ઈરાન (Iran) અને અમેરિકા-ઈઝરાયેલ (America-Israel) વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધમાં એક અત્યંત ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. આ જંગમાં સીધી રીતે સામેલ ન હોવા છતાં, ભારતે તેના અનેક નિર્દોષ નાગરિકો ગુમાવ્યા છે. તાજેતરના આંકડા મુજબ, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 25 ભારતીય નાગરિકોના (Indian Citizens) મોત નીપજ્યા છે, જે આ યુદ્ધના મુખ્ય પક્ષકારો એવા ઈઝરાયેલ (Israel) (24 મોત) અને અમેરિકા (America) (13 મોત) કરતાં પણ વધુ છે. સોમવારે (22 જૂન) કતારના (Qatar) રાસ લાફાન (Ras Laffan) પર થયેલા ભયાનક હુમલામાં 12 ભારતીયોના મોત (Indian Died) થયા બાદ આ કુલ આંકડો 25 પર પહોંચી ગયો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઈરાન યુદ્ધમાં (Iran War) ભારે જાનહાનિ
આ યુદ્ધની શરૂઆત 28 ફેબ્રુઆરીના રોજ થઈ હતી. આ જંગ એટલો ભયાવહ રહ્યો છે કે ઈરાનના (Iran) સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈ (Ayatollah Ali Khamenei), ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના (IRCG) પ્રમુખ મોહમ્મદ પાકપુર (Mohammad Pakpour) અને ઈરાન (Iran) સર્વોચ્ચ સુરક્ષા પરિષદના સચિવ અલી લારીજાની (Ali Larijani) જેવા ટોચના નેતાઓની પણ હત્યા થઈ ચૂકી છે. આ ઈરાન યુદ્ધમાં (Iran War) ઈઝરાયેલના (Israel) હુમલાથી અત્યાર સુધીમાં લેબનાનના (Lebanon) 4,000 અને ઈરાનના (Iran) 3,600 લોકો માર્યા ગયા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઈરાન યુદ્ધમાં ભારતીયોના મોતના 3 મુખ્ય કારણો
ભારત આ યુદ્ધનો હિસ્સો ન હોવા છતાં આટલી મોટી સંખ્યામાં ભારતીયોના મોત પાછળ ત્રણ મુખ્ય ભૌગોલિક અને આર્થિક કારણો જવાબદાર છે:
ખાડી દેશોમાં ભારતીયોની વિશાળ વસ્તી: ખાડી દેશોમાં (Gulf Countries) પ્રવાસી ભારતીય કામદારો (Blue-collar workers) ની સંખ્યા ખૂબ વધારે છે. સાઉદી અરેબિયામાં (Saudi Arabia) 27 લાખ અને યુએઈ (UAE) માં 43 લાખ ભારતીયો રહે છે. આ જ રીતે કુવૈતમાં (Kuwait) 10 લાખ અને કતારમાં (Qatar) 8 લાખ ભારતીયો વસે છે. કતારના (Qatar) જે ‘રાસ લાફાન’ (Ras Laffan) વિસ્તાર પર હુમલો થયો, ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો (Indians) કામ કરે છે, જેના કારણે એકસાથે 12 ભારતીયોએ જીવ (Indians Died) ગુમાવ્યા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજો: હોર્મુઝની ખાડી (Strait of Hormuz) માં હાલમાં 550 જેટલા વ્યાપારી જહાજો ફસાયેલા છે, જેના પર 18,000 થી વધુ ભારતીય કર્મચારીઓ અને મજૂરો કામ કરી રહ્યા છે. જહાજો પર થતા આંધળાધૂંધ હુમલાના કારણે ભારતીયો તેનો ભોગ બની રહ્યા છે.
ઈરાન યુદ્ધનું (Iran War) સમગ્ર ખાડી ક્ષેત્રમાં ફેલાવવું: ઈરાને યુદ્ધ દરમિયાન ઈઝરાયેલ કરતાં કુવૈત અને યુએઈ જેવા દેશો પર વધુ હુમલા કર્યા છે, જેના કારણે ત્યાં રહેતા ભારતીયો તેની ચપેટમાં આવી ગયા.
કયા વિસ્તારમાં કેટલા ભારતીયોના મોત થયા?
કતારના (Qatar) રાસ લફાનમાં (Ras Laffan) ઈરાને (Iran) કરેલા હુમલામાં 3 ભારતીયના મોત (Indian Died) થયા હતા. હોર્મુઝની ખાડીમાં (Strait of Hormuz) અમેરિકાએ (America) કરેલા હુમલામાં ૩ ભારતીયોના મોત અમેરિકી હુમલામાં (American Attack) થયા, જેના પર ભારતના વિદેશ પ્રધાન (MEA) એસ. જયશંકરે (S Jaishankar) અમેરિકા (America) સામે કડક વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત ઇરાને (Iran) કરેલા કતાર (Qatar) ઉપરના હુમલામાં 1 અને યુએઈ (UAE) ઉપરના હુમલામાં 5 ભારતીયના મોત થયા હતા. આમ, કુલ 25 ભારતીય લોકોના મૃત્યુ ઈરાન યુદ્ધમાં (Iran War) થયા છે જેમાંથી 25 જેટલા મૃત્યુ ઈરાને કરેલા હુમલામાં થયા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઈઝરાયેલ અને અમેરિકાની કેમ ઓછી જાનહાનિ થઈ?
ઈઝરાયેલની (Israel) ઓછી જાનહાની થવાનું એક કારણ ઈઝરાયેલની (Israel) વ્યુહરચના છે. ઈરાને (Iran) શરૂઆતમાં ઈઝરાયેલ પર હુમલા (Attack on Israel) કર્યા હતા જેમાં કેટલાક નાગરિકો માર્યા (Citizen Died) ગયા હતા. પરંતુ ત્યારબાદ તુરંત જ ઈઝરાયેલે (Israel) પોતાના તમામ નાગરિકોને સુરક્ષિત બંકરોમાં શિફ્ટ કરી દીધા, જેના કારણે ઈરાન તેને વધુ નુકસાન પહોંચાડી શક્યું નથી. જ્યારે અમેરિકાએ (America) અગમચેતી વાપરી હતી. અમેરિકાએ (America) યુદ્ધ શરૂ થતાં પહેલાં જ ખાડી દેશોમાંથી (Gulf Countries) પોતાના તમામ સામાન્ય નાગરિકોને પરત બોલાવી લીધા હતા. આ જંગમાં અત્યાર સુધી જે 13 અમેરિકનો માર્યા (Americans Died) ગયા છે, તે તમામ સૈન્ય કર્મચારીઓ (સૈનિકો) છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ભારત માટે આ એક મોટી રાજદ્વારી ચિંતાનો વિષય છે. જો કે, અમેરિકા (America) અને ઈરાન (Iran) બંને દેશોનું કહેવું છે કે આ ભારતીયોને નિશાન બનાવીને (ટાર્ગેટ કરીને) મારવામાં આવ્યા નથી, પરંતુ તેઓ યુદ્ધગ્રસ્ત ક્ષેત્ર (War Zone) માં હાજર હોવાને કારણે અકસ્માતે આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે.
#WATCH | Very unfortunate death of 12 Indian nationals. Several others also died of other nationalities, but we lost 12 of our nationals in the tragedy in Ras Laffan, where an explosion happened. Several other people have also been injured. I am told that some 66 people are… pic.twitter.com/QrxeYBwm5n
— DD News (@DDNewslive) June 23, 2026
