Petrol
Spread the love

પેટ્રોલ (Petrol) અને ડીઝલના (Diesel) ભાવ 10 દિવસની અંદર જ આસમાને પહોંચી ગયા છે. દેશમાં સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે જેણે આમ આદમીનું બજેટ (Budget) ખોરવી નાખ્યું છે. માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં ચોથી વખત ભાવવધારો (Price Hike) ઝીંકાતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની આશંકા વચ્ચે આ નવો વધારો રોજિંદી ચીજવસ્તુઓના ભાવ પણ વધી શકે છે.

અબ કી બાર પેટ્રોલ (Petrol) 100 કે પાર

છેલ્લા કેટલાક દિવસોથી શાંત રહેલા ઇંધણના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. 15 મેથી 25 મે દરમિયાન કંપનીઓ દ્વારા ચોથી વખત ભાવ વધારો (Price Hike) ઝીંકવામાં આવ્યો છે. આ 10 દિવસની અંદર જ પેટ્રોલ (Petrol) અને ડીઝલના (Diesel) ભાવ આસમાને પહોંચી ગયા છે. તાજા નિર્ણય અનુસાર, પેટ્રોલના ભાવમાં (Petrol Price) પ્રતિ લિટર રૂ. 2.61 અને ડીઝલના ભાવમાં (Diesel Price) પ્રતિ લિટર રૂ. 2.71 નો ધરખમ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આજના આ મોટા વધારા બાદ બજારમાં ઇંધણના નવા દરો લાગુ થઈ ગયા છે.

આજના વધારા બાદ પેટ્રોલ (Petrol) અને ડીઝલની (Diesel) કિંમતો સદીની આસપાસ અને તેને પાર પહોંચી ગઈ છે. સામાન્ય વાહનચાલકો માટે હવે આ નવો આંકડો ચિંતાજનક સાબિત થઈ રહ્યો છે. આજે કરાયેલા ફેરફાર બાદ હવે બજારમાં પેટ્રોલનો (Petrol) નવો ભાવ રૂ. 101.66 પ્રતિ લિટર થઈ ગયો છે. આ સાથે જ ડીઝલનો (Diesel) નવો ભાવ પણ સદીની નજીક એટલે કે રૂ. 97.78 પ્રતિ લિટર પર પહોંચી ગયો છે.

મે મહિનામાં ક્યારે કેટલો વધારો થયો?

છેલ્લા 10 દિવસમાં સતત ઝીંકાયેલા ભાવવધારાની (Price Hike) સફર પર નજર કરીએ તો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર તરફ ગયો છે. આ સિલસિલો 15 મેના રોજ શરૂ થયો હતો જ્યારે પેટ્રોલ (Petrol) અને ડીઝલમાં (Diesel) સીધો રૂપિયા 3 નો મોટો વધારો કરાયો હતો. ત્યારપછી 19 મેના રોજ ફરી પ્રતિ લિટરમાં 90 પૈસા વધારી દેવામાં આવ્યા હતા. આ આંચકો હજુ સરખો થાય તે પહેલા જ 23 મેના રોજ પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસા નો વધારો ઝીંકી દેવાયો હતો, અને આજે 25 મેના રોજ ફરી મોટો ભાવવધારો કરવામાં આવ્યો છે.

મોંઘવારીનો ડામ લાગશે

પેટ્રોલ અને ડીઝલના ભાવ સીધી કે આડકતરી રીતે દરેક નાગરિકના ખિસ્સાને અસર કરે છે. ખાસ કરીને ડીઝલના ભાવ વધવાને કારણે માલસામાનની હેરફેર કરતા ટ્રાન્સપોર્ટ વાહનોનું ભાડું વધી જશે. જેના લીધે આગામી દિવસોમાં શાકભાજી (Vegetable), દૂધ (Milk), કરિયાણું (Kirana) અને અન્ય જીવનજરૂરી વસ્તુઓ પણ મોંઘી થવાની પૂરેપૂરી સંભાવના છે. મધ્યમ અને ગરીબ વર્ગ માટે હવે રોજિંદું જીવન ચલાવવું વધુ એક વખત મોંઘો સોદો સાબિત થઈ રહ્યો છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *