અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના બની છે. ભરૂચના અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા 4 કામદારના મોત થયા છે જ્યારે અન્ય કામદારો ઇજાગ્રસ્ત થયા છે. કંપનીના એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવાયું છે. અંકલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક પોલીસ GIDC એટલે કે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
Ankleshwar ની કંપનીમાં ભયાનક બ્લાસ્ટ, બ્લાસ્ટમાં ચાર લોકોના મોત #ankleshwar #gujarat #blast #death #gujarat #gujaratinews #gujaratibusinessnews #business #businessnews #cnbcbajar pic.twitter.com/PfAoNOkUsa
— CNBC Bajar (@CNBCBajar) December 3, 2024
દુર્ઘટનાની જાણ થતા જ ફાયર ફાઇટરો તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગયા છે. બીજી બાજુ પોલીસકાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે. બ્લાસ્ટની માહિતી મળતાં જ લોકોનાં ટોળાં પણ કંપની બહાર એકઠાં થઈ ગયાં છે.