નવી દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કાર પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો, જેના કારણે હોબાળો મચી ગયો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે અરવિંદ કેજરીવાલની કારથી બે યુવાનોને ટક્કર મારવામાં આવી છે.
AAP के आरोप पर प्रवेश वर्मा का पलटवार, कहा-'AAP की गाड़ी ने BJP कार्यकर्ताओं को रौंदा'#ArvindKejriwal | @p_sahibsingh pic.twitter.com/W9fbYPJJKN
— NDTV India (@ndtvindia) January 18, 2025
નવી દિલ્હી વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર પરવેશ વર્માએ શું કહ્યું?
નવી દિલ્હી વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર પરવેશ વર્માએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર વિડીઓ શેર કરતા એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પ્રશ્નો પૂછી રહેલા લોકોમાંથી બે યુવાનોને અરવિંદ કેજરીવાલે તેમની કારથી ટક્કર મારી છે. બંનેને લેડી હાર્ડિંજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાર સામે જોઈને લોકોના જીવની કિંમત ભૂલી ગયા. હું હોસ્પિટલ જાઉં છું.
सवाल पूछती जनता पर @ArvindKejriwal ने अपनी गाड़ी से 2 युवाओं को मारी टक्कर ।दोनों को लेडी हार्डिंग हॉस्पिटल ले कर गए हैं । हार सामने देखकर लोगों की जान की क़ीमत ही भूल गए ।
— Parvesh Sahib Singh (@p_sahibsingh) January 18, 2025
मैं हॉस्पिटल जा रहा हूँ । pic.twitter.com/IntWoqMCDP
આમ આદમી પાર્ટીએ શેર કર્યો વિડીઓ
નવી દિલ્હી વિધાનસભા ચુંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલની કાર ઉપર ફેંકાયેલા પથ્થર મુદ્દે AAPએ સોશ્યલ મીડિયા એક્સ ઉપર વિડીઓ શેર કરતા કહ્યું છે કે ‘હારના ડરથી ગભરાઈ ગયેલી ભાજપ, અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવા તેના ગુંડા આવ્યા‼️ પ્રચાર દરમિયાન, ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલ પર ઈંટો અને પથ્થરથી હુમલો કર્યો અને તેમને ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો જેથી તેઓ પ્રચાર કરી શકે નહીં. ભાજપવાળાઓ કેજરીવાલજી તમારા કાયરતાપૂર્ણ હુમલાથી ડરતા નથી, દિલ્હીની જનતા તમને જડબાતોડ જવાબ આપશે.
हार के डर से बौखलाई BJP, अपने गुंडों से करवाया अरविंद केजरीवाल जी पर हमला‼️
— AAP (@AamAadmiParty) January 18, 2025
BJP प्रत्याशी प्रवेश वर्मा के गुंडों ने चुनाव प्रचार करते वक्त अरविंद केजरीवाल जी पर ईंट-पत्थर से हमला कर उन्हें चोट पहुंचाने की कोशिश की ताकि वो प्रचार ना कर सकें।
बीजेपी वालों, तुम्हारे इस कायराना… pic.twitter.com/QcanvqX8fB
નવી દિલ્હી વિધાનસભા ચુંટણીનું પ્રચાર યુદ્ધ હવે તેના ચરમ ઉપર પહોંચી ગયુ હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચુંટણીમાં આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ દેખાઇ રહ્યો છે જોકે કોંગ્રેસ પણ ક્યાંક ચિત્રમાં આવતી હોય તેવું જણાય છે.