Spread the love

ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) રાજધાની લખનૌના (Lucknow) અલીગંજ વિસ્તારમાં થયેલા અત્યંત ભયાનક અને હૃદયદ્રાવક અગ્નિકાંડ બાદ શાસનથી લઈને પ્રશાસન સુધી હડકંપ મચી ગયો છે. 15 માસૂમ વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત બાદ ઊંઘમાંથી જાગેલા લખનૌ વિકાસ પ્રાધિકરણ (Lucknow Development Authority) એ મંગળવારે તે ગેરકાયદેસર ત્રણ માળની વ્યાવસાયિક (Commercial) ઇમારતને તોડી પાડવા માટે ફરીથી નોટિસ જારી કરી દીધી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ સાથે જ, એક રહેણાંક (Residential) બિલ્ડિંગને વર્ષો સુધી ગેરકાયદેસર રીતે કોમર્શિયલ સ્પેસ તરીકે ચલાવવા દેવા બદલ લખનૌ વિકાસ પ્રાધિકરણ (Lucknow Development Authority) એ પોતાના જ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને એન્જિનિયરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.

2016 માં આપ્યો હતો તોડી પાડવાનો આદેશ, બે મહિનામાં પાછો ખેંચાયો!

લખનૌ વિકાસ પ્રાધિકરણ (Lucknow Development Authority)ના ઉપાધ્યક્ષ પ્રથમેશ કુમારે જણાવ્યું કે, સોમવારે જે ઇમારતમાં આ દર્દનાક દુર્ઘટના બની, તેના નિર્માણ સંબંધી નિયમોના ઉલ્લંઘનને લઈને તેને ફરીથી તોડી પાડવાની નોટિસ અપાઈ છે. આ બિલ્ડિંગનો ઇતિહાસ ભ્રષ્ટાચાર અને વહીવટી બેદરકારીની સાક્ષી પૂરે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અધિકારીઓના જણાવ્યા મુજબ, લખનૌના (Lucknow) અલીગંજ વિસ્તારની ત્રણ માળની ઇમારતને વર્ષ 2016માં જ ગેરકાયદેસર બાંધકામને કારણે તોડી પાડવાનો અંતિમ આદેશ આપી દેવાયો હતો. પરંતુ, સિસ્ટમની સાંઠગાંઠના ખેલના કારણે બે મહિનાથી પણ ઓછા સમયમાં તે કડક આદેશને ચુપકેથી પાછો (Revoke) ખેંચી લેવામાં આવ્યો હતો. આ વહીવટી મિલીભગતનું જ પરિણામ હતું કે આ ‘ડેથ ટ્રેપ’ વર્ષો સુધી કોઈ પણ રોકટોક વગર ચાલતી રહી.

બાયોમેટ્રિક લોક અને કાચના પેકિંગે લીધો 15 માસૂમોનો જીવ

આ હૃદયદ્રાવક ઘટના સોમવારે બપોરે અલીગંજના (Aliganj) સેક્ટર-ડી (ઊષા મહેતા માર્ગ, પુરનિયા) માં સ્થિત એક બિલ્ડિંગમાં બની હતી, જ્યાં નિયમોને નેવે મૂકીને એનિમેશન સેન્ટર (animation CEnter) અને પ્રાઇવેટ લાઇબ્રેરી ચલાવવામાં આવી રહી હતી. બિલ્ડિંગના પ્રથમ માળ ઉપર પેટ શોપ (Pet Shop) ચલાવવામાં આવતી હતી જ્યાં પાલતુ પ્રાણીઓની સારવાર કરવામાં આવતી હતી. બીજા માળ ઉપર ગ્રાફિક એનિમેશન સેન્ટર ‘હેડ હોપર 3D આર્ટ સ્ટુડિયો’ હતો ઉલ્લેખનીય છે કે આ માળે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. અને ત્રીજા માળ ઉપર પ્રાઇવેટ લાઇબ્રેરી ચાલતી હતી જ્યાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

લખનૌના (Lucknow) અલીગંજ વિસ્તારની ત્રણ માળની ઇમારતમાં આગ

આગ લાગતાની સાથે જ બિલ્ડિંગની વીજળી ગુલ થઈ ગઈ હતી. આ આધુનિક ઓફિસનો મુખ્ય દરવાજો ‘થમ્બ ઇમ્પ્રેશન’ (બાયોમેટ્રિક અંગૂઠા પ્રણાલી) થી લોક-અનલોક થતો હોવાથી, પાવર કટ થતાં જ તે સિસ્ટમ જામ થઈ ગઈ અને ગેટ ઓટોમેટિક લોક થઈ ગયો. આખી બિલ્ડિંગ કાચથી પેક હતી, કોઈ ઇમરજન્સી એક્ઝિટ (ટોચનો નિકાસ દ્વાર) નહોતો અને ફાયર ફાઇટીંગ સિસ્ટમ પણ બંધ હતી. નીચે ઉતરવાનો સાંકડો રસ્તો આગની ચપેટમાં હોવાથી બાળકો બાથરૂમ અને રૂમમાં છુપાઈ ગયા, જ્યાં ઓક્સિજન ખતમ થવાને કારણે અને ઝેરી કાર્બન મોનોક્સાઇડ ગેસના લીધે 15 બાળકોના દમ ઘૂટાવાથી કરુણ મોત નીપજ્યા. આ સિવાય 9 અન્ય લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેઓ ટ્રોમા સેન્ટરમાં સારવાર હેઠળ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સીએમ યોગીના આદેશ પર એસઆઈટી (SIT) ની રચના અને ધરપકડ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના (Yogi Adityanath) કડક નિર્દેશો બાદ પોલીસે આ મામલે ત્વરિત એક્શન લીધા છે. પોલીસે સોમવારે જ આ ઘટનાના ચાર મુખ્ય જવાબદારો- રામકૃષ્ણ ઉપાધ્યાય (43), વીરેન્દ્ર પ્રસાદ શુક્લા (62), તુષાર કૃષ્ણ જયસ્વાલ (31) અને સુરેશ કુમાર સાહુની ધરપકડ કરી લીધી છે. પ્રથમ દ્રષ્ટિએ દોષિત જણાતા વીજળી વિભાગ, અગ્નિશમન (ફાયર) વિભાગ અને લખનૌ વિકાસ પ્રાધિકરણ (LDA) ના ચાર અધિકારીઓને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ (નિલંબિત) કરી દેવામાં આવ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઉત્તર પ્રદેશ સરકારે આ દુર્ઘટનાની ઊંડી તપાસ માટે બે સભ્યોની હાઇ-લેવલ એસઆઈટી (SIT) ની રચના કરી છે, જેમાં અપર મુખ્ય સચિવ (પ્રવાસન) અમૃત અભિજાત અને અપર પોલીસ મહાનિર્દેશક (ADG) લખનૌ ઝોન, પ્રવીણ તિવારી સામેલ છે. તેઓ ટૂંક સમયમાં પોતાનો અહેવાલ સરકારને સોંપશે.

આ ભયાનક અગ્નિકાંડ બાદ હવે દેશના શહેરોમાં ધમધમતા ગેરકાયદેસર કોમર્શિયલ બેઝમેન્ટ્સ, કોચિંગ સેન્ટરો અને લાઇબ્રેરીઓની સુરક્ષા તેમજ વિદ્યાર્થીઓની સલામતી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *