- આઈઝોલ પાસે બની રહ્યો હતો રેલવે બ્રિજ
- રેલવે બ્રિજની ઊંચાઈ કુતુબમિનારથી પણ વધુ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કરી આર્થિક મદદની જાહેરાત કરી
મિઝોરમની રાજધાની આઈઝોલ પાસે બની રહેલો રેલવે બ્રિજ તૂટી પડતા 17 મજૂરોના મૃત્યુ થયા છે. જ્યારે 40 જેટલા મજૂરો બ્રિજના કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. મૃતકોની સંખ્યા વધે તેવી દહેશત છે. રેસ્ક્યુ ઓપરેશન પુરુ થવામાં. સ્વાતંત્ર્ય બાદ મિઝોરમને દેશના વિશાળ રેલવે નેટવર્ક સાથે જોડવા માટે ભારતીય રેલવે અથાક કાર્ય કરી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દેશના ઈંફ્રાસ્ટ્રક્ચર અને વાહનવ્યવહારને આધુનિક બનાવવા માટે કાર્યરત છે ત્યારે આ રેલવે બ્રિજ મિઝોરમના વાહનવ્યહાર સુધારવા તથા કનેક્ટિવિટી વધારવા બનાવવામાં આવી રહ્યો હતો. આ બ્રિજ દિલ્હીના કુતુબ મિનારથી પણ ઊંચો છે. મિઝોરમના જે રેલવે ઓવર બ્રિજ પ્રોજેક્ટ પર મજૂરો કામ કરી રહ્યા હતા તે પુલ નંબર 196ની ઊંચાઈ 104 મીટર છે. આ ઘટનાની જાણ થતા મિઝરોમના મુખ્યમંત્રી જોરમથાંગાએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે દુર્ઘટનામાં અસર પામેલા શોકાતુર પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બ્રિક્સ મીટીંગ માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે વડાપ્રધાને આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું છે. વડાપ્રધાને લક્યું કે જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓ પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છં. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી હું પ્રાર્થના કરું છું. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અસરગ્રસ્તોને સંભવ તમામ મદદ પહોંચાડવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે.
રેલવે વિભાગ તરફથી પણ આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઇજા પામેલાઓને 2 લાખ અને સામાન્ય ઈજા થઈ હોય તેવા પીડિતોને 50 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળના માલદાના જિલ્લા અધિકારી નિતીન સિંઘાનીયાએ કહ્યું કે મિઝોરમમાં બનેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 મજૂરોના મોત નિપજ્યા હોવાના અધિકૃત અહેવાલ છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. મૃતદેહોને ખસેડવાની કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રીના નિર્દેશ અનુસાર તંત્ર રેસ્કયુના ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે.