Spread the love

ભારતીય રિઝર્વ બેંકને બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. ગુરુવારે બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર એક ધમકીભર્યો ઈ-મેલ આવ્યો હતો. આ ઈમેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો અને તેમાં રિઝર્વ બેંકને ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે માતા રમાબાઈ માર્ગ (MRA માર્ગ) પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઈમેઈલ ક્યાંથી આવ્યો તથા કોણે મોકલ્યો તે બાબતે તપાસમાં પોલીસ લાગી છે.

ગયા મહિને પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કસ્ટમર કેર નંબર પર કોલ આવ્યો હતો અને એક વ્યક્તિએ પોતાની ઓળખ લશ્કર-એ-તૈયબાના સીઈઓ તરીકે આપીને સેન્ટ્રલ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં વિમાનો અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ઘણા ધમકીભર્યા કોલ અને મેઇલ આવી રહ્યા છે. 13મી ડિસેમ્બરે દિલ્હીની ત્રણ શાળાઓને બોમ્બની ધમકીનો મેલ મળ્યો હતો, જેના પછી વિવિધ એજન્સીઓએ શાળાના પરિસરમાં સર્ચ કરવાનું શરૂ કર્યું હતું.

અગાઉ 9 ડિસેમ્બર, 2024 ના રોજ, દિલ્હીની ઓછામાં ઓછી 44 શાળાઓને એક સરખા ધમકીભર્યા ઈમેઈલ્સ મળ્યા હતા. તપાસ બાદ પોલીસે આ ધમકીઓને અફવા ગણાવી હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *