Gyaneshwari Yadav
Spread the love

ભારતની જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) વેઇટલિફ્ટિંગમાં (Weightlifting) ભારતને વધુ એક મેડલ અપાવી દીધો. 53 કિલોગ્રામ ભારવર્ગમાં તેમણે 199 કિલોગ્રામ ભાર ઊંચકીને સિલ્વર મેડલ (Silver Medal) પર નિશાન સાધ્યું. આ વેઇટલિફ્ટિંગમાં (Weightlifting) ભારતનો ત્રીજો સિલ્વર મેડલ (Silver Medal) છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોમનવેલ્થ ગેમ્સ 2026 માં (CWG 2026) ભારતે વેઇટલિફ્ટિંગમાં (Weightlifting) પોતાનો ચોથો મેડલ પ્રાપ્ત કરી લીધો છે. 53 કિલોગ્રામ ભારવર્ગમાં ભારતની 23 વર્ષીય જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) સિલ્વર મેડલ (Silver Medal) પોતાના નામે કર્યો છે. જ્ઞાનેશ્વરીએ (Gyaneshwari Yadav) કુલ 199 (સ્નેચમાં 88 અને ક્લીન એન્ડ જર્કમાં 111 કિલોગ્રામ) વજન ઊંચક્યું હતું. ગોલ્ડ મેડલ (Gold Medal) નાઇજીરિયાના (Nigeria) ઓનેમો ડીડીએ (Onome Didih) જીત્યો. તેમણે કોમનવેલ્થ ગેમ્સ 2026 નો (CWG) નવો રેકોર્ડ સેટ કર્યો. ડીડીએ (Didih) કુલ 2006 કિલોગ્રામ (સ્નેચમાં 93 અને ક્લીન એન્ડ જર્કમાં 113 કિલોગ્રામ) વજન ઊંચક્યું. બ્રોન્ઝ મેડલ (Bronze Medla) કેનેડાની (Canada) રેબીકા ગ્રોલ્સે (Rebeka Groulx) જીત્યો. તેમણે સ્નેચમાં 93 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 95 કિલોગ્રામ સહિત કુલ 178 કિલોગ્રામ વજન ઊંચક્યું હતું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જ્ઞાનેશ્વરી યાદવના (Gyaneshwari Yadav) તમામ 6 પ્રયાસ રહ્યા સફળ

જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) પહેલા જ પ્રયાસમાં 82 કિલોગ્રામ વજન સફળતાપૂર્વક ઊંચક્યું હતું. તેમણે પોતાનો બીજો પ્રયાસ 85 કિલોગ્રામનો લીધો અને તેને સફળતાપૂર્વક પૂરો કર્યો. તેમણે ત્રીજા પ્રયાસમાં 88 કિલોગ્રામ વજન ઊંચક્યું હતું. ક્લીન એન્ડ જર્કના પહેલા પ્રયાસમાં તેમણે 103 કિલોગ્રામ વજન ઊંચકીને સિલ્વર મેડલ (Silver Medal) પાકો કરી લીધો. તેમણે પોતાના બીજા પ્રયાસમાં 107 કિલોગ્રામ વજન ઊંચક્યું હતું. તેમણે પોતાના ત્રીજા પ્રયાસમાં 111 કિલોગ્રામ વજન ઊંચકીને સિલ્વર મેડલ (Silver Medal) પર મહોર લગાવી દીધી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વેઇટલિફ્ટિંગમાં ભારતનો આ ચોથો મેડલ

જ્ઞાનેશ્વરી દેવીના (Gyaneshwari Yadav) આ મેડલની સાથે જ વેઇટલિફ્ટિંગમાં (Weighlifting) ભારતે 4 મેડલ જીતી લીધા છે, જેમાં એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ સામેલ છે. આ સિવાય પાવરલિફ્ટિંગમાં (Powerlifting) એક બ્રોન્ઝ મેડલ (Bronze Medal) ભારતના નામે છે. ભારતને આ વખતે વેઇટલિફ્ટિંગમાં પહેલો મેડલ ઝંડૂ કુમારે (Jhandu Kumar) પેરા પાવરલિફ્ટિંગમાં (Powerlifting) અપાવ્યો હતો જ્યારે તેમણે બ્રોન્ઝ મેડલ (Bronze Medal) જીત્યો હતો. ત્યાર પછી ઋષિકાંત સિંહે (Rishikanta Singh) સિલ્વર મેડલ (Silver Medal) જીત્યો હતો. ભારતને પહેલો ગોલ્ડ મેડલ (Gold MEdal) મીરાબાઈ ચાનુએ (Mirabai Chanu) અપાવ્યો. ત્યાર પછી રાજા મુથુપંડીએ (Raja Muthupandi) સિલ્વર મેડલ (Silver Medal) અપાવ્યો.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *