- દેશમાં સૌપ્રથમ કોરોના વેક્સિનનો જથ્થો ગુજરાતને મળશે.
- નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આપી જાણકારી
- દેશભરમાં 16મી તારીખથી થશે કોરોના વેક્સિનેશનની શરુઆત
આજે સવારે 10:45 વાગ્યે ગુજરાત આવશે કોરોના વેક્સિનનો જથ્થો
સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાયરસ વિરોધી વેક્સિનની રાહ જોઈ રહ્યું છે, કેટલાક દેશોમાં કોરોના વિરોધી વેક્સિનેશનની શરુઆત પણ થઈ ગઈ છે ત્યારે ભારતમાં કોરોના વિરોધી વેક્સિનેશનની રાષ્ટ્ર વ્યાપી શરુઆત આગામી 16મી જાન્યુઆરીથી થવાની છે. સમગ્ર દેશમાં શરૂ થવા જઈ રહેલા કોરોના વિરોધી વેક્સિનેશન અભિયાનના ભાગરૂપે સૌપ્રથમ કોરોના વિક્સિનનો જથ્થો ગુજરાતને મળશે આજે સવારે 10:45 વાગ્યે અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવશે.
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આપી જાણકારી
આજે સવારે 10:45 વાગ્યે અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કોરોના વિરોધી વેક્સિનનો જથ્થો ગુજરાતને મળશે આ જાણકારી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ટ્વીટ કરીને આપી હતી.
ગુજરાતમાં કોરોના વિરોધી વેક્સિનેશન પહેલા સર્વે કાર્ય પુરું
ગુજરાતમાં કોરોના વિરોધી વેક્સિનેશન અભિયાન પહેલા સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 4 લાખ કરતા વધુ હેલ્થકેર વર્કર્સ, પોલીસ, સફાઇ કર્મચારી અને કોવિડની ડ્યુટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓ ને વેક્સિનનો ડોઝ પહેલા આપવામાં આવશે. ગુજરાતમાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા આશરે 1 કરોડ કરતાં વધુ નાગરિકો તથા 50 વર્ષથી નાના લગભગ પોણા ત્રણ લાખ લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે તેમનો ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમા લગભગ 16 હજારથી વધુ હેલ્થ વર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે.