Spread the love

• કિશોર મકવાણા

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…

ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો.

વાંચો લેખમાળાનું પ્રકરણ – 43

• મુસ્લિમ તોફાનોએ ગાંધીજીને પણ હચમચાવી મુક્યા.

  • 1924માં ‘યંગ ઇંન્ડિયા’ માં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં ગાંધીજીએ લખ્યું, ‘મુસલમાનોએ હિન્દુઓની વિરુદ્ધ એક પ્રકારની જેહાદની ઘોષણા કરી દીધી છે. હિન્દુ મહિલાઓ ઉપરના અત્યાચારો વિશે બંગાળથી જે સમાચાર પ્રાપ્ત થયા છે તે સહુથી વધુ ખળભળાટ મચાવનારા છે, જો એ અરધા સાચા હોય તો પણ મારો પોતાનો અનુભવ એ વિચારને સાબિત કરે છે કે મુસલમાન સ્વભાવે જ આક્રમક હોય છે અને હિંદુ કાયર, પરંતુ હિન્દુની પોતાની કાયરતા માટે મુસલમાનને દોષિત ગણવા જોઇએ ?
  • પટ્ટાભિ સીતારામૈયાએ લખ્યું છે, ‘કોહાટનાં રમખાણોએ તો ખરેખર ભારતની કેડ ભાંગી નાખી છે.’ કોહાટ પશ્ચિમી સરહદી પ્રદેશનું એક નાનું ગામ હતું. એમાં માત્ર પાંચ ટકા હિન્દુ વસ્તી હતી. ત્યાં દોઢસો હિન્દુઓને મારી નાખવામાં આવ્યા.
  • કોહાટના ભયાનક તોફાનો વિશે ડો. બાબાસાહેબ આંબેડકર લખે છે: ‘ કોહાટ ગામમાં આ તોફાનોએ જેવી કરુણ ખુવારી સર્જી હતી તેવી બીજા કોઇ વિસ્તારમાં નહોતી સર્જાઇ. 155 લોકો મરાયા. વિપુલ પ્રમાણમાં માલ મિલકત લૂંટવામાં આવી. આ ભયના સામ્રાજ્યના લીધે સમગ્ર હિન્દુ વસ્તી કોહાટ ગામ ખાલી કરીને જતી રહી.’

ખિલાફત આંદોલન પછી ભારતભરમાં ઠેર ઠેર મુસ્લિમ તોફાનો ફાટી નીકળ્યા. પંજાબના પ્રસિદ્ધ હિન્દુ નેતા ભાઇ પરમાનંદે સહરાનપુર તોફાનોની તપાસ કરીને નિવેદન કર્યું હતું, ‘મારા મનમાં હવે જરાપણ શંકા રહી નથી કે હિન્દુઓની હત્યા, લૂંટફાટ અને આગની જ્વાળાઓ ભડકાવવામાં ખિલાફત નેતાઓનો મુખ્ય ફાળો હતો. આખા દેશને ભરખી જનારી દંગલોની જ્વાળાને ખિલાફત આંદોલને જ ભડકાવી છે.’ (નાના પાલકર : ડૉ. હેડગેવાર, પૃષ્ઠ: 120)
ડૉ.રાજેન્દ્ર પ્રસાદે સ્પષ્ટ રીતે કહ્યું આ તોફાનોમાં મુખ્યત્વે મુસલમાનોનો જ હાથ હતો.’ 1922ના ઉતરાર્ધમાં મુલતાનમાં ભયંકર તોફાનો થયાં જેમાં હિંદુઓનાં મંદિરોને અપવિત્ર કરવામાં આવ્યા. અનેક હિંદુઓ માર્યા ગયા અને સેંકડો હિંદુ ઘરોને લૂંટવામાં અને બાળવામાં આવ્યા. આ પહેલું જ રમખાણ હતું. એ પછી તો અનેક મુસ્લિમ રમખાણો થયાં. એ રમખાણો દેશના બધા ભાગોમાં અનેક વર્ષ ચાલતા જ રહ્યા.’ (રાજેંદ્રપ્રસાદ: ઇન્ડિયા ડિવાઇડેડ, પૃષ્ઠ: 117)
સેંકડો હિન્દુઓ મુસ્લિમ પાશવી માનસિકતાનો શિકાર બન્યા. અગણિત હિન્દુ મહિલાઓ ઉપર બળાત્કાર કરવામાં આવ્યો. એમનું અપહરણ કરવામાં આવ્યું. લગભગ દરેક હિન્દુ તહેવાર –પછી એ રામલીલા હોય કે દુર્ગાપૂજા, હોળી હોય કે ગણેશોત્સવ હોય એના પર ભયંકર મુસ્લિમ આક્રમણની તલવાર લટકતી રહેતી હતી. 1924માં ‘યંગ ઇંન્ડિયા’ માં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં ગાંધીજીએ લખ્યું, ‘હિંદુઓએ લેખિત સ્વરૂપે મને ફરિયાદ કરી છે કે મુસલમાનોને સંગઠિત અને જાગૃત કરવા માટે હું જવાબદાર છું. મેં મૌલવીઓને અભૂતપૂર્વ પ્રતિષ્ઠા અપાવી છે. હવે જ્યારે ખિલાફતનો મામલો શાંત થઇ ગયો છે ત્યારે જાગૃત મુસલમાનોએ હિન્દુઓની વિરુદ્ધ એક પ્રકારની જેહાદની ઘોષણા કરી દીધી છે. હિન્દુ મહિલાઓ ઉપરના અત્યાચારો વિશે બંગાળ થી જે સમાચાર પ્રાપ્ત થયા છે તે સહુથી વધુ ખળભળાટ મચાવનારા છે, જો એ અરધા સાચા હોય તો પણ મારો પોતાનો અનુભવ એ વિચારને સાબિત કરે છે કે મુસલમાન સ્વભાવે જ આક્રમક હોય છે અને હિંદુ કાયર, પરંતુ હિન્દુની પોતાની કાયરતા માટે મુસલમાનને દોષિત ગણવા જોઇએ? કાયર તો હંમેશા માર ખાતો જ રહેશે. સહરાનપુરના મુસલમાનો પોતાના ધૃણાસ્પદ આચરણ માટે કોઇ ખુલાસો કરી શકે એમ નથી, પરંતુ એક હિન્દુ હોવાને નાતે હું હિન્દુની કાયરતાથી વધુ શરમ અનુભવું છુ. મને મુસલમાનોના અત્યાચારોનો એટલો ખેદ નથી. જે ઘર લૂંટાયા એના માલિકોએ પોતાની સંપત્તિનું રક્ષણ કરવા માટે પોતાના પ્રાણની બાજી શા માટે ન લગાવી? જે બહેનો ઉપર બળાત્કાર થયા એમના સંબંધીઓ બળાત્કાર વખતે ક્યાં હતા? મારી અહિંસા એમ નથી કહેતી કે સંકટ આવે એટલે પ્રિયજનોને અસહાય છોડીને ભાગી જવું યોગ્ય છે.’ (એમ. એ. કરંદીકર : ઇસ્લામ, પૃષ્ઠ: 126)
૯ સપ્ટેમ્બર, 1924 પછી કોહાટમાં જે રમખાણો થયાં તે ખાસ ઉલ્લેખનીય છે. એ રમખાણોથી સમગ્ર દેશ હચમચી ગયો. પટ્ટાભિ સીતારામૈયાએ લખ્યું છે, ‘કોહાટનાં રમખાણોએ તો ખરેખર ભારતની કેડ ભાંગી નાખી છે.’ કોહાટ પશ્ચિમી સરહદી પ્રદેશનું એક નાનું ગામ હતું. એમાં માત્ર પાંચ ટકા હિન્દુ વસ્તી હતી. ત્યાં દોઢસો હિન્દુઓને મારી નાખવામાં આવ્યા. બચેલા હિંન્દુઓને બસો માઇલ દૂર રાવલપિંડીમાં આશ્રય લેવો પડ્યો.
કોહાટના ભયાનક તોફાનો વિશે ડો. બાબાસાહેબ આંબેડકર લખે છે: ‘ કોહાટ ગામમાં આ તોફાનોએ જેવી કરુણ ખુવારી સર્જી હતી તેવી બીજા કોઇ વિસ્તારમાં નહોતી સર્જાઇ. 155 લોકો મરાયા. અંદાજે રુપિયા નવ લાખ જેટલી મિલકતોનો નાશ કરવામાં આવ્યો. વિપુલ પ્રમાણમાં માલ મિલકત લૂંટવામાં આવી. આ ભયના સામ્રાજ્યના લીધે સમગ્ર હિન્દુ વસ્તી કોહાટ ગામ ખાલી કરીને જતી રહી.’ (બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 186)
જ્યારે ત્યાં હિન્દુઓ ઉપર અત્યાચાર થયા અને હત્યા, બળાત્કાર, લૂંટ, અપહરણ વગેરેનું તાંડવનૃત્ય થયું ત્યારે ગાંધીજીને શૌકતઅલીની સાથે રાવલપીંડી જવું પડ્યું. (સરકારે ગાંધીજીને કોહાટ જવાની રજા આપી નહોતી) જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે જોયું તો કોહાટથી એક પણ મુસલમાન રાવલપિંડી આવ્યો નહોતો. ગાંધીજી અને શૌકતઅલીએ ત્યાં ગયા પછી જે નિવેદનો કર્યા એમાં આશ્વર્યજનક વિરોધાભાસ હતો.
ગાંધીજીએ કહ્યું કે, ‘રમખાણો એટલા માટે થયાં કે હિન્દુ પુરુષો અને વિવાહિત મહિલાઓના ધર્માંતરથી હિન્દુઓ નારાજ હતા એટલે મુસલમાનો રોષે ભરાયા.’ એમનું કહેવું એમ પણ હતું કે હિન્દુઓ ઉપર ભયંકર અત્યાચાર કરવા માટે મુસલમાનો પાસે કોઇ કારણ નહોતું.’ શૌકતઅલીએ બળજબરીથી ધર્માંતર કરવામાં આવ્યું છે એ વાતનો વિરોધ કર્યો, અને કહ્યું કે મુસ્લિમોના રોષમાંથી બચાવવા માટે શુભચિંતક મુસલમાનોએ હિંદુઓની ચોટલીઓ કાપીને તેમને મુસ્લિમ ટોપી પહેરાવી.’ શૌકતઅલીએ રમખાણો માટે માત્ર મુસલમાનો ગુનેગાર હતા છતા તેણે હિદુઓ અને મુસલમાનો બંનેને સરખા ગુનેગાર ગણાવ્યાં.
દેશભરમાં રમખાણો ફાટી નીકળવાને કારણે ગાંધીજીને ઊંડો આઘાત લાગ્યો. ખાસ કરીને કોહાટના ભીષણ હત્યા કાંડે તો એમના અંતરાત્માને બેચેન કરી દીધો.

——— |: ક્રમશ:| ——©kishormakwana


Spread the love