ISRO
Spread the love

ઈસરો (ISRO) ના વડા વી નારાયણને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે PSLV-C61 ના લોન્ચિંગ સમયે જણાવ્યું હતું કે, “આ મિશન તેના ત્રીજા તબક્કા દરમિયાન નિષ્ફળ ગયું. અમે અવલોકનો જોઈ રહ્યા છીએ અને મિશન પૂર્ણ થઈ શક્યું નથી. અમે મૂલ્યાંકન કર્યા પછી પરત ફરીશું.”

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ રવિવારે સવારે શ્રીહરિકોટાથી તેનું 101મું અવકાશ મિશન લોન્ચ કર્યું, પરંતુ તેના થોડા સમય પછી ઈસરો વડાએ જાહેરાત કરી કે આ મિશન પૂર્ણ થઈ શક્યું નથી. આ મિશનમાં, પોલાર સેટેલાઈટ લોન્ચ વેહિકલ (PSLV-C61) રોકેટ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-09 ને અવકાશમાં લઈ જવાનું હતું. 44.5 મીટર ઊંચા રોકેટે તેની 63મી ઉડાન પર સવારે 5:59 વાગ્યે પહેલા લોન્ચ પેડ પરથી સમયસર ઉડાન ભરી, પરંતુ મિશન પૂર્ણ થઈ શક્યું નહોતુ.

ઈસરોના (ISRO) વડા વી નારાયણને કહ્યું કે અમે ટૂંક સમયમાં તેની સમીક્ષા કરીશું અને મીડિયાને વિગતવાર માહિતી આપીશું. તેમણે કહ્યું કે PSLV-C61 નું પ્રદર્શન બીજા તબક્કા સુધી સામાન્ય હતું. ત્રીજા તબક્કામાં પણ મોર્ટાર સંપૂર્ણ રીતે શરૂ થયુ. પણ ત્યાર બાદ તેમાં કંઈક ગડબડ થઈ હતી.

નારાયણને જણાવ્યું હતું કે પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-09 ને લઈને અવકાશમાં જવાનું આ મિશન ત્રીજા તબક્કામાં ખામીને કારણે પૂર્ણ થઈ શક્યું નથી. શ્રીહરિકોટાથી આ ઈસરોનું (ISRO) 101મું પ્રક્ષેપણ હતું. પીએસએલવી (PSLV) ચાર તબક્કાનું રોકેટ છે. નારાયણને કહ્યું કે પહેલા બે તબક્કા સામાન્ય રીતે કાર્યરત હતા, પરંતુ ત્રીજા તબક્કાની મોટર શરૂ થયા પછી, તેમાં કેટલીક સમસ્યા જોવા મળી. આ કારણે મિશન પૂર્ણ થઈ શક્યું નહીં.

ઈસરોનું (ISRO) મિશન સવારે 5:59 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું

આ રોકેટ નિર્ધારિત સમય મુજબ સવારે 5:59 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. મિશનની નિષ્ફળતા ઈસરો (ISRO) માટે એક પડકાર છે. EOS-09 ઉપગ્રહ 2022 માં લોન્ચ કરાયેલા EOS-04 જેવો જ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રોમાં રિમોટ સેન્સિંગ ડેટા પ્રદાન કરવાનો હતો.

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ ઉપગ્રહ એક વિશેષ સાધન, સિન્થેટિક એપર્ચર રડાર (SAR) થી સજ્જ હતો, જે દિવસ અને રાત અને બધી હવામાન પરિસ્થિતિઓમાં પૃથ્વીના ફોટા લઈ શકે છે. આ ટેકનોલોજી કૃષિ, વન દેખરેખ, આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા ક્ષેત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપગ્રહ વારંવાર અને વિશ્વસનીય ડેટા પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

ઈસરોનું (ISRO) પીએસએલવી (PSLV) રોકેટ તેની વિશ્વસનીયતા માટે જાણીતું છે, પરંતુ આ વખતની નિષ્ફળતાએ વૈજ્ઞાનિકો માટે નવા પડકારો ઉભા કર્યા છે. ઈસરોની (ISRO) ટીમ હવે આ ખામીના કારણોનું વિશ્લેષણ કરશે જેથી ભવિષ્યમાં આવી સમસ્યાઓ ટાળી શકાય.

આ મિશનને કાટમાળ મુક્ત બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જેથી અવકાશમાં કચરો ન વધે. આ નિષ્ફળતા છતાં, ઈસરોની (ISRO) સિદ્ધિઓ અને અવકાશ સંશોધનમાં તેના યોગદાનની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થાય છે. વૈજ્ઞાનિકોએ આત્મવિશ્વાસપૂર્વક કહ્યું કે આવા પડકારો વિજ્ઞાનનો ભાગ છે, અને ઈસરો (ISRO) ટૂંક સમયમાં વધુ શક્તિ સાથે પરત આવશે.

EOS-09 નું વજન લગભગ 1700 કિલો

EOS-09 નું વજન લગભગ 1,696.24 કિલોગ્રામ છે. જો આ મિશન સફળ થયું હોત, તો તે પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહોના જૂથમાં જોડાઈ ગયું હોત. આ મિશનનો ઉદ્દેશ્ય દેશભરમાં વાસ્તવિક સમયની માહિતી એકત્રિત કરવાની જરૂરિયાતને પૂર્ણ કરવાનો હતો.

પીએસએલવી-સી61 (PSLV-C61) રોકેટ 17 મિનિટની આગળ વધ્યા બાદ EOS-09 ઉપગ્રહને સન સિંક્રનસ પોલર ઓર્બિટ (એસએસપીઓ) માં મૂકી શકે છે. જો તેનું લોન્ચિંગ સફળ થયું હોત, તો EOS-09 અવાનારા 5 વર્ષ સુધી કામ કરી શક્યું હોત.

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *