અમેરિકાના (America) વ્હાઇટ હાઉસ (White House) નજીક શનિવારે (23 મે) સાંજે ગોળીબારની ઘટનાથી હાહાકાર મચી ગયો હતો. હુમલાખોરે સુરક્ષા ચેકપોઈન્ટ પાસે પહોંચીને સુરક્ષા કર્મચારીઓ પર અંધાધૂંધ ફાયરિંગ (Firing) શરૂ કરી દીધું હતું. અમેરિકન સિક્રેટ સર્વિસે (American Secret Service) તરત જ જવાબી કાર્યવાહી કરીને હુમલાખોરને ઠાર કર્યો હતો.

પ્રારંભિક તપાસ મુજબ ઘટના સાંજે લગભગ 6 વાગ્યે (ઈસ્ટર્ન સમય મુજબ) 17મી સ્ટ્રીટ (17th Street), પેન્સિલ્વેનિયા એવન્યુ (Pennsylvania Avenue) વિસ્તારમાં બની હતી. આરોપીએ પોતાના બેગમાંથી હથિયાર કાઢીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. મીડિયા અહેવાલો અનુસાર ઘટનાસ્થળે અંદાજે 20થી 30 રાઉન્ડ ફાયર થયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી.

સિક્રેટ સર્વિસે જણાવ્યું કે અધિકારીઓએ તરત જ કાર્યવાહી કરીને હુમલાખોરને ગોળી ધરબી દીધી હતી. હુમલાખોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો બાદમાં હોસ્પિટલ (Hospital) ખસેડાતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનામાં એક રાહદારીએ પણ ઈજા પહોંચી છે, જોકે તેને હુમલાખોરની ગોળીથી ઇજા થઈ કે જવાબી ફાયરિંગમાં, તે હજી સ્પષ્ટ થયું નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં (White House) હાજર હતા
ઘટના સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ (American President) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વ્હાઇટ હાઉસની (White House) અંદર હાજર હતા, પરંતુ તેમને કોઈ નુકસાન થયું નથી. સિક્રેટ સર્વિસના (Secret Service) કોઈ અધિકારીને પણ ઇજા પહોંચી નહોતી.

FBIના ડિરેક્ટર કાશ પટેલે (Kash Patel) સોશ્યલ મીડિયા (Social Media) પર જણાવ્યું કે એજન્સી ઘટનાની તપાસમાં સિક્રેટ સર્વિસને (Secret Service) મદદ કરી રહી છે અને તપાસ આગળ વધતા વધુ માહિતી જાહેર કરવામાં આવશે.
આ વિસ્તાર અગાઉ પણ સુરક્ષા ઘટનાઓને લઈને ચર્ચામાં રહ્યો છે. તાજેતરમાં જ વ્હાઇટ હાઉસ (White House) નજીક બીજી ગોળીબારની ઘટના બની હતી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ફરી સવાલો ઊભા થયા છે.
Preliminary statement regarding the shooting incident on 17th Street and Pennsylvania Avenue. pic.twitter.com/VK6WWAfH3e
— U.S. Secret Service (@SecretService) May 24, 2026
