2020 દિલ્હી રમખાણ મામલે (2020 Delhi Riots Case) આઈબી અધિકારી (IB Officer) અંકિત શર્માની હત્યા કેસમાં (Ankit Sharma Murder Case) કડકડડૂમા કોર્ટે (Karkardooma Courts) પૂર્વ કાઉન્સિલર અને આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) પૂર્વ નેતા તાહિર હુસૈન (Tahir Hussain) સહિત 5 દોષિતોને આજીવન કેદની (Life Imprisonment) સજા ફટકારી છે. કોર્ટે હત્યાને અત્યંત ક્રૂર ગણાવતા દોષિતોની સજા ઓછી કરવાની માંગ ફગાવી દીધી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

2020 દિલ્હી રમખાણ મામલે (2020 Delhi Riots) ચુકાદો આવ્યો
ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં રમખાણો (2020 Delhi Riots) થયા હતા. આમાં આઈબી અધિકારી (IB Officer) અંકિત શર્માની (Ankit Sharma) હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને (Tahir Hussain) કડકડડૂમા કોર્ટે (Karkardooma Court) આજીવન કેદની (Life Imprisonment) સજા સંભળાવી છે. તાહિરની સાથે જ અનસ (અદનાન), જાવેદ, નાઝિમ અને કાસિમને પણ આજીવન કેદ (Life Imprisonment) થઈ છે. કોર્ટે કહ્યું કે અપરાધને અંજામ આપવાની રીત અત્યંત ક્રૂર હતી. આ પહેલાં કોર્ટના એડિશનલ સેશન્સ જજ પ્રવીણ કુમારે તાહિર હુસૈન, અનસ (અદનાન), જાવેદ, નાઝિમ અને કાસિમને તેમને IPCની કલમ 302 (હત્યા), 365 (અપહરણ), 147 (તોફાન) અને 153A (સાંપ્રદાયિક વૈમનસ્ય ફેલાવવી) હેઠળ દોષિત ઠેરવ્યા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કડકડડૂમા કોર્ટે (Karkardooma Court) 13 જુલાઈએ ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં રમખાણોના (2020 Delhi Riots) કેસમાં તાહિર, નાઝિમ, કાસિમ, અનસ અને જાવેદને દોષિત ઠેરવવાની સાથે જ અન્ય 6 ને મુક્ત કરી દીધા હતા. આજે કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે અંકિતને જાનવરની જેમ મારવામાં આવ્યા. માર્યા પછી પણ શબને ગટરમાં ફેંકી દેવામાં આવ્યું. દોષિતોના પરિવારે આશ્રિત હોવાની વાત કહીને સજા ઓછી કરવાની માંગ કરી હતી. જો કે, કોર્ટે તેને ફગાવી દીધી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આજીવન કેદની સાથે અલગ-અલગ કલમો હેઠળ દંડ પણ
ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં રમખાણોના (2020 Delhi Riots) અભિયોજન પક્ષે તાહિર હુસૈનના (Tahir Hussain) ઘરને રમખાણોનું લોન્ચ પેડ (Riots Launch Pad) બતાવ્યું, પરંતુ આ આ કેસના ચાર્જ સાથે જોડાયેલું નથી. કોર્ટે તાહિર હુસૈનને (Tahir Hussain) આજીવન કેદ (Life Imprisonment) સંભળાવતા અલગ-અલગ કલમો હેઠળ દંડ પણ ફટકાર્યો છે. કોર્ટનો ચુકાદો આવ્યા બાદ દિલ્હીની (Delhi) રેખા સરકારમાં મંત્રી કપિલ મિશ્રાએ (Kapil Mishra) ‘એક્સ’ પર એક પોસ્ટ કરી છે. તેમાં તેમણે લખ્યું, તાહિર હુસૈનને (Tahir Hussain) આજીવન કેદની (Life Imprisonment) સજા ન્યાયની શરૂઆત છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘આ ચોક્કસપણે Rarest of Rare છે’
આ જ પોસ્ટમાં તેમણે કહ્યું, જે નિર્દયતા સાથે અંકિત શર્માજીને મારવામાં આવ્યા, મૃત્યુ પછી પણ ચાકુઓથી ઘોંચવામાં આવતા રહ્યા, શબને ગટરમાં ફેંકી દેવામાં આવ્યું, આ ચોક્કસપણે ‘રેરેસ્ટ ઓફ રેર’ (Rarest of Rare) છે. વડી અદાલતમાં આ આજીવન કેદને (Life Imprisonment) ફાંસીમાં બદલવામાં આવે, એવી આશા છે.
ખજૂરી ખાસ ગટરમાંથી મળ્યો હતો મૃતદેહ
25 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં ફાટી નીકળેલા રમખાણો (2020 Delhi Riots) દરમિયાન અંકિત શર્મા (Ankit Sharma) પોતાના ઘરેથી નીકળ્યા હતા, પરંતુ પાછા ફર્યા નહોતા. પછીના દિવસે તેમનો મૃતદેહ ખજૂરી ખાસ (Khajuri Khas) ગટરમાંથી મળ્યો. તેમના શરીર પર ઈજાના 51 નિશાન હતા. તેમને ટોળાએ ઘેરીને હુમલો કર્યો હતો. મામલાની તપાસ પછી પોલીસે તાહિર હુસૈન (Tahir Hussain) સહિત અન્યને આરોપી બનાવ્યા. અભિયોજનનો આક્ષેપ હતો કે રમખાણો દરમિયાન તાહિરના ઠેકાણાની આસપાસ હિંસક ટોળું સક્રિય હતું. આ જ કાવતરામાં અંકિત શર્માની (Ankit Sharma) હત્યા કરવામાં આવી. અંકિત શર્માના (Ankit Sharma) પિતાએ પણ પોતાની ફરિયાદમાં તાહિર અને અન્ય પર શંકા વ્યક્ત કરી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મૃતકના શરીર પર મળ્યા હતા 51 ઘા
આ પહેલાં, 2020 દિલ્હી રમખાણ મામલે (2020 Delhi Riots Case) સજા પર દલીલો દરમિયાન વિશેષ સરકારી વકીલે અદાલત સમક્ષ ખૂબ જ કડક દલીલો મૂકી. પોલીસે આ હત્યાકાંડને એક પૂર્વ-આયોજિત અને ઠંડા કલેજે કરાયેલી જઘન્ય હત્યા ગણાવતા કહ્યું કે ઘટના સમયે આરોપી કસાઈ અને આદમખોર પ્રાણીની જેમ વર્તી રહ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટના હવાલાથી પોલીસે બતાવ્યું કે અંકિત શર્માના (Ankit Sharma) શરીર પર ૫૧ ઘા મળ્યા હતા. 16 થી વધુ વાર ધારદાર હથિયારોથી કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા કર્યા પછી અંકિત શર્માના મૃતદેહને ખજૂરી ખાસ ગટરમાં ફેંકી દેવામાં આવ્યો હતો, જેને 26 ફેબ્રુઆરી 2020ની સવારે કબજે કરવામાં આવ્યો હતો.
दिल्ली
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) July 31, 2026
➡IB अफसर अंकित शर्मा हत्याकांड में सजा
➡सभी 5 दोषियों को उम्रकैद की सजा
➡दोषी ताहिर हुसैन को उम्रकैद की सजा
➡दंगा और हत्या के मामले में ताहिर को सजा
➡कड़कड़डूमा कोर्ट ने उम्रकैद की सजा सुनाई
➡नाजिम, कासिम, जावेद, अनस को भी उम्रकैद#Delhi #AnkitSharma #BreakingNews pic.twitter.com/DaxB7mUV6H
