Ambedkar
Spread the love

અમેરિકાના સૌથી મોટા શહેર ન્યુ યોર્ક સિટીએ એક ઐતિહાસિક પગલું ભરતા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ 14 એપ્રિલ, ડૉ. ભીમરાવ રામજી આંબેડકરના જન્મદિવસને “આંબેડકર દિવસ” (Ambedkar Day) તરીકે જાહેર કર્યો છે. ન્યૂ યોર્કના મેયર એરિક એડમ્સે આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરીને સત્તાવાર પ્રસ્તાવ બનાવી દીધો છે.

New York City Mayor Eric Adams

આ ઘોષણા ભારતીય મૂળના લોકો માટે માત્ર ગર્વની વાત નથી પણ સમાનતા અને સામાજિક ન્યાયના વિચારને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું પણ છે. આંબેડકરના વિચારોને વૈશ્વિક પ્લેટફોર્મ પર માન્યતા અપાવવાની આ પહેલથી સમગ્ર ભારતીય ડાયસ્પોરામાં ઉત્સાહ છવાઈ ગયો છે.

ભારતરત્ન ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મદિવસ “આંબેડકર દિવસ” તરીકે જાહેર

આ પહેલનું અમેરિકામાં કાર્યરત માનવાધિકાર સંગઠનો અને ભારતીય સામાજિક જૂથો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. ખાસ કરીને, આ પગલાને “સમાનતા દિવસ” તરીકે ઉજવીને તમામ 50 રાજ્યોમાં અમલમાં મૂકવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં યુએસએના 13 થી વધુ રાજ્યોમાં અપનાવવામાં આવ્યું છે. આંબેડકર જન્મજયંતિ (Ambedkar Jayanti) સંયુક્ત રાષ્ટ્રમાં પણ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે, જેમાં ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, રાજદ્વારીઓ અને નીતિ ઘડવૈયાઓ ભાગ લે છે.

કોલંબિયા યુનિવર્સિટીથી શરૂ થયો આંબેડકરનો વિશ્વ પ્રવાસ

ડૉ. આંબેડકરે તેમનું ઉચ્ચ શિક્ષણ કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂ યોર્કમાંથી મેળવ્યું. અહીંથી જ તેમની વૈશ્વિક વિચારસરણી અને સામાજિક પરિવર્તનની ભાવના આકાર પામી, જેના પછી સમગ્ર વિશ્વએ તેમની પ્રતિભાનો ચમત્કાર જોયો. જેનો આજે આખું વિશ્વ આદર કરી રહ્યું છે.

ન્યુ યોર્ક આંબેડકર દિવસને સત્તાવાર રીતે માન્યતા આપનાર પ્રથમ મુખ્ય યુએસ મહાનગર બન્યું છે. આનાથી સંદેશ મળે છે કે સામાજિક સમાનતા માટેના આંબેડકરના વિચારો હજુ પણ સુસંગત અને પ્રેરણાદાયક છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *