Chaitar Vasava
Spread the love

આમ આદમી પાર્ટી (AAP)ના ડેડિયાપાડાના (Dediapada) ધારાસભ્ય ચૈતર વસાવાને (Chaitar Vasava) રાજપીપળા સેશન્સ કોર્ટે (Rajpipla Session Court) મોટો ઝટકો આપ્યો છે. વન વિભાગના કર્મચારી પર હુમલો કરવાના કેસમાં કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને (Chaitar Vasava) દોષિત (Convicted) જાહેર કર્યા છે. નવેમ્બર 2023માં ડેડિયાપાડા (Dediapada) વિસ્તારમાં વન વિભાગની (Forest) જમીન પર ખેતી કરવા મામલે વનકર્મીઓ (Forest Staff) પર હુમલો કરવા, તેમને માર મારવા અને હવામાં ફાયરિંગ કરવાના આરોપમાં તેમની સામે ગુનો નોંધાયો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આમ આદમી પાર્ટી (AAP)ના ડેડિયાપાડાના (Dediapada) ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) અને તેમના પત્નીને રાજપીપળા સેસન્સ કોર્ટે (Rajpipla Sessions Court) દોષિત જાહેર કર્યા છે. આપના ચૈતર વસાવાએ ફોરેસ્ટના કર્મચારી પર હુમલાના કેસમાં સજા સાંભળવામાં આવી છે. આ કેસમાં સેસન્સ કોર્ટે (Sessions Court) ચૈતર વસાવા (Chaitar Vasava), તેમના પત્ની સહિત 9 આરોપીને દોષિત જાહેર કર્યા છે. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ આવેલા આ આકરા ચુકાદાને પગલે ગુજરાતના (Gujarat) રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને આપના (AAP) કેમ્પમાં ચિંતા વ્યાપી ગઈ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ચૈતર વસાવાએ (Chaitar Vasava) જન્યુઆરી 2024માં કર્યું હતું સરન્ડર

નોંધનીય છે કે, નવેમ્બર 2023માં ડેડિયાપાડા (Dediapada) વિસ્તારમાં વન વિભાગની જમીન પર ખેતી કરવા મામલે વનકર્મીઓ પર હુમલો (Forest Staff Assault) કરવા, તેમને માર મારવા અને હવામાં ફાયરિંગ કરવાના આરોપમાં તેમની સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં ધરપકડ ટાળવા તેઓ એક મહિના સુધી ફરાર રહ્યા હતા અને ત્યારબાદ જાન્યુઆરી 2024માં તેમણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતુ. આ કેસની સુનાવણી બાદ સેશન્સ કોર્ટે ચૈતર વસાવા (Chaitar Vasava) અને તેમની પત્ની સહિત 9 લોકોને દોષિત જાહેર કર્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઈનચાર્જ સરકારી વકીલ, વંદના ભટ્ટે (Vandana Bhatt) આ અંગે માહિતી આપતા જણાવ્યુ છે કે, વર્ષ 2023માં ડેડિયાપાડા (Dediapada) વિસ્તારમાં વન વિભાગના કેસમાં ચૈતર વસાવા (Chaitar Vasava) તેમની પત્ની સહિત કુલ નવ આરોપી સામે કોર્ટે જાહેર કરી છે. આ અંગેની હાલ સુનાવણી ચાલી રહી છે. કોર્ટે તમામ આરોપીને સાંભળ્યા છે. આ તમામ આરોપીઓને કેટલી સજા કરવામાં આવશે તે અંગે બપોર પછી જાણવા મળશે. આમાં સૌથી વધુ 10 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ચૈતર વસાવા (Chaitar Vasava) ગુજરાત (Gujarat) AAPના ખૂબ જ દિગ્ગજ આદિવાસી નેતા (Adivasi Leader) છે. કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયા બાદ હવે તેમના ધારાસભ્ય પદ અને આગામી રાજકીય ભવિષ્ય પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. હવે કોર્ટ આ મામલે કેટલી સજા ફટકારે છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *