) જિલ્લા પોલીસવડા સંજય ખરાતે જણાવ્યું હતું કે મૌલવીની શંકાસ્પદ પ્રવૃત્તિઓ લાગતાં એની અટકાયત કરીને પૂછપરછ કરતાં તેનું પાકિસ્તાની કનેક્શન હોવાનું લાગી રહ્યું છે, જોકે હજી તેની પૂછપરછ ચાલુ છે. ધારીમાં તે કેટલા સમયથી રહેતો હતો અત્યાર સુધી અહીં કોણ કોણ આવતું હતું પાકિસ્તાનમા કોના કોના સંપર્ક હતો તેને લઈ પોલીસ તપાસ કરી રહી છે.