Bengal
Spread the love

પશ્ચિમ બંગાળ સરકારે (Government of West Bengal) ગેરકાયદે ઘુસણખોરો (Illegal Infiltrators), ખાસ કરીને બાંગ્લાદેશી (Bangladeshi) અને રોહિંગ્યા (Rohingya) નાગરિકોની ઓળખ કરી તેમને પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે રાજ્યના દરેક જિલ્લામાં ‘હોલ્ડિંગ સેન્ટર’ (Holding Center) બનાવવામાં આવશે, જ્યાં શંકાસ્પદ લોકોને 30 દિવસ સુધી રાખી શકાશે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના (Suvendu Sarkar) નિર્દેશ પર કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરતાં આ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ આપ્યું હતું વચન

વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે (BJP) પશ્ચિમ બંગાળમાંથી (West Bengal) ગેરકાયદે ઘુસણખોરોને (Illegal Infiltrators) બહાર કાઢવાનો વાયદો કર્યો હતો. હવે રાજ્ય સરકારે આ દિશામાં પગલાં લેવાની શરૂઆત કરી છે. રાજ્ય સરકારના આદેશ મુજબ, જે વ્યક્તિની ઓળખ ગેરકાયદે ઘુસણખોર (Illegal Infiltrators) તરીકે થશે તેને સીધા હોલ્ડિંગ સેન્ટરમાં (Holding Center) મોકલવામાં આવશે.

પશ્ચિમ બંગાળમાં (West Bengal) ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી (Home Minister) અમિત શાહે (Amit Shah) વારંવાર કહ્યું હતું કે ગેરકાયદે ઘુસણખોરોને (Illegal Infiltrators) બાંગ્લાદેશ(Bangladesh) પરત મોકલવામાં આવશે. મુખ્યમંત્રી (Chief Minister) શુભેન્દુ અધિકારીએ (Suvendu Adhikari) પણ જણાવ્યું હતું કે હવે રાજ્યમાં કેન્દ્રનો કાયદો કડક રીતે અમલમાં મુકવામાં આવશે અને ગેરકાયદે રીતે રહેનારાઓને સીધા BSFને સોંપવામાં આવશે.

પ્રત્યેક જીલ્લામાં બનશે હોલ્ડિંગ સેન્ટર

પશ્ચિમ બંગાળ (West Bengal) રાજ્ય સચિવાલય ‘નબન્ના’ (Nabanna) દ્વારા દરેક જિલ્લામાં હોલ્ડિંગ સેન્ટર (Holding Center) બનાવવા માટેના આદેશો આપવામાં આવ્યા છે. આ સેન્ટરોમાં બાંગ્લાદેશી (Bangladeshi) અથવા રોહિંગ્યા (Rohingya) હોવાની શંકા હેઠળ ઝડપાયેલા લોકોને રાખવામાં આવશે. અગાઉથી જેલમાં રહેલા અને દેશ બહાર મોકલવાની પ્રક્રિયામાં રહેલા લોકો માટે પણ આ સેન્ટરોનો ઉપયોગ થઈ શકશે.

કેન્દ્ર સરકારે અગાઉથી જ ગેરકાયદે ઘુસણખોરોની (Illegal Infiltrators) ઓળખ કરી તેમને પરત મોકલવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. મુખ્યમંત્રીએ તાજેતરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અગાઉની સરકારે કેન્દ્રના આદેશોનું પાલન કર્યું નહોતું, પરંતુ હવે રાજ્યમાં સંબંધિત કાયદાનો અમલ કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે જે લોકો CAA (નાગરિકતા સુધાર કાયદો) હેઠળ આવતાં નથી તેમની ઓળખ કરી તરત જ કાર્યવાહી કરવામાં આવશે. આવા લોકોને BSFને સોંપવામાં આવશે અને ત્યારબાદ તેમને તેમના મૂળ દેશમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરાશે.

નબન્ના (Nabanna) દ્વારા રાજ્ય પોલીસના ડિરેક્ટર જનરલ, તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ સુપરિન્ટેન્ડન્ટ તેમજ કોલકાતા (Kolkata) સહિત તમામ પોલીસ કમિશ્નરેટને આદેશ મોકલવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે 2 મે, 2025ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના (HMO) ફોરેનર્સ ડિવિઝને રોહિંગ્યા (Rohingya) અને બાંગ્લાદેશી (Bangladeshi) ઘુસણખોરોને લઈને આઠ પાનાની માર્ગદર્શિકા જાહેર કરી હતી. તેમાં હોલ્ડિંગ સેન્ટર (Holding Center) બનાવવાની જોગવાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

બાંગ્લાદેશી ઘુસણખોરો સામે બંગાળ સરકાર સખત

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર, જો કાયદો અમલ કરનાર એજન્સીઓને કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક (Indian Citizen) ન હોવાનો શંકા થાય તો તેને અટકાયત કરી હોલ્ડિંગ સેન્ટરમાં (Holding Center) 30 દિવસ સુધી રાખી શકાય છે. આ સમયગાળા દરમિયાન તેના દસ્તાવેજોની તપાસ કરીને નાગરિકતાની ચકાસણી કરવામાં આવશે. અંતિમ નિર્ણય જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અથવા જિલ્લા કલેક્ટર સ્તરના અધિકારી દ્વારા લેવામાં આવશે.

પશ્ચિમ બંગાળ સરકારે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે “ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ” નીતિ અપનાવી

પશ્ચિમ બંગાળ સરકારે (Government of West Bengal) ગેરકાયદે ઘુસણખોર (Illegal Infiltrators) સામે “ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ” (Detect, Delete and Deport) નીતિ અપનાવી છે. કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ દરેક રાજ્યમાં વિશેષ ટાસ્ક ફોર્સ (STF) બનાવવાની પણ ભલામણ કરવામાં આવી છે, જે ગેરકાયદે ઘુસણખોરની (Illegal Infiltrators) ઓળખ કરી તેમને પરત મોકલવાની કાર્યવાહી કરશે.

હોલ્ડિંગ સેન્ટરમાં (Holding Center) રાખવામાં આવેલા લોકોની બાયોમેટ્રિક માહિતી એકત્રિત કરી સેન્ટ્રલ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ તેમને બોર્ડર ગાર્ડ ફોર્સને (BGF) સોંપવામાં આવશે અને ભારતમાં ‘બ્લેકલિસ્ટ’ કરવામાં આવશે. માર્ગદર્શિકામાં એ પણ જણાવાયું છે કે ઇમરજન્સી સ્થિતિમાં બોર્ડર ગાર્ડ અથવા કોસ્ટ ગાર્ડ તપાસ પૂર્ણ થયા બાદ આવા ઇમિગ્રન્ટ્સને સીધા જ તેમના દેશની સરહદ બહાર મોકલી શકે છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *