મહાકુંભમાં બીજી વખત આગ લાગવા (Fire Broke out) ના સમાચાર આવ્યા છે. મળતા સમાચાર મુજબ સેક્ટર 18 પાસે આગ લાગી (Fire Broke out) હતી, જો કે રાહતની વાત એ છે કે આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને સમયસર કાબૂમાં લીધો હતો. થોડા સમય પહેલા મહાકુંભમાં નાસભાગ થઈ હતી.
પીપા બ્રિજ નંબર 18 પાસે સેક્ટર 18, શંકરાચાર્ય માર્ગ પર આવેલા હરિહરાનંદ કેમ્પમાં આગની ઘટના બની હતી. આરએએફ, યુપી પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂ હેઠળ લાવી દીધી હતી.
#WATCH | Prayagraj | A fire breaks out in Sector 18, Shankaracharya Marg of Maha Kumbh Mela Kshetra. Fire tenders are at the spot. More detail awaited pic.twitter.com/G4hTeXyRd9
— ANI (@ANI) February 7, 2025
22 ટેન્ટ બળીને ખાખ
ખાક ચોક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર યોગેશ ચતુર્વેદીએ જણાવ્યું કે જૂના જીટી રોડ પર તુલસી ઈન્ટરસેક્શન પાસેના કેમ્પમાં આગ ((Fire Broke out) લાગી હતી. તેમણે જણાવ્યું કે ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે, ફાયર ફાઈટર આગને ઓલવવામાં રોકાયેલા છે અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગના કારણે 22 ટેન્ટ બળીને રાખ થઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે.
મિનિટોમાં મેળવી લીધો આગ ઉપર કાબુ
આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 40 ગાડીઓ માત્ર 5 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એસપી સિટી સર્વેશ કુમાર મિશ્રાએ જણાવ્યું કે મહાકુંભ મેળા વિસ્તારના શંકરાચાર્ય માર્ગ સેક્ટર 18માં લાગેલી આગ (Fire Broke out) પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

સેક્ટર 18માં જ્યાં આગ લાગી હતી ત્યાં મોટી સંખ્યામાં સંતો અને મહાત્માઓ રહે છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં એટલી ભીડ છે કે પગ રાખવાની જગ્યા નથી. પોલીસ, આરએએફ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને એક ટીમ તરીકે કામ કરતા કેટલીક જગ્યાએ રસ્તો બ્લોક કર્યો અને કેટલીક જગ્યાએ રસ્તો ડાયવર્ટ કર્યો. આવી સ્થિતિમાં રાહતની વાત છે કે કોઈ જાનહાનિ થઈ નથી.

મહાકુંભમાં બીજી વખત લાગી આગ
ગત મહિને પણ મહાકુંભના ટેન્ટમાં આગ લાગી હતી. ત્યારે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે પહેલા નાના સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો ત્યાર બાદ ત્રણ મોટા સિલિન્ડરમાં વિસ્ફોટ થયો અને આ દરમિયાન આગ વધુ વિકરાળ બની ગઈ. તેમણે કહ્યું કે યોગી સરકારની સિસ્ટમ ઘણી સારી હોવાને કારણે વધારે નુકશાન થતુ અટકી ગયું છે.

[…] શંકરાચાર્યએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પહેલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) અંગે પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે આતંકવાદીઓ દેશમાં કેવી રીતે ઘૂસ્યા? તેઓ 40 મિનિટ સુધી લોકોને મારતા રહ્યા અને પછી સરળતાથી ભાગી ગયા. તેમણે મોદી સરકાર પાસે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે. […]
[…] વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી ભીષણ આગના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. […]