DoT એ ફરી એકવાર સાયબર ક્રાઈમ પર મોટો પ્રહાર કર્યો છે અને લગભગ 35 હજાર વોટ્સએપ નંબર બ્લોક કરી દીધા છે. આ સિવાય ટેલિકોમ્યુનિકેશન વિભાગે હજારો વોટ્સએપ ગ્રુપ અને ચેનલો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
સાયબર ક્રાઇમ પર જબરદસ્ત પ્રહાર
સાયબર ક્રાઇમ પર જબરદસ્ત પ્રહાર કરતા ટેલિકોમ્યુનિકેશન વિભાગે લગભગ 35 હજાર વોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત 70 હજારથી વધુ વોટ્સએપ ગ્રુપ અને કોમ્યુનિટી પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. ગયા મહિને પણ DoT એ મોટી કાર્યવાહી કરી હતી અને લાખો નકલી SMS ટેમ્પલેટ્સને બ્લોક કર્યા હતા.
ટેલિકોમ્યુનિકેશન વિભાગ છેલ્લા કેટલાક મહિનાઓથી વધી રહેલા સાયબર ક્રાઈમ પર કાર્યવાહી કરી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન લાખો વોટ્સએપ એકાઉન્ટને પ્રતિબંધિત કરવાનું કામ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં સાયબર ક્રાઈમ પર અંકુશ લાવી શકાય તે માટે DoT અને TRAIએ પોતાની ઘણી નીતિઓમાં પણ સુધારો કર્યો છે.
વોટ્સએપ નંબર થયા બંધ
DoT, તેના અધિકારી દ્વારા માહિતી શેર કરતા લખ્યું કે, ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને જાગૃત નાગરિકોના કારણે 34,951 વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. આ સિવાય 73,789 વોટ્સએપ ગ્રુપ અને કોમ્યુનિટી ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
દૂરસંચાર વિભાગે જાગૃત નાગરિકોની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે, તમારા રિપોર્ટિંગથી મોટો ફરક પડી શકે છે. જો તમને પણ છેતરપિંડીની શંકા હોય, તો તરત જ સરકારી પોર્ટલ ચક્ષુ (sancharsaathi.gov.in) પર તેની જાણ કરો.
Vigilant Citizens x Department of Telecom = Action Taken!
— DoT India (@DoT_India) January 10, 2025
👉 34,951 Accounts Blocked
👉 73,789 WhatsApp Groups & Communities Banned
Your report makes a difference.
Spot fraud? Report it to Chakshu on https://t.co/6oGJ6NTnZT pic.twitter.com/U8S1Qf7HW0
ઉલ્લેખનીય છે કે, સરકારે આ પોર્ટલ 2023માં લોન્ચ કર્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સના સંચાર સાથી પોર્ટલ પર છેતરપિંડીની ઘટનાઓ ઑનલાઇન નોંધાવી શકાય છે. આ સિવાય કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા કોલ અથવા મેસેજનો રીપોર્ટ કરવાની સુવિધા પણ છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ હાલમાં જ તમામ ટેલિકોમ ઓપરેટર્સ પર બોગસ કોલ રોકવામાં અસમર્થતા બદલ કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરે અત્યાર સુધીમાં ટેલિકોમ કંપનીઓ પર 142 કરોડ રૂપિયાનો દંડ ફટકારી ચુક્યું છે. તેમજ આ દંડની રકમ આ કંપનીઓની બેંક ગેરંટીમાંથી ચૂકવવા ટેલિકોમ્યુનિકેશન વિભાગને સૂચના આપવામાં આવી છે.
લાખો સિમ બંધ કરવામાં આવ્યા છે
ગયા વર્ષે સરકારે સાયબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી કરી હતી અને 78.33 લાખ મોબાઈલ નંબર બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ મોબાઈલ નંબર નકલી દસ્તાવેજોના આધારે લોકોને આપવામાં આવ્યા હતા. ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા લાગુ કરાયેલા નવા AI ટૂલ્સની મદદથી, આ નકલી નંબરોની ઓળખ કરવામાં આવી હતી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એટલું જ નહીં, સરકારે સાયબર ક્રાઈમમાં સામેલ 6.78 લાખ મોબાઈલ નંબરને બ્લોક કરવાનો આદેશ પણ જારી કર્યો હતો.
[…] બને છે. બેંગલુરુમાંથી સાયબર ફ્રોડ (Cyber Fraud) નો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો […]
[…] શિક્ષણ વિભાગના સત્તાવાર પોર્ટલ પર સાયબર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પોર્ટલના […]