સંસદ ભવન પાસે એક વ્યક્તિએ પોતાની જાતને આગ લગાવી દીધી છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસમાં વ્યસ્ત છે. પોતાની જાતને આગ લગાડનાર વ્યક્તિ ખરાબ રીતે દાઝી ગયો છે. પોલીસને સ્થળ પરથી પેટ્રોલ પણ મળી આવ્યું છે.
Delhi | A man has tried to commit suicide by setting himself on fire near Parliament. He has been taken to RML hospital: Delhi Police
— ANI (@ANI) December 25, 2024
More details awaited
અહેવાલો અનુસાર, ઘટના પછી તરત જ, તેને RML હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતા જ્યાં તેની હાલત અત્યારે નાજુક હોવાનું કહેવાય છે.
ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જ્યાં વ્યક્તિએ પોતાની જાતને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો તે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસની એક ટીમ, ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
વધુ માહિતી અપડેટ કરવામાં આવી રહી છે…