ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર (Chandigarh Mayor Election) ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ચંદીગઢ મેયર (Chandigarh Mayor Election)ની ચૂંટણીમાં ભાજપ (BJP) ના હરપ્રીત કૌર બાબલાની જીત થઈ છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.
#BigBreaking : दिल्ली चुनाव से पहले AAP-Congress को झटका, चंडीगढ़ मेयर चुनाव में बीजेपी की जीत, आप-कांग्रेस को 17 और बीजेपी को मिले 19 वोट. जीत के साथ ही बीजेपी की हरप्रीत कौर बबला मेयर चुनी गई हैं. सूत्रों के अनुसार इस मेयर चुनाव में आम आदमी पार्टी और कांग्रेस के पार्षदों ने… pic.twitter.com/G3nbRmx9Lb
— Zee News (@ZeeNews) January 30, 2025
કોને કેટલા વોટ મળ્યા
ચંદીગઢ મેયર ચુંટણી (Chandigarh Mayor Election) માં કુલ 36 મત પડ્યા જેમાંથી ભાજપના ઉમેદવાર હરપ્રીત કૌર બાબલાને બહુમતીના આંકડા જેટલા 19 મત મળ્યા. ભાજપના 16 કાઉન્સિલરો છે, તેથી આઆપા (આમ આદમી પાર્ટી) અને કોંગ્રેસના ત્રણ કાઉન્સિલરોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીના 13 અને કોંગ્રેસના 6 કાઉન્સિલર છે.

ગૃહમાં કુલ 35 કાઉન્સિલરો હતા, જ્યારે ચંદીગઢના સાંસદ મનીષ તિવારીનો પણ એક મત હતો. આઆપા (આમ આદમી પાર્ટી) -કોંગ્રેસ ગઠબંધન પાસે બહુમતી હોવા છતાં મેયરની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે.
ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હરપ્રીત કૌર બાબલા સામે આમ આદમી પાર્ટીએ પ્રેમ લતાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.

ગત વખતે પણ ઘણો વિવાદ થયો હતો
ગત વર્ષે પણ ચંદીગઢ મેયરની ચૂંટણી વખતે ભારે હોબાળો થયો હતો. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. 20 ફેબ્રુઆરી, 2024 ના રોજ, સુપ્રીમ કોર્ટે ચૂંટણી અધિકારી અનિલ મસીહના વર્તન પર કડક ટિપ્પણી કરી હતી અને ચૂંટણી પરિણામોને પલટી દીધા હતા. અનિલ મસીહે AAP-કોંગ્રેસના આઠ મત રદ કર્યા હતા પરિણામે ભાજપના ઉમેદવાર જીત્યા હતા.
કોર્ટે નિર્ણયને પલટી નાખતા આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના ઉમેદવાર કુલદીપ કુમારને મેયર જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટે સ્વીકાર્યું કે કુલદીપ કુમારને મળેલા 8 મત ખોટી રીતે અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા.
[…] વિચારી રહ્યા હતા, પરંતુ હવે તેમણે આમ આદમી પાર્ટી (AAP) સાથે હાથ મિલાવીને પ્રામાણિક […]