Spread the love

• કિશોર મકવાણા

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ? કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…

ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ – 62

• મુસ્લિમ તુષ્ટિકરણથી દેશ ભાગલા તરફ ધકેલાયો

  • નિઃસ્વાર્થ નેતાઓ ઉદય થયો. એમણે સ્વતંત્રતા આંદોલનની ધુરા સંભાળી. એમના પર હિન્દુઓએ પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો હતો કે આ નેતાઓ એમની વર્ષોની આશા-અરમાનોને પરિપૂર્ણ કરશે. આમ સ્વાધીનતાનાં વચનોનાં મીઠાં સ્વપ્નોમાં અટવાયેલો હિન્દુ મુસ્લિમ – તુષ્ટિકરણના કડવા ઘૂંટડા ધીરે ધીરે પીતો જ ગયો, પીતો જ ગયો. દુઃખ એ વાતનું છે કે આખરી સમય સુધી આ કડવા ઘૂંટડાનાં ભયાનક પરિણામોથી એ સાવધ ન બન્યો.
  • મુસલમાનોના પ્રવક્તા બનેલા મહંમદઅલી ઝીણાએ કૉંગ્રેસની આ નબળાઈ પારખી લીધી હતી. એ એનો લાભ લેવા માંડ્યા. એમણે નવી નવી માગણીઓ શરૂ કરી દીધી. ‘ચાર સૂત્રો’ થી આગળ વધી એમની માગણીઓ ‘સાત સૂત્રો’ સુધી અને એના પછી ‘ચૌદ સૂત્રો’ સુધી પહોંચી ગઈ. કૉંગ્રેસ ઝીણાના સહયોગ રૂપી ‘સ્વર્ણમૃગ’ પાછળ દોડતી રહી.

કૉંગ્રેસ મુસ્લિમોની ધાર્મિક એજન્ડામાંથી નીકળતી દરેક રાષ્ટ્રઘાતી વિકૃતિને સંતોષતી રહી. નહેરુએ 6/4/1938ના રોજ એક પત્રમાં મહંમદ ઝીણાએ રજૂ કરેલી માંગણીઓના સંદર્ભે આશ્વાસન આપતા લખ્યું:
‘ગોવધનો સંબંધ છે ત્યાં સુધી કૉંગ્રેસ વિરુદ્ધ મોટા પાયે એક જુઠ્ઠો અને નિરાધાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે કૉંગ્રેસ કાયદો કરી એને ગોવધ બળજબરીથી બંધ કરાવશે. કૉંગ્રેસ મુસલમાનોના ‘કાયમી’ અધિકારોમાં કાપ મૂકવા બાબતે કોઈ વૈધાનિક કાર્યવાહી કરવા માગતી નથી.’
આ બધાના પરિણામે હિન્દુઓની આસ્થા ડગમગવા લાગી. હિન્દુઓની તરફેણમાં બોલનાર કોઇ જ નહોતું. મુસલમાનો કૉંગ્રેસને હિન્દુ પાર્ટી કહીને ઝૂકાવતા અને પોતાની માંગણીઓ સંતોષાવતા. પોતાની ઇસ્લામી જડતાને વળગી રહી એક તસુ પણ હટતા નહોતા, બીજી તરફ હિન્દુ પોતે અને પોતાના જૂના રાષ્ટ્રીય વ્યક્તિત્વને બદલતો ગયો, પરંતુ મુસલમાન અક્કડ રહ્યો. આમપણ હિન્દુત્વ યુગાનુકૂળ છે. સમયને અનુરુપ એ બદલાતો રહે છે અને જરુર જણાય ત્યાં પરિવર્તનશીલ પણ રહ્યો છે. પરંતુ મુસલમાનો એકના બે ન થયા. એ ભારતમાતાની જય બોલતો નથી કે વંદે માતરમ્ ગીત પણ ગાતો નહોતો. એની માગણી પ્રમાણેનું ખંડિત ગીત પણ એને ગાવામાં વાંધો હતો. એને તૃપ્ત કરવા તિરંગામાં લીલા રંગને ઉમેરવામાં આવ્યો છતાં એ તિરંગા ધ્વજનું સન્માન કરતો નહોતો. એણે હિન્દીનો પણ સ્વીકાર ન કર્યો.
છતાં મુસલમાનોને અતૃપ્ત રાષ્ટ્રઘાતી વાસના તૃપ્ત કરવાની કૉંગ્રેસની નીતિ ચાલુ રહી. એક બાજુ મુસલમાનોની કટ્ટરતા આગની જેમ ફેલાતી જ રહી તો બીજી બાજુ હિન્દુઓની રાષ્ટ્રીય આસ્થા અને સંઘર્ષશક્તિના મૂળમાં ઝેર ઘોળાતું રહ્યું. આ બન્ને કારણોએ ભેગા મળી રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલનને નબળું, નિસ્તેજ, નિર્વિર્ય અને નિરુત્સાહી બનાવવામાં મદદ કરી. એનો ભરપૂર ફાયદો અંગ્રેજોએ ઉઠાવ્યો. એકબાજુ કોન્ગ્રેસે મુસ્લિમોની દરેક માગણી આગળ ઝૂકતી હતી, બીજી તરફ અંગ્રેજો પણ આ સ્થિતિનો જેટલો લેવાય એટલો લાભ લઇ દેશ વિભાજન તરફ આગળ વધે એવી ચાલ રમતા હતા.
આશ્ચર્યની વાત તો એ છે કે હિન્દુઓ એની સંસ્કૃતિ, પરંપરા અને એના ઈતિહાસનાં ભવ્ય અને પ્રાચીન શ્રેષ્ઠ મૂલ્યોનો ભોગ આપીને પણ કૉંગ્રેસ સાથે ચીટકી રહ્યા. દુર્ભાગ્યે એ સમયે એવો બીજો કોઇ રાજકીય પક્ષ પણ નહોતો જે હિન્દુઓની વેદના અને વિચારને વાચા આપે. છતાં હિન્દુના અંતઃકરણમાં સ્વતંત્રતા થવાની અદમ્ય અભિલાષા હતી. કારણ આ એનો દેશ હતો. ઇસ્લામી અને ખ્રિસ્તી લોકો બહારથી આવેલા વસેલા ધર્મો હતા. એમને આ દેશ સ્વતંત્ર થાય કે ગુલામ રહે એનાથી કોઇ ફરક પડતો નહોતો. એટલે જ ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે’ એવી સિંહગર્જના હિન્દુઓના રોમરોમમાં સમાયેલી ભારત ભક્તિની સ્વાભાવિક અભિવ્યક્તિ હતી. સ્વધર્મ અને સ્વદેશની સ્વાધીનતા અને સન્માનની રક્ષા કાજે એણે પોતાનાં લોહી, આંસુ અને પરસેવાનો અમૂલ્ય અર્ધ્ય આપ્યો. ખુદીરામ થી લઇ ઉધમસિંહ
સુધીના અગણિત ક્રાંતિવીરોએ પોતાની યુવાની રાષ્ટ્રીય યજ્ઞમાં સ્વાહા કરી નાખી.
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ અને ક્રાંતિકારીઓનાં બલિદાનોની પાવન જ્વાળાઓએ હિન્દુઓની આ સ્વતંત્ર થવાની તરસને વધુ ઉત્તેજી. આ બધા ઉપરાંત નિઃસ્વાર્થ નેતાઓ ઉદય થયો. એમણે સ્વતંત્રતા આંદોલનની ધુરા સંભાળી. એમના પર હિન્દુઓએ પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો હતો કે આ નેતાઓ એમની વર્ષોની આશા-અરમાનોને પરિપૂર્ણ કરશે. આમ સ્વાધીનતાનાં વચનોનાં મીઠાં સ્વપ્નોમાં અટવાયેલો હિન્દુ મુસ્લિમ – તુષ્ટિકરણના કડવા ઘૂંટડા ધીરે ધીરે પીતો જ ગયો, પીતો જ ગયો. દુઃખ એ વાતનું છે કે આખરી સમય સુધી આ કડવા ઘૂંટડાનાં ભયાનક પરિણામોથી એ સાવધ ન બન્યો. તે એ સમજી જ ન શક્યો કે આનાથી તો જેના માટે એણે આટલા લાંબા સમય સુધી મહાન ત્યાગ અને તપશ્ચર્યા કરી છે એ સ્વતંત્રતાનું ચિત્ર જ નષ્ટ – ભ્રષ્ટ થઈ જશે. કૉંગ્રેસના નેતાઓને લાગે વળગે છે ત્યાં સુધી તો મુસ્લિમ તુષ્ટિકરણની નીતિનાં દુઃખદ અને ભયાનક પરિણામો એમનાથી છુપાયેલાં નહોતા, પણ એમણે એ તરફ જોયું જ નહીં. એણે શાહમૃગી નીતિ અપનાવી હતી. રાષ્ટ્રને છિન્ન ભિન્ન કરી નાખનારી એ આંધી તરફ એણે આંખ મીચામણા કર્યાં. આ નેતાઓ તો મુસ્લિમ તુષ્ટિકરણના પ્રવાહમાં ઝડપથી આગળ વધી રહ્યા હતા. છતાંય એમણે એને યોગ્ય ગણાવ્યાં અને કહ્યું કે સ્વરાજ્યના લક્ષ્ય સુધી પહોંચવાનો આ એક જ સાચો માર્ગ છે. આખરે મુસલમાનોના પ્રવક્તા બનેલા મહંમદઅલી ઝીણાએ કૉંગ્રેસની આ નબળાઈ પારખી લીધી હતી. એ એનો લાભ લેવા માંડ્યા. એમણે નવી નવી માગણીઓ શરૂ કરી દીધી. ‘ચાર સૂત્રો’ થી આગળ વધી એમની માગણીઓ ‘સાત સૂત્રો’ સુધી અને એના પછી ‘ચૌદ સૂત્રો’ સુધી પહોંચી ગઈ. કૉંગ્રેસ મહંમદઅલી ઝીણાના સહયોગ રૂપી ‘સ્વર્ણમૃગ’ પાછળ દોડતી રહી. એક પછી એક માગણીઓ પૂરી કરતી રહી. અંતે ‘સ્વર્ણમૃગ’ અદ્રશ્ય થઈ ગયો અને રાષ્ટ્રીય એકતાની ‘સીતા’નું અપહરણ થઈ ગયું. દેશ ભયાનક-બર્બર આંધીમાં અટવાઇ ગયો. સ્વતંત્રતા આંદોલન હવે મુસ્લિમ તુષ્ટિકરણના તાજવે તોળાતું હતું.

:ક્રમશ:
©kishormakwana


Spread the love