• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો.
વાંચો લેખમાળાનું પ્રકરણ – 38
• ગાંધીજી હળાહળ જેહાદી અલીબંધુઓના શરણે
- કોન્ગ્રેસમાં ‘અલી બંધુઓ’ના નામથી કુખ્યાત-મૌલાના મોહમ્મદ અલી અને મૌલાના શૌકતઅલી-ગાંધીજીના ડાબા-જમણા હાથ કેવી રીતે બની ગયા એ જાણવું જરુરી છે. બંને ભાઇ ઉત્તરપ્રદેશના રામપુરના હતા. બંને ઉર્દૂ સાપ્તાહિક ‘હમદર્દ’ અને અંગ્રેજી સાપ્તાહિક ‘કોમરેડ’ ચલાવતા.
- ડો. બાબાસાહેબ આંબેડકરે અલી બંધુઓની અલગતાવાદી માનસિકતાનું બહુ સચોટ વર્ણન લખ્યું છે. ડો. આંબેડકર લખે છે: ‘ખિલાફત ચળવળના પ્રણેતા અલી બંધુઓ સાથે શ્રી ગાંધીએ ઈ.સ. 1920ની પહેલી ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર 1920 વચ્ચે દેશનો પ્રવાસ કર્યો. શ્રી ગાંધી તથા અલી બંધુઓનો વિસંવાદી સૂર લોકો પારખી ગયા. ‘મોડર્ન રિવ્યૂ’ લખે છે તેમ, ‘જોતાં તે સમજવું મુશ્કેલ નથી કે એકના અંતરમાં દૂર તુર્કસ્તાનમાં ખિલાફતની કરુણ વેદના કેન્દ્રસ્થાન છે. જ્યારે બીજાના અંતરમાં અહીં ભારતમાં સ્વરાજ્ય પ્રાપ્તિનો હેતુ જ લક્ષ્ય સ્થાને છે.’
- બંને ભાઇઓએ (મૌલાના શૌકતઅલી અને મૌલાના મહંમદઅલી) પોતાની અલગતાવાદી મુસ્લિમ આકાંક્ષાઓ માટેની પ્રતિબદ્ધતા ક્યારેય છુપાવી નહોતી. મોહમ્મદ અલીએ 1923માં કૉંગ્રેસના અધ્યક્ષપદેથી અલગતાવાદી મુસ્લિમ રાજનીતિના દરેક કાર્યને યોગ્ય ઠેરવ્યું હતું.
હળાહળ જેહાદી નેતાઓએ મુસ્લિમોનું નેતૃત્વ સંભાળી લીધું હતું. જેમના હ્રદયમાં નર્યો ભારત દ્વેષ ભરેલો હતો એવા લોકો હાથનું રમકડું કોન્ગ્રેસ બની ચૂકી હતી. એવા માહોલમાં રાજકારણ અને કોન્ગ્રેસમાં ‘અલી બંધુઓ’ના નામથી કુખ્યાત-મૌલાના મોહમ્મદ અલી અને મૌલાના શૌકતઅલી-ગાંધીજીના ડાબા-જમણા હાથ કેવી રીતે બની ગયા એ જાણવું જરુરી છે. બંને ભાઇ ઉત્તરપ્રદેશના રામપુરના હતા. બંને ઉર્દૂ સાપ્તાહિક ‘હમદર્દ’ અને અંગ્રેજી સાપ્તાહિક ‘કોમરેડ’ ચલાવતા. બંને ભાઇઓનો એક જ ઉદ્દેશ્ય હતો કે ભારતમાં ઇસ્લામનું રાજ પ્રસ્થાપિત થાય. ગાંધીજીએ અલીબંધુઓ માટે લખ્યું છે: ‘હું સારા મુસલમાનો સાથે મિત્રતા કેળવવા માગતો હતો. મુસલમાનોના સૌથી શુદ્ધ અને દેશભક્ત પ્રતિનિધિઓનો સંપર્ક કરી એમનાં મન જાણવા માગતો હતો. આથી એમનો અંતરંગ સંપર્ક સ્થાપી શકાય એ માટે એ લોકો મને જયાં પણ લઇ ગયા, ત્યાં એમની સાથે જવા માટે મારા પર કોઇ દબાણ કરવાની જરૂર પડી ન હતી’ (એ હિન્દુ નેશનાલિસ્ટ: ગાંધી મુસ્લિમ કૉસ્પિરસી, પૃ. 70) અને ગાંધીજીની આ શોધખોળ એમને અલીબંધુઓ પાસે લઇ ગઇ. 8 જુલાઇ 1921ના અખિલ ભારતીય ખિલાફત સંમેલનમાં ‘રાજદ્રોહી ભાષણો’ માટે સરકારે એમને બે વર્ષની જેલની સજા કરી હતી. અલીબંધુઓએ કહ્યું હતું કે ‘મજહબના આધારે બ્રિટિશ સરકારની સેવા કરવી એ ગેરકાયદેસર છે અને ભારતીય સેનામાં રહેલા મુસ્લિમ સૈનિકોએ રાજીનામાં આપી દેવા એ તેમની નૈતિક ફરજ છે. ગાંધીજી અલીબંધુઓ સાથે મિત્રતા કેળવવા તેમજ એમનો વિશ્વાસ મેળવવા આગળ વધ્યા: ‘મેં અલીબંધુઓની મુક્તિ માટે સરકાર સાથે પત્રવ્યવહાર શરૂ કરી દીધો. આ પ્રસંગે મેં ખિલાફત અંગે અલીબંધુઓના વિચારો અને એમની પ્રવૃત્તિઓનો અભ્યાસ કર્યો. મેં મુસલમાન મિત્રો સાથે ચર્ચા કરી અને અનુભવ કર્યો કે મારે મુસલમાનોના સાચા મિત્ર બનવું હોય તો અલીબંધુઓની મુક્તિ માટે તેમજ ખિલાફત પ્રશ્નની યોગ્ય પતાવટ માટે મારે શક્ય એટલી બધી જ મદદ કરવી જોઇએ.’ . (એ હિન્દુ નેશનાલિસ્ટ : ગાંધી મુસ્લિમ કૉસ્પિરસી, પૃ. 70) આ ધર્માંધ-કોમવાદી અલીબંધુઓની મિત્રતા માટે ગાંધીજી આ દિશામાં કેટલા બધા આગળ વધી ગયા હતા એનો ખ્યાલ એ દિવસોની એક મહત્વપૂર્ણ ઘટના પરથી આવી શકે છે. 1921માં ‘પ્રિન્સ ઑફ વેલ્સ’ ભારતના પ્રવાસે આવવાના હતા. ‘સવિનય અસહકાર આંદોલન’ હજું ચાલી રહ્યું હતું. પ્રિન્સના પ્રવાસનો ભારતીય જનતા બહિષ્કાર ન કરે એમ વાઈસરૉય લોર્ડ રીડિંગ ઇચ્છતા હતા. આ માટે એમણે પંડિત મદનમોહન માલવીય સામે એક પ્રસ્તાવ મૂક્યો કે કૉંગ્રેસ આ આંદોલન તરત જ સમેટી લેવા સંમત થાય તો સરકાર બધા જ જેલમાં બંધ કૉંગ્રેસીઓને છોડી દેવા તેમજ ભાવિ બંધારણના ઉકેલ માટે એક ગોળમેજી પરિષદ બોલાવવા તૈયાર છે. સમજૂતી માટેની આ શરતોની વાત ગાંધીજી આગળ મૂકવામાં આવી ત્યારે એમણે સૌ પહેલા અલીબંધુઓ અને એમના સહયોગીઓની મુક્તિની વાત પણ એમાં સામેલ કરી લેવા માટે આગ્રહ કર્યો. વાઈસરૉય એ વાત સ્વીકારવા બિલકુલ તૈયાર નહોતા. ગાંધીજીના અલીબંધુઓના મમત્વ ખાતર આ પ્રસ્તાવ અંગ્રેજો તરફથી ફગાવી દેવામાં આવ્યો. આ વાટાઘાટોમાં સી. આર. દાસે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એમણે અત્યંત ગુસ્સે થઇ કહ્યું: ‘જીવનમાં એક પ્રસંગ આવ્યો હતો અને એ પણ ગુમાવી દીધો.’
ડો. બાબાસાહેબ આંબેડકર ગાંધીજીની ‘હિન્દુ-મુસ્લિમ એકતા’ માટેની ઘેલછા બાબતે લખે છે: ‘હિન્દુ-મુસ્લિમ એકતા વિના સ્વરાજ નહીં મળે તેવું કહેતા શ્રી ગાંધી ક્યારેય થાક્યા નથી. (ડો. બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 165)
મોહમ્મદ અલી અરબી અને ફારસીનો કક્કો પણ જાણતા ન હતા. આ ભાષાઓમાં પારંગત હોય તેઓ જ મૌલાના બનવાને લાયક ગણાતા હતા; પરંતુ મોહમ્મદ અલી માટે એક ખાસ નિયમ બનાવવામાં આવ્યો. એમને આ વિશેષ લાભ ‘તબલીઘ (અર્થાત્ ધર્માંતર)માં પારંગત’ હોવાને કારણે આપવામાં આવી.’
બંને ભાઇઓએ (મૌલાના શૌકતઅલી અને મૌલાના મહંમદઅલી) પોતાની અલગતાવાદી મુસ્લિમ આકાંક્ષાઓ માટેની પ્રતિબદ્ધતા ક્યારેય છુપાવી નહોતી. મોહમ્મદ અલીએ 1923માં કૉંગ્રેસના અધ્યક્ષપદેથી અલગતાવાદી મુસ્લિમ રાજનીતિના દરેક કાર્યને યોગ્ય ઠેરવ્યું હતું. એમણે સર સૈયદ અહમદની અલગતાવાદી નીતિની પ્રશંસા કરી હતી અને એને બુદ્ધિપૂર્ણ ગણાવી હતી. અલગ મતદાર મંડળને એમણે હિન્દુ-મુસ્લિમ એકતા કરવા માટે ફાયદાકારક છે એમ કહ્યું હતું. એમના વિચાર પ્રમાણે બંગાળના ભાગલાથી મુસલમાનોને લાભ થતો હતો. ભારતીયોએ ભાગલા સામે પ્રચંડ આક્રોશ વ્યક્ત કર્યો. જબરજસ્ત આંદોલન છેડાયું. અંતે ભાગલા રદ કરવા પડ્યા. અલી બંધુઓએ ભાગલા નાબૂદ કરવા માટે અંગ્રેજોની ટીકા કરતાં કહ્યું કે એ તો ભારતીય રાજનીતિના ઇતિહાસમાં સૌથી અધમ વિશ્વાસઘાત હતો. એમણે એમ પણ કહ્યું કે દેશને આવી રીતે અલગ અલગ ભાગમાં વહેંચી દેવો જોઇએ, જ્યાં એક એક સંપ્રદાયને પોતાના પ્રચારનો અધિકાર મળવો જોઇએ. એમણે અસ્પૃશ્યોને ઇસ્લામમાં ભેળવી દેવા માટે ખુલેઆમ આહવાન કર્યું.
ડો. બાબાસાહેબ આંબેડકરે અલી બંધુઓની અલગતાવાદી માનસિકતાનું બહુ સચોટ વર્ણન લખ્યું છે. ડો. આંબેડકર લખે છે:
‘અસહકારની ચળવળનો પ્રારંભ થયા પછી ખિલાફત સમિતિના સક્રિય સભ્ય તરીકે શ્રી ગાંધીએ પોતાની શક્તિનો હવે પછી ઉપયોગ કોંગ્રેસને અસહકાર આંદોલનમાં જોડવા અને ખિલાફત ચળવળને બળવાન બનાવવા માટે કર્યો. આ હેતુને ખ્યાલમાં રાખીને ખિલાફત ચળવળના પ્રણેતા અલી બંધુઓ સાથે શ્રી ગાંધીએ ઈ.સ. 1920ની પહેલી ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર 1920 વચ્ચે દેશનો પ્રવાસ કર્યો. શ્રી ગાંધી તથા અલી બંધુઓનો વિસંવાદી સૂર લોકો પારખી ગયા. ‘મોડર્ન રિવ્યૂ’ લખે છે તેમ, ‘તેમનાં પ્રવચનોનો અર્થ જોતાં તે સમજવું મુશ્કેલ નથી કે એકના અંતરમાં દૂર તુર્કસ્તાનમાં ખિલાફતની કરુણ વેદના કેન્દ્રસ્થાન છે. જ્યારે બીજાના અંતરમાં અહીં ભારતમાં સ્વરાજ્ય પ્રાપ્તિનો હેતુ જ લક્ષ્ય સ્થાને છે.’ (ડો. બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 169) આવા કટ્ટરવાદી-જેહાદી વ્યક્તિત્વોને સામાન્ય રીતે કૉંગ્રેસના અને વિશેષ કરીને મુસલમાનોના નેતાઓ તરીકે એમને ઉપસાવવામાં આવતા હતા ! કૉંગ્રેસ અધિવેશનમાં એમને આદરપૂર્વક બેસાડવામાં આવતાં હતા. ચાંદ-સિતારાવાળી ટોપી અને કાળા ઝભ્ભા પહેરી અલીબંધુઓએ ડિસેમ્બર 1919ના કોંગ્રેસના અમૃતસર અધિવેશનના મંડપમાં મંચ પર પ્રવેશ કર્યો તો કોન્ગ્રેસી કાર્યકર્તા ઘેલા ઘેલા બની નાચવા લાગ્યા. ઉત્સાહથી એમના નામનો જય જયકાર કરી આકાશ ગજવી દીધું.
————|: ક્રમશ:|————©kishormakwana