પશ્ચિમ બંગાળના (West Bengal) બીરભૂમમાં (Birbhum) પૂર્વ ડેપ્યુટી સ્પીકર અને ટીએમસી (TMC) નેતા આશીષ બેનર્જીનો (Asish Banerjee) મૃતદેહ પાર્ટી કાર્યાલયમાંથી મળ્યો. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના (Birbhum District) રામપુરહાટમાં (Rampurhat) તૃણમૂલ કોંગ્રેસના (TMC) વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય (Ex MLA) આશીષ બેનર્જીના (Ashish Banerjee) મોતથી ખળભળાટ મચી ગયો છે. તેમનો મૃતદેહ રવિવારે (16 ઓગસ્ટ 2026) સવારે ઘર નજીક સ્થિત પાર્ટી કાર્યાલયમાં (Party Office) લટકતો મળ્યો હતો. પોલીસે (Police) મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પોલીસના જણાવ્યા અનુસાર, આશીષ બેનર્જીનો (Ashish Banerjee) મૃતદેહ રામપુરહાટના (Rampurhat) હટ્ટાલાપાડા વિસ્તારમાં તેમના ઘર પાસે સ્થિત ટીએમસી કાર્યાલયમાંથી (TMC Office) મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકરો અને સ્થાનિક લોકો કાર્યાલય બહાર એકઠા થઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળની તપાસ શરૂ કરી દીધી છે. મોતના સાચા કારણની સ્પષ્ટતા પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ જ થશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

5 વાર રહ્યા પશ્ચિમ બંગાળની (West Bengal) રામપુરહાટ સીટથી ધારાસભ્ય
આશીષ બેનર્જી (Ashish Banerjee) રામપુરહાટ (Rampurhat) વિધાનસભા બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય (MLA) રહ્યા હતા. તેઓ 2021 થી 2026 સુધી પશ્ચિમ બંગાળ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર (Deputy Speaker) પણ રહ્યા હતા. તેમણે મુખ્યમંત્રી (Chief Minister) મમતા બેનર્જીની (Mamata Banerjee) સરકારમાં કૃષિ સહિત અનેક વિભાગોની જવાબદારી સંભાળી હતી. 2017 થી 2021 વચ્ચે તેઓ રાજ્યના કૃષિ મંત્રી રહ્યા હતા.
#Bengal
— Zee Uttar Pradesh Uttarakhand (@ZEEUPUK) August 16, 2026
पश्चिम बंगाल के बीरभूम से बड़ी खबर
फांसी से लटके मिले आशीष बनर्जी
विधानसभा के पूर्व डिप्टी स्पीकर थे आशीष
TMC दफ्तर में फांसी से लटके मिले आशीष #Bengal #WestBengal #Birbhum #AshishBanerjee #TMC #TrinamoolCongress #BengalNews #WestBengalNews #BreakingNews #ZeeUPUK pic.twitter.com/SnV3Pm137o

