Hamas In Pakistan: હમાસ એક કટ્ટરવાદી ઈસ્લામિક સંગઠન છે જે મુખ્યત્વે પેલેસ્ટાઇનના ગાઝા ક્ષેત્રમાં સક્રિય છે. હવે તે દક્ષિણ એશિયામાં પોતાની હાજરી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હોવાના અણસાર મળી રહ્યા છે.
તાજેતરમાં પાકિસ્તાનના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયમાં ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન હમાસના કમાન્ડરો જોવા મળ્યા હતા. ઘોડાઓ સાથેના શાહી કાફલાની જેમ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હમાસનો ઝંડો પણ જોવા મળ્યો હતો. છેલ્લા બે મહિનામાં હમાસ કમાન્ડરો પાકિસ્તાન પહોંચ્યા હોય એવું આ બીજી વખત બન્યું છે.
આ વર્ષે 5 ફેબ્રુઆરીના રોજ હમાસની હાજરી પાકિસ્તાનમાં (Hamas In Pakistan) જોવા મળી હતી જ્યારે હમાસના પોલિટીકલ ચીફે પીઓકેના રાવલકોટમાં જૈશ અને લશ્કર દ્વારા આયોજિત કાશ્મીર દિવસ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે દરમિયાન જૈશ અને લશ્કરે રાવલકોટમાં હમાસના ઝંડાઓ સાથે બિલકુલ હમાસના આતંકવાદીઓની શૈલીમાં ઘોડાઓ સાથે બાઇક રેલી કાઢી હતી.
પેલેસ્ટાઇનના ગાઝા ક્ષેત્રમાં મુખ્યત્વે સક્રિય કટ્ટરવાદી ઈસ્લામિક સંગઠન હમાસ હવે દક્ષિણ એશિયામાં પોતાની હાજરી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં પાકિસ્તાનમાં હમાસ (Hamas In Pakistan) કમાન્ડરોના સ્વાગત માટે ઘોડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સ્પષ્ટપણે સંદેશ આપે છે કે આ માત્ર એક મુલાકાત નહોતી પરંતુ એક વ્યૂહાત્મક ભાગીદારી છે.

પાકિસ્તાનમાં હમાસની (Hamas In Pakistan) ઉપસ્થિતિ પાકિસ્તાનનો બેવડો ચહેરો
પાકિસ્તાને હંમેશા વૈશ્વિક મંચ પર આતંકવાદના મુદ્દા પર બેવડું વલણ અપનાવતું આવ્યું છે. એક તરફ તે આતંકવાદ સામે લડવાની વાત કરે છે, તો બીજી તરફ તેની જમીન ઉપર આ પ્રકારે આતંકવાદ અને આતંકવાદીઓને પ્રશિક્ષણ અને સંરક્ષણ આપતું હોય તેવા કિસ્સા વારંવાર સામે આવતા રહે છે જે પાકિસ્તાનના ઈરાદા પર પ્રશ્નો ઉભા કરે છે.
છેલ્લા બે મહિનામાં આ બીજી વખત બન્યું છે જ્યારે પાકિસ્તાનમાં હમાસ (Hamas In Pakistan) સાથે સંકળાયેલા આતંકીઓ પહોંચ્યા છે. અગાઉ 5 ફેબ્રુઆરીએ, કાશ્મીર દિવસ નિમિત્તે, હમાસના પોલિટીકલ ચીફે રાવલકોટ (POK) માં લશ્કર-એ-તૈયબા અને જૈશના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તે વખતે જેમાં હમાસના ધ્વજ અને ઘોડાઓનો ઉપયોગ કરીને “બાઇક રેલી” જેવી પરેડ પણ કાઢવામાં આવી હતી.

હમાસ, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાનું સંભવિત કુ-જોડાણ
પાકિસ્તાનમાં હમાસ (Hamas In Pakistan), જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા ત્રણ આતંકવાદી સંગઠનોનું એકસાથે દેખાવુઆતંકવાદીઓનું વૈશ્વિક નેટવર્ક મજબૂત બની રહ્યું હોવાના અણસાર આપે છે. દરમિયાન, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા ભારતને નિશાન બનાવતા આવ્યા છે, ખાસ કરીને કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદી બાદ જે રીતે આતંકી ગતિવિધિ અને આતંકીઓનો ખાત્મો બોલાવાયો છે તે જોતા તેમના મૂળિયા કાશ્મીરમાંથી ઉખડવાની તૈયારી છે ત્યારે બન્ને આતંકી સંગઠન જમ્મુ અને કાશ્મીરમાં પોતાનો પગપેસારો વધારવા માંગે છે. આતંકવાદી સંગઠનો વચ્ચે વધતા સંકલનથી ભારત માટે ખતરો તો વધે જ છે, પરંતુ આ રીતે વૈશ્વિક આતંકવાદનું નેટવર્ક મજબૂત બનશે તો સમગ્ર વિશ્વ માટે પણ ખતરાની ઘંટડી વગાડે છે.

[…] ગાઝામાંથી ઈરાન સમર્થિત આતંકવાદી જૂથ હમાસને (Hamas) નેસ્તનાબૂદ કરવાની 20 મહિનાની લડાઈ પછી […]