ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) અયોધ્યા (Ayodhya) ભગવાન શ્રીરામ મંદિર (Shri Ram Mandir) ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે બીજી બાજુ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 (UP Assembly Election 2027) પહેલા રાજ્યનું રાજકારણ ગરમાયું છે. સમાજવાદી પાર્ટી (SP) ના અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) હિન્દુત્વની (Hindutva) પીચ પર ઉતરી આવ્યા છે અને ભગવાન શ્રીરામ મંદિરના (Shri Ram Mandir) દાનની ચોરી થઈ હોવાનો દાવો કર્યો છે, જેના કારણે યુપીના (UP) રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. અયોધ્યાના (Ayodhya) આ કથિત દાન કૌભાંડ મુદ્દે વિપક્ષ (Opposition) એકજૂથ થઈને ભાજપને (BJP) ઘેરી રહ્યો છે, જેને જોતા લાગી રહ્યું છે કે 2027ની ચૂંટણીમાં આ સૌથી મોટો મુદ્દો બનશે.

રામ મંદિરના દાનપાત્રમાંથી રૂ. 7.5 કરોડની ચોરીનો આરોપ
સામે આવેલા અહેવાલો અને આરોપો અનુસાર, અયોધ્યા (Ayodhya) ભગવાન શ્રીરામ મંદિરના (Shri Ram Mandir) દાનપાત્રમાંથી અંદાજે સાડા સાત કરોડ રૂપિયા દાનની ચોરી થઈ ગઈ છે. સપા સુપ્રીમો (SP Supremo) અખિલેશ યાદવે (Akhilesh Yadav) આ મુદ્દે ખુલ્લેઆમ ભાજપ સરકાર (BJP Government) પર પ્રહારો શરૂ કર્યા છે. અખિલેશ યાદવે (Akhilesh Yadav) ભાજપ (BJP) પર નિશાન સાધતા કહ્યું કે: “જો દાનની ચોરી થઈ હશે તો ફરિયાદ તો થશે જ. જો પ્રશાસનના દૂરબીન અને સીસીટીવી કેમેરા (CCTV Camera) બરાબર કામ કરી રહ્યા હોત, તો ડબલ એન્જિન સરકારમાં (Double Engine Sarkar) આવી ચોરી ન થઈ હોત.”

સંતો અને ભાજપના પૂર્વ સાંસદના નિવેદનથી ખળભળાટ
શ્રીરામ મંદિરના (Shri Ram Mandir) દાનની ચોરીનો વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના (Shri Ram Janmabhoomi Trust) અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના (Mahant Nritya Gopal Das) ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે (Mahant Kamal Nayan Das) પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, “જ્યારે તપાસ કરનારા પોતે જ અપ્રમાણિક હોય તો તપાસ શું ખાખ થશે?”

બીજી તરફ, ભાજપના (BJP) જ પૂર્વ સાંસદ (Ex MP) બ્રિજભૂષણ શરણ સિંહે (Brij Bhushan Sharan Singh) આપેલા નિવેદને ભાજપની (BJP) ચિંતા વધારી દીધી છે. બ્રિજભૂષણ શરણ સિંહે (Brij Bhushan Sharan Singh) આ મુદ્દે કહ્યું કે, “જો હું અત્યારે સાચું બોલીશ તો મુશ્કેલીમાં મુકાઈ જઈશ. તે બહુ મોટા લોકો છે, સમય આવ્યે હું સત્ય જણાવીશ.” બ્રિજભૂષણ શરણ સિંહના (Brij Bhushan Sharan Singh) આ નિવેદન બાદ વિપક્ષે (Opposition) પૂછવાનું શરૂ કર્યું છે કે આખરે એ ‘મોટા લોકો’ કોણ છે જેનાથી ક્યારેય ન ડરનારા બ્રિજભૂષણ શરણ સિંહ (Brij Bhushan Sharan Singh) પણ ડરી રહ્યા છે?
#Bigupdate#BJP leader Brij Bhushan Sharan Singh reportedly says he cannot disclose details regarding alleged irregularities in donation boxes at Ram Mandir, Ayodhya, citing the involvement of “very big people”?
— The Unheard News 🇮🇳 (@FocusOnLaw) June 11, 2026
What exactly is being referred to?#Ayodhya #RamMandir #Modi #UP pic.twitter.com/MPzB2IqW2x
કોંગ્રેસે પણ સાધ્યું નિશાન, ભાજપ બેકફૂટ પર
સમાજવાદી પાર્ટીના (Samajwadi PArty) આ આરોપોમાં હવે કોંગ્રેસે (Congress) પણ સૂર પુરાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા (Congress Spokesperson) સુરેન્દ્ર રાજપૂતે (Surendra Rajput) ભાજપ (BJP) પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, “તમે ભગવાનના ચઢાવાની ચોરી વિશે વિચારી પણ કેવી રીતે શકો? તમે કયા નરકમાં જશો?”

આ સમગ્ર વિવાદમાં ભાજપ (BJP) હાલ બેકફૂટ (Backfoot) પર હોય તેમ લાગી રહ્યું છે. ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીએ (Pankaj Chaudhary) આ સવાલ પર ગુસ્સે થતાં જણાવ્યું હતું કે, “કોણ કહી રહ્યું છે કે પૈસા ગાયબ થઈ ગયા છે? આ સરકારનો વિષય નથી. અમે ક્યાં સુધી કોની કોની વાતોના જવાબ આપતા રહીશું?”
અયોધ્યા (Ayodhya) બનશે મુખ્ય મુદ્દો 2027 યુપી વિધાનસભા ચૂંટણીનો?
અયોધ્યા (Ayodhya) હંમેશાથી ભાજપનો (BJP) સૌથી મજબૂત અને મુખ્ય મુદ્દો રહ્યો છે. પરંતુ આ વખતે વિપક્ષે અયોધ્યામાં (Ayodhya) જ કથિત ચોરીનો મુદ્દો ઉઠાવીને ભાજપને (BJP) ઘેરવાની રણનીતિ અપનાવી છે. જે રીતે બંને પક્ષો આમને-સામને આવી ગયા છે, તે જોતાં સ્પષ્ટ છે કે વર્ષ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં અયોધ્યા (Ayodhya) ફરી એકવાર રાજકારણનો મુખ્ય અખાડો બનશે.
