કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકેએ (Abhijeet Dipke) જાહેરાત કરી છે કે તેઓ છઠ્ઠી જૂને અમેરિકાથી (America) ભારત (India) આવશે અને પરીક્ષા સંબંધિત ગેરરીતિઓના વિરોધમાં દિલ્હીમાં (Delhi) શાંતિપૂર્ણ પ્રદર્શન (Protest) કરશે. તેમણે દેશના યુવાનોને (Youth) પણ આ પ્રદર્શનમાં (Protest) જોડાવા માટે અપીલ કરી છે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંતની ટિપ્પણી બાદ રચાયેલી કોકરોચ જનતા પાર્ટી (CJP)
ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતની (Suryakant) ટિપ્પણી બાદ 16 મેના રોજ રચાયેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. સોશ્યલ મીડિયા (Social Media) પર પણ તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે. કોકરોચ જનતા પાર્ટીના (CJP) સ્થાપક અભિજીત દીપકે (Abhijeet Dipke) હાલમાં અમેરિકાની (America) બૉસ્ટન યુનિવર્સિટીમાં (Boston University) અભ્યાસ કરે છે.
અભિજીત દીપકેએ કરી જાહેરાત
અભિજીતે (Abhijeet Dipke) સોશ્યલ મીડિયા (Social Media) પર શેર કરેલા એક વિડિયોમાં (Video) જણાવ્યું છે કે તેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી (Education Minister) ધર્મેન્દ્ર પ્રધાનના (Dharmendra Pradhan) રાજીનામાની માંગ કરવા ભારત પરત ફરી રહ્યા છે. તેમણે દેશના યુવાનોને (Youth) અપીલ કરી કે તેઓ મોટી સંખ્યામાં દિલ્હીના (Delhi) જંતર-મંતર (Jantar Mantar) ખાતે યોજાનારા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં (Protest) જોડાય અને સરકાર પાસેથી જવાબદારી માંગવાના પોતાના અધિકારનો પ્રયોગ કરે.

તેમણે જણાવ્યું કે પરીક્ષા સંબંધિત ગડબડીઓ અને વિવાદોને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા વ્યાપી છે. આ મુદ્દે જવાબદારી નક્કી થાય તે માટે તેઓ શિક્ષણ મંત્રીના (Education Minister) રાજીનામાની માંગ સાથે આંદોલન શરૂ કરશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ
વિડિયોમાં (Video) અભિજીતે (Abhijeet Dipke) કહ્યું: “હવે સમય આવી ગયો છે કે આપણે સૌ ભારતના બંધારણના (Constitution Of India) માર્ગે ચાલીને એકજૂટ થઈએ અને શાંતિપૂર્ણ રીતે ધર્મેન્દ્ર પ્રધાનના (Dharmendra PRadhan) રાજીનામાની માંગ કરીએ. જો આપણે સૌ મળીને અવાજ ઉઠાવીશું, તો સરકારને અમારી વાત સાંભળવી જ પડશે.”

અભિજીત દીપકે (Abhijeet Dipke) જણાવ્યું કે તેઓ 6 જૂને સવારે દિલ્હી (Delhi) પહોંચશે. તેમણે કોકરોચ જનતા પાર્ટીના (CJP) સમર્થકોને એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા આવવા વિનંતી કરી છે. ત્યારબાદ તેઓ સૌ સાથે મળી સંસદ માર્ગ પોલીસ સ્ટેશન જઈ જંતર-મંતર (Jantar Mantar) ખાતે શાંતિપૂર્ણ પ્રદર્શન માટે મંજૂરી માંગશે.

કોકરોચ જનતા પાર્ટીની (Cockroach Janta Party) શરૂઆત સોશિયલ મીડિયા પર એક ડિજિટલ અભિયાન તરીકે થઈ હતી. થોડા જ સમયમાં તેના લાખો અનુયાયીઓ બની ગયા છે અને અનેક જાણીતી જાહેર હસ્તીઓએ પણ તેને સમર્થન આપ્યું હોવાનું કહેવાય છે. કોકરોચ જનતા પાર્ટીના (Cockroach Janta Party) ઇન્સ્ટાગ્રામ (Instagram) હેન્ડલના ફોલોઅર્સની (Followers) સંખ્યા ઝડપથી વધી રહી છે, જેના કારણે તે સોશ્યલ મીડિયા (Social Media) પર ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.
Important announcement:
— Cockroach is Back (@Cockroachisback) June 1, 2026
CJP Founder @abhijeet_dipke will return to India on June 6 for a peaceful protest at Jantar Mantar, Delhi, demanding the resignation of the Education Minister. pic.twitter.com/x9M1v38Pwu
