ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. ડિબ્રુગઢ એક્સપ્રેસના અંદાજે 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ટ્રેન ચંદીગઢથી ગોરખપુર જઈ રહી હતી. ત્યારે આ અકસ્માત થયો હતો.
ટ્રેન અકસ્માતને લઈ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ડિબ્રૂગઢ 9957555960
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. ડિબ્રુગઢ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ટ્રેન ચંદીગઢથી ગોરખપુર જઈ રહી હતી. ત્યારે ટ્રેન ((15904)) ચંદીગઢથી ડિબ્રુગઢ જઈ રહી હતી. આ અકસ્માત ઝિલાહી રેલ્વે સ્ટેશનની વચ્ચે ગોસાઈ દિહવા ખાતે થયો હતો. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મુસાફરોમાં કોઈ જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગોંડામાં થયેલી ટ્રેન અકસ્માત અંગે માહિતી મેળવી રહ્યા છે. તેમણે જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘટના સ્થળે હાજર થવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનો પણ આદેશ આપ્યો છે. હાલમાં તો ઘટના સ્થળે ગોંડા જિલ્લા પ્રશાસન અને ગોરખપુર રેલવેના અધિકારીઓ પહોંચી રહ્યા છે.
અકસ્માતને કારણે અનેક ટ્રેનો રદ્દ અથવા ડાયવર્ટ કરવામાં આવી છે.