મહારાષ્ટ્રમાં (Maharashtra) ચોમાસાનું (Monsoon) આગમન થઈ ગયું છે. મહારાષ્ટ્રની (Maharashtra) આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ આખરે ચોમાસાની છડી પોકારતા (Monsoon) મેઘરાજાએ (Rain) ધમાકેદાર એન્ટ્રી કરી છે. સવારથી જ મુંબઈના (Mumbai) વિવિધ વિસ્તારોમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વીજળીના કડાકા-ભડાકા સાથે પ્રી-મોન્સૂન (Pre-Monsoon) વરસાદ શરૂ થઈ ગયો છે. આ અચાનક શરૂ થયેલા ધોધમાર વરસાદના (Heavy Rain) કારણે મુંબઈગરાઓને ગરમીમાંથી મોટી રાહત મળી છે.

મહારાષ્ટ્રમાં ચોમાસું (Monsoon) સંપૂર્ણપણે સક્રિય
આજે મુંબઈના (Mumbai) ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. વાતાવરણમાં ધુમ્મસ પણ જોવા મળ્યું છે. મહારાષ્ટ્રમાં (Maharashtra) ચોમાસું (Monsoon) સંપૂર્ણપણે સક્રિય રહેશે. આ વર્ષે દર વર્ષની સરખામણીમાં વરસાદ (Rain) મોડો પહોંચ્યો છે. મુંબઈમાં (Mumbai) પાણીની મોટી અછતનું (Water Scarcity) સંકટ પણ સર્જાયું હતું. જો કે હવે ચોમાસાના (Monsoon) આગમન બાદ હવામાન વિભાગે (Meteorology Department) વરસાદ અંગે મુંબઈમાં (Mumbai) મહત્વપૂર્ણ ચેતવણી આપી છે.

મુંબઈ નગરી બની હિલ સ્ટેશન
આજે સવારથી જ મુંબઈના (Mumbai) અનેક નીચાણવાળા અને હાઈવે વિસ્તારોમાં મુશળધાર વરસાદ (Heavy Rain) ખાબક્યો છે. ખાસ કરીને માટુંગાના (Matunga) સેનાપતિ બાપટ રોડ (Senapati Bapat Road) અને તેની આસપાસના વિસ્તારોમાંથી ધોધમાર વરસાદના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. પ્રી-મોન્સૂન (Pre-Monsoon) સત્રના આ પ્રથમ જોરદાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે સમગ્ર મુંબઈ (Mumbai) નગરી હિલ સ્ટેશન જેવી ભાસી રહી છે.

મુંબઈ અને મુંબઈના ઉપનગરોમાં આજે ભારે વરસાદની આગાહી
ચોમાસું આ વિસ્તારમાંથી આગળ વધી રહ્યું છે. આગામી 48 કલાકમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે. જેનાથી ચોમાસાને મુંબઈ સહિત મહારાષ્ટ્રના (Maharashtra) બાકીના ભાગોમાં આગળ વધવામાં મદદ મળી શકે છે. મુંબઈ (Mumbai) અને મુંબઈના ઉપનગરોમાં (Sub-Urban) આજે ભારે વરસાદ પડશે. આજે મુંબઈમાં (Mumbai) વરસાદ માટે યલો અલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યુ છે. મુંબઈમાં (Mumbai) સવારથી ભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે અને વાદળો એકઠા થઈ ગયા છે. કાંદિવલી (Kandivali), બોરીવલી (Borivali), મલાડ (Malad), અંધેરી (Andheri), ગોરેગાંવ (Goregaon), દહિસરમાં (Dahisar) ચોમાસું સક્રિય થયું છે.

આગામી 3 કલાકમાં મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગરોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે, તેથી નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આજે નાસિક (Nashik) માટે વરસાદ માટે યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યું છે. ગઈકાલે (22 જૂન) શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો હતો. હવે કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે.
ચોમાસાનું અગામન ગુજરાતમાં
એક તરફ મહારાષ્ટ્રમાં (Maharashtra) ચોમાસાનું (Monsoon) ધમાકેદાર આગમન થયું છે ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ ચોમાસું વધુ મજબૂત બનતું જઈ રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે 23 જૂને અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. આગામી 2 દિવસ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ ચાલુ રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી શકે છે.
#WATCH | Maharashtra | Rain lashes parts of Mumbai; visuals from Matunga Senapati Bapat Road
— ANI (@ANI) June 23, 2026
Mumbai and the surrounding areas are witnessing pre-monsoon showers with lightning and thunderstorms. pic.twitter.com/cbo3AjAtpc
