બંધારણ (Constitution) અંગે શંકરાચાર્ય (Shankaracharya) અવિમુક્તેશ્વરાનંદે (Avimukteshwarananda) એક પ્રાઈવેટ ટીવી ચેનલ સાથેની ખાસ વાતચીતમાં વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, “હું જાતિ વ્યવસ્થાના પક્ષમાં છું. મારું માનવું છે કે આ દેશમાં મનુસ્મૃતિ (Manu Smriti) બંધારણ (Constitution) કરતાં મોટી છે.”

ઉત્તર પ્રદેશમાં એક કથાકારને માર મારવા પર ચાલી રહેલા રાજકારણ વચ્ચે, શંકરાચાર્ય (Shankaracharya) અવિમુક્તેશ્વરાનંદે (Avimukteshwarananda) આ સમગ્ર વિવાદ અંગે એક પ્રાઈવેટ ટીવી ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, “તેઓ જાતિ વ્યવસ્થાના સમર્થક છે. મનુસ્મૃતિ (Manu Smriti) બંધારણ (Constitution) કરતાં મોટી છે.” આ દરમિયાન શંકરાચાર્યએ (Shankaracharya) બંધારણ વિશે એક વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બંધારણે (Constitution) દેશ અને સમાજને બે ભાગમાં વહેંચી દીધા છે. બંધારણ દેશના નાગરિકો વચ્ચે ભેદભાવ કરે છે.

મનુસ્મૃતિ બંધારણ (Constitution) કરતાં મોટી છે, સમગ્ર વિશ્વનું બંધારણ છે
શંકરાચાર્ય (Shankaracharya) અવિમુક્તેશ્વરાનંદે (Avimukteshwarananda) કહ્યું કે, હું ડૉ. બાબાસાહેબના બંધારણને પડકારતો નથી, આપણે બાબા સાહેબના બંધારણના (Constitution) આધારે આ દેશમાં સનાતન (Sanatan) ધર્મનું પાલન કરી રહ્યા છીએ. કારણ કે તેમણે આપણને કલમ 25, 26, 27, 28, 29 માં છૂટ આપી છે, તેથી જ આપણે તે કરી રહ્યા છીએ.

હું ડૉ. બાબાસાહેબના બંધારણનો (Constitution) વિરોધી નથી. પરંતુ એ વાસ્તવિકતા છે કે મનુસ્મૃતિ (Manu Smriti) બંધારણ કરતાં મોટી છે અને મનુસ્મૃતિ (Manu Smriti) સમગ્ર વિશ્વનું બંધારણ છે. મારું માનવું છે કે બંધારણ (Constitution) ભેદભાવપૂર્ણ છે, દેશમાંથી અનામત (Reservation) નાબૂદ થવી જોઈએ.
#NDTVEXCLUSIVE | 'संविधान से बड़ी है मनुस्मृति': शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद
— NDTV India (@ndtvindia) June 29, 2025
पूरा इंटरव्यू – https://t.co/4U6HgRHBO0#SwamiAvimukateshwaranand | @Awasthis pic.twitter.com/hwvlfnbobo

તેમણે કહ્યું કે, હું શંકરાચાર્ય (Shankaracharya) તરીકે જે જવાબદારી નિભાવી રહ્યો છું તે અનુસાર વર્ણ વ્યવસ્થાને સંરક્ષિત કરવી એ મારું કર્તવ્ય છે. સનાતન (Sanatan) ધર્મ આજે જુદો અને આવતીકાલે જુદો ન હોઈ શકે તે દરેક તિથિએ સમાન રહે છે. એટલા માટે તેનું નામ સનાતન છે. જો તમારો અર્થ એવો છે કે કોઈ બંધારણ વિશે વાત કરે છે અને તે બંધારણ અનુસાર કામ કરશે, તો બંધારણની કથા કરો ને, અમે તમને આમ કરવાથી ક્યાં મનાઈ કરીએ છીએ.

આરએસએસ (RSS) વિશે શું કહ્યું સ્વામી અવિમુક્તેશ્વરાનંદે (Avimukteshwarananda)?
સ્વામી અવિમુક્તેશ્વરાનંદને (Avimukteshwarananda) પૂછવામાં આવ્યું કે તમારી ભાષા આરએસએસ (RSS) જેવી જ લાગે છે, ત્યારે તેમણે કહ્યું કે જ્યારે હું બોલુ છું, ત્યારે ધર્મ અનુસાર બોલું છું અને કોઈના મોઢા જોઈને બોલતો નથી કે કોણ સંઘ છે અને કોણ બિન-સંઘ છે. આરએસએસ પ્રત્યે પોતાની નારાજગી દર્શાવતા તેમણે કહ્યું કે આરએસએસ (RSS) કંઈ કહેતું નથી, તે જેવી પરિસ્થિતિ હોય તે મુજબ બોલે છે.