TrumpTrump
Spread the love

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ભારતીય ચૂંટણી વ્યવસ્થાનું ઉદાહરણ આપતાં હવે Save America Act પાસ કરાવવા પર ભાર મૂકી રહ્યા છે. તેમણે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ટ્રમ્પ વહીવટીતંત્ર (Trump Administration) વચ્ચે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતાં ટ્રૂથ સોશિયલ (Truth Social) પર એક પોસ્ટ કરી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમેરિકાના રાષ્ટ્રપતિ (American President) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ભારતની ચૂંટણી વ્યવસ્થાથી (Indian Electoral System) ખૂબ પ્રભાવિત જોવા મળી રહ્યા છે. તેમણે ભારત જેવી ચૂંટણી વ્યવસ્થા લાગુ કરવા માટે Save America Act પર ભાર મૂક્યો છે. ટ્રમ્પે (Trump) ટ્રૂથ સોશિયલ (Truth Social) પર એક પોસ્ટમાં ભારતીય ચૂંટણી વ્યવસ્થાનો (Indian Electoral System) ઉલ્લેખ કર્યો છે. આ સંબંધમાં તેમણે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar) સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો અને અમેરિકામાં (America) મતદાર ઓળખ સંબંધિત નિયમોને કડક બનાવવા પર ભાર મૂક્યો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ટ્રમ્પે (Trump) મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો કર્યો ઉલ્લેખ

ટ્રમ્પે (Trump) ટ્રૂથ સોશિયલ (Truth Social) પર પોસ્ટ કરીને કહ્યું કે આ જ મહિને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે (Gyanesh Kumar) તેમના વહીવટીતંત્રને સવાલ કર્યો હતો કે અમેરિકામાં (America) માન્ય ફોટો ઓળખપત્ર (Photo Id) વિના ચૂંટણી (Election) કેવી રીતે યોજવામાં આવે છે? ભારતમાં છેલ્લી લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Election) આશરે 64.6 કરોડ મતદારો હતા અને એક ટકાથી પણ ઓછા લોકોએ ટપાલ (Postal Ballot) ) દ્વારા મત આપ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં દરેક મતદાર માટે માન્ય ફોટો ઓળખ દસ્તાવેજ (Photo Id) જરૂરી હતો. આ આંકડાઓનો હવાલો આપતાં ટ્રમ્પે (Trump) કહ્યું કે Save America Act ને પાસ કરાવવો જરૂરી બની ગયો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

SAVE America Act શું છે?

વ્હાઇટ હાઉસના (White House) જણાવ્યા અનુસાર, સેફગાર્ડ અમેરિકન વોટર એલિજિબિલિટી (SAVE) America Act હેઠળ અમેરિકાની ચૂંટણી પ્રણાલીમાં (American Electoral Systenm) મોટા ફેરફારો કરવાનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવિત કાયદો એ સુનિશ્ચિત કરવા માંગે છે કે માત્ર અમેરિકાના નાગરિકો (American Citizen) જ ફેડરલ ચૂંટણીઓમાં મતદાન કરી શકે. આ કાયદો અમેરિકી નાગરિકો (American Citizen) માટે મતદાર નોંધણી (Voter Registration) વખતે નાગરિકતાનો પુરાવો રજૂ કરવો ફરજિયાત બનાવશે. આ સાથે જ સમગ્ર દેશમાં મતદાર ઓળખપત્રની (Voter Id) વ્યવસ્થા લાગુ કરશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પ્રસ્તાવિત કાયદો મેઇલ (ટપાલ) દ્વારા મતદાન પર પણ કડકાઈ કરશે, જ્યારે બીમાર, દિવ્યાંગ, સેનામાં ફરજ બજાવતા કે મુસાફરી કરી રહેલા લોકો માટે કેટલીક છૂટછાટ આપશે. આ ઉપરાંત, રાજ્યોએ બિન-નાગરિકોની ઓળખ કરીને તેમને મતદાર યાદીમાંથી હટાવવા પડશે. આનાથી ચૂંટણી છેતરપિંડી રોકવામાં મદદ મળશે. આ એક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે માત્ર અમેરિકી નાગરિકોએ જ અમેરિકન ચૂંટણીઓનો ફેંસલો કરવો જોઈએ.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે (Sergio Gor) પણ ડોનાલ્ડ ટ્રમ્પનું (Donald Trump) સમર્થન કરતાં સોશિયલ મીડિયા ‘એક્સ’ પર પોસ્ટ કરી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બિલકુલ સાચા છે! ભારતમાં છેલ્લી ચૂંટણીમાં 646 મિલિયન મતદારોમાંથી દરેકને ID ની જરૂર હતી. કોંગ્રેસે SAVE અમેરિકા એક્ટ પાસ કરવો જોઈએ. જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદીની (PM Modi) પણ પ્રશંસા કરી ચૂક્યા છે. મે મહિનામાં દિલ્હીમાં US ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન દરમિયાન ભારતમાં US ના રાજદૂતસર્જિયો ગોરે (Sergio Gor) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો હતો. આ દરમિયાન થયેલી વાતચીતમાં ટ્રમ્પે ફોન પર વડાપ્રધાન મોદીની (PM Modi) પ્રશંસા કરતાં કહ્યું હતું કે પીએમ મોદી (PM Modi) મારા ખૂબ સારા મિત્ર છે. હું નરેન્દ્ર મોદીનો (Narendra Modi) મોટો પ્રશંસક છું. ભારત મારા પર 100% ભરોસો રાખી શકે છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *