રામ મંદિર દાન ચોરીના (Ram Mandir Donation Theft) મામલામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના (Shri Ram Janmabhoomi Mandir Trust) મહાસચિવ ચંપત રાય (Champat Rai) અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાએ (Dr. Anil Mishra) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચંપત રાય (Champat Rai) ટ્રસ્ટમાં મહાસચિવના પદ પર કાર્યરત હતા. ચંપત રાય (Champat Rai) અને અનિલ મિશ્રાના રાજીનામાથી અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રામ મંદિર દાન ચોરીના કેસમાં (Ram Mandir Donation Theft Case) એફઆઈઆર (FIR) નોંધાયા બાદ આ મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના (Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust) મહાસચિવ ચંપત રાય (Champat Rai) અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાએ (Dr. Anil Mishra) પોતપોતાના પદ પરથી રાજીનામું (Resign) આપી દીધું છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે તપાસની નિષ્પક્ષતા જાળવી રાખવા અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી આ પગલું ભરવામાં આવ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના (Shriram Janmabhoomi Teerth Kshetra Trust) અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના (Mahant Nritya Gopal Das) ઉત્તરાધિકારી મહંત કમલનયન દાસે (Mahant Kamal Nayan Das) આ બાબતે જણાવ્યું કે, તેમને અત્યારની પરિસ્થિતિ અંગે કોઈ માહિતી નથી. નોંધનીય છે કે, દાનની ઉચાપતના મામલામાં એસઆઈટી (SIT)ના પ્રારંભિક અહેવાલના આધારે એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારથી જ ચંપત રાયના રાજીનામાની (Champat Rai Resign) ચર્ચાઓ ચાલી રહી હતી. બીજી તરફ, ગઈકાલે રાત્રે દાન ચોરીના મામલામાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આઠ આરોપીઓની ધરપકડ અને પોલીસ કાર્યવાહી
ચઢાવા/દાન ચોરીના પ્રકરણમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા નામજોગ આઠ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તમામ આરોપીઓનું મેડિકલ પરીક્ષણ કરાવ્યા બાદ તેમને રિમાન્ડ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે, જ્યાંથી તેમને ન્યાયિક કસ્ટડીમાં જેલ ભેગા કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કેસમાં એફઆઈઆર નોંધાયા બાદ પોલીસ તપાસ વેગવંતી બની છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસમાં એસઆઈટીના (SIT) પ્રાથમિક અહેવાલને પણ સામેલ કરવામાં આવશે, જેથી તમામ તથ્યોનું સમગ્રતાથી પરીક્ષણ થઈ શકે. બીજી તરફ, વિરોધ પક્ષો એફઆઈઆરમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય (Champat Rai) જેવા કોઈ મોટા હોદ્દેદારનું નામ સામેલ ન કરવા અંગે સવાલો ઉઠાવી રહ્યા છે અને તપાસની નિષ્પક્ષતા પર આક્ષેપો કરી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે ઉપલબ્ધ પુરાવાઓના આધારે આગળ પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને મામલાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ ચાલુ છે.

એસઆઈટી (SIT) તપાસમાં કરોડોની હેરાફેરીની પુષ્ટિ
આ પૂર્વે, ચઢાવા/દાન ચોરીનો ખુલાસો થયાના 19 દિવસ બાદ અને તપાસ માટે ગઠિત એસઆઈટીની ભલામણના બે દિવસ પછી અંતે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ એફઆઈઆર શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના (Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust) મહાસચિવ ચંપત રાયના (Champat Rai) ડ્રાઈવર રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ (Ramshankar Yadav Tinu), ટ્રસ્ટના હોદ્દેદાર અનિલ મિશ્રાના (Anil Mishra) સંબંધી અનુકલ્પ મિશ્રા (Anukalp Mishra), લવકુશ મિશ્રા (Lavkush Mishra) ઉપરાંત ગણતરી કર્મચારી મનીષ યાદવ (Manish Pandey), અવિનાશ શુક્લા Avinash Shukla), કરુણેશ પાંડે (Karunesh Pandey), રમાશંકર મિશ્ર (Ramashankar Mishra) અને ગણતરી ઈન્ચાર્જ સુભાષ શ્રીવાસ્તવ (Subhash Shrivastava) તથા અન્ય કેટલાક અજ્ઞાત લોકો સામે નોંધાવવામાં આવી છે. તમામ પર કાવતરું ઘડીને છેતરપિંડી પૂર્વક ચઢાવાની રકમ ચોરી કરવાનો આરોપ છે, જે બાદ આઠેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

એસઆઈટીની (SIT) તપાસમાં કરોડો રૂપિયાની રોકડ અને દાગીનાની હેરાફેરી થઈ હોવાની પુષ્ટિ થઈ હતી, જેમાં આ આરોપીઓના નામ સામે આવ્યા હતા. એટલું જ નહીં, ટ્રસ્ટે પણ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આ તમામને પકડ્યા હતા. તેમની નિશાનદેહી પર આશરે 3 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. હવે જ્યારે આગળની વિવેચના (તપાસ) થશે ત્યારે જ સ્પષ્ટ થઈ શકશે કે કેટલા કરોડનો ખેલ થયો છે અને કેટલું સોનું-ચાંદી કે કિંમતી ધાતુના દાગીના ગાયબ કરવામાં આવ્યા છે. જોકે એફઆઈઆરમાં મોટા માથા જેવા કે ચંપત રાય (Champat Rai) અને ડૉ. અનિલ મિશ્રાનું (Dr. Anil Mishra) નામ ન હોવાથી તપાસમાં તરફેણ કરાઈ હોવાની વાતો ચાલી રહી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
સીસીટીવી (CCTV) ફૂટેજની તપાસમાં ચોરી કરતા જોવા મળેલા તમામ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. પૂછપરછ અને અન્ય પુરાવાઓના આધારે જાણવા મળ્યું છે કે આ આખા કાવતરામાં ટિન્નુ યાદવ (Tinu Yadav) અને સુભાષ શ્રીવાસ્તવની (Subhash Shrivastava) મોટી ભૂમિકા હતી. સુભાષે જ ચોરીના આ ખેલમાં અન્ય લોકોને જોડ્યા હતા. ગણતરીમાં ડ્યુટી લગાવવા અને તપાસની જવાબદારી સુભાષ પાસે હતી, તેથી આ બંનેને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. એસઆઈટીએ ફૂટેજને પુરાવા તરીકે તપાસમાં સામેલ કર્યા હતા, હવે પોલીસ પોતાની તપાસમાં આ પુરાવાઓને સામેલ કરશે. એસઆઈટીની (SIT) ની તપાસ અને બાદના ઘટનાક્રમથી એ તરફ શંકાની સોય ઉંચકાઈ છે કે ચંપત રાયને (Champat Rai) બચાવાઈ રહ્યા છે.

રામ મંદિર દાન ચોરીના એ 8 આરોપી, કોણ શું કરતા હતા?
- રામશંકર યાદવ, ઉર્ફે ટીનુ યાદવ: તે ચંપત રાયનો (Champat Rai) નજીકનો સાથી છે. તે મંદિરના વહીવટના દરેક પાસામાં દખલ કરતો હતો અને ગણતરી પ્રક્રિયાનું નિરીક્ષણ કરતો હતો. તેની પાસે ગણતરી ખંડની ચાવીઓ હતી. આ ઘટનામાં તે મુખ્ય વ્યક્તિ છે.
- અનુકલ્પ મિશ્રા: તે લવકુશ મિશ્રાના સાળા અને અનિલ મિશ્રાના સંબંધી છે. તેમને પ્રસાદ ગણવાની ફરજ સોંપવામાં આવી હતી. ચોરાયેલા પૈસા તેમના ઘરમાંથી મળી આવ્યા હતા.
- લવ-કુશ મિશ્રા: તે અનિલ મિશ્રાના સંબંધી છે – ખાસ કરીને અનુકલ્પના સાળા. તેમને પ્રસાદ ગણવાની ફરજ સોંપવામાં આવી હતી. ચોરાયેલા પૈસા તેમના ઘરમાંથી મળી આવ્યા હતા.
- મનીષ યાદવ: તે ટીનુ યાદવનો ભત્રીજો છે. તે ગણતરી પ્રક્રિયામાં સામેલ હતો. તેની પાસેથી ચોરાયેલા પૈસા પણ મળી આવ્યા હતા.
- અવિનાશ શુક્લા: તેને પણ ડ્યુટી રોસ્ટર ગણતરીનું કામ સોંપવામાં આવતું હતું. તેના બેંક ખાતામાંથી પાંચ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હોવાની ચર્ચા હતી
- સુભાષ શ્રીવાસ્તવ: તે ગણતરી પ્રક્રિયાના ઇન્ચાર્જ હતા. સમગ્ર ગણતરી પ્રક્રિયા તેમની દેખરેખ હેઠળ થઈ.
- કરુણેશ પાંડે: અનુકલ્પ અને લવકુશની સાથે સમગ્ર કાવતરામાં સામેલ હતો.
- રમાશંકર મિશ્રા: અનુકલ્પ અને લવકુશ સાથે સમગ્ર કાવતરામાં સામેલ હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ચઢાવા ચોરી બાદ હવે જમીન ખરીદીનો મામલો પણ ગરમાયો
રામ મંદિરમાં (Ram Mandir) ચઢાવા ચોરીના મામલાની સાથે જ હવે જમીન ખરીદ-વેચાણનો મામલો પણ ગરમાયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ (Rajya Sabha MP) સંજય સિંહે (Sanjay Singh) ગુરુવારે એસઆઈટીને 11 દસ્તાવેજો સોંપ્યા હતા. તેમણે દાવો કર્યો છે કે આ જમીનોની ખરીદ-વેચાણમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સાંસદે ચંપત રાયનું (Champat Rai) નામ લીધું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.

સાંસદે આક્ષેપ કર્યો હતો કે મંદિર માટે જમીનો બજાર ભાવ કરતાં અનેક ગણી વધુ કિંમતે ખરીદવામાં આવી હતી. આનાથી દાનની રકમને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સંજય સિંહે (Sanjay Singh) એસઆઈટીના અધ્યક્ષ (SIT President) વિજય વિશ્વાસ પંત (Vijay Vishwas Pant) અને સભ્ય નીલ રતન (Neel Ratan) સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે ચઢાવાની ગેરરીતિઓમાં સામેલ લોકોની ભૂમિકા જમીનના સોદાઓમાં પણ છે. સંજય સિંહે આ અંગે ઊંડાણપૂર્વકની તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે.
સોદાઓની વિગત અને નાણાકીય વિસંગતતાઓ
એસઆઈટીએ (SIT) હવે આ સોંપવામાં આવેલા દસ્તાવેજોના આધારે વિગતવાર તપાસ શરૂ કરી દીધી છે. દસ્તાવેજો અનુસાર મુખ્ય સોદાઓ આ પ્રમાણે છે:
પ્રથમ સોદો: એક સોદામાં 2 કરોડ રૂપિયાની જમીન 18 માર્ચ 2021ના રોજ 18.5 કરોડ રૂપિયામાં ટ્રસ્ટને વેચવામાં આવી હતી. આ એક જ સોદામાં અંદાજે 16.5 કરોડ રૂપિયાનો તફાવત દર્શાવવામાં આવ્યો છે. તત્કાલીન મેયર (Mayor) ઋષિકેશ ઉપાધ્યાય (Rishikesh Upadhyay) અને ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા (Anil Mishra) આ દસ્તાવેજના સાક્ષી હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
બીજો સોદો: દસ્તાવેજો અનુસાર, મેયર ઋષિકેશ ઉપાધ્યાયના (Mayor Rishikesh Upadhyay) ભત્રીજા દીપ નારાયણે (Deep Narayan) ફેબ્રુઆરી 2021માં 20 લાખ રૂપિયામાં જમીન ખરીદી હતી. તેના થોડા મહિનાઓ પછી, મે 2021માં તેમણે એ જ જમીન ટ્રસ્ટને 2.5 કરોડ રૂપિયામાં વેચી દીધી. સાંસદનો આરોપ છે કે આ સોદામાં સીધો 2.30 કરોડ રૂપિયાનો નફો મેળવવામાં આવ્યો છે.
તૃતીય સોદો: આ સિવાય, દાનમાં મળેલી અન્ય એક જમીન પણ 1 કરોડ રૂપિયામાં ટ્રસ્ટને વેચી દેવામાં આવી હોવાનો આરોપ છે.
આ સમગ્ર ઘટના ક્રમમાં ચંપત રાય (Champat Rai) અને અનિલ મિશ્રાનું (Anil Mishra) રાજીનામુ એ તરફ આંગળી ચીંધે છે કે તેમણે પહેલા જ રાજીનામુ આપવાની જરૂર હતી.
🚨 BIG BREAKING
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 26, 2026
Ayodhya Ram Temple Donation row: Champat Rai and Anil Mishra have RESIGNED from the Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust. pic.twitter.com/dhfErzbOOW
