લોકસભાના (Lok Sabha) વિપક્ષના નેતા (LoP) રાહુલ ગાંધીએ (Rahul Gandhi) શનિવારે દિલ્હીમાં (Delhi) કોંગ્રેસ મુખ્યાલય (Congress Headquarter), ઈન્દિરા ભવન (Indira Bhavan) ખાતે લઘુમતી સલાહકાર સમિતિની (Minority Advisory Committee) બેઠકમાં જણાવ્યું હતું કે આવનારા એક વર્ષમાં પીએમ મોદીની (PM Modi) વિદાય નિશ્ચિત છે. બેઠકમાં કેટલાક નેતાઓએ સૂચવ્યું હતું કે ભાજપના (BJP) હિન્દુ-મુસ્લિમ રાજકારણનો સામનો કરવા માટે આર્થિક રાજકારણ આવશ્યક રહેશે.

દિલ્હીમાં (Delhi) કોંગ્રેસ મુખ્યાલય (Congress Headquarter), ઈન્દિરા ભવન (Indira Bhavan) ખાતે યોજાયેલી લઘુમતી સલાહકાર સમિતિની બેઠકમાં, (Minority Advisory Committee) લોકસભાના (Lok Sabha) વિપક્ષના નેતા (LoP) રાહુલ ગાંધીએ (Rahul Gandhi) અનેક મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યું કે એક વર્ષમાં પીએમ મોદીની (PM Modi) વિદાય નિશ્ચિત છે. આનું કારણ આંતરરાષ્ટ્રીય આર્થિક પરિસ્થિતિ (International Economical Situation) પર વધતો જતો અસંતોષ હશે. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યું કે આજ સુધીની તેમની આગાહીઓ સાચી સાબિત થઈ છે, અને આ વખતે પણ તેમની આગાહીઓ સાચી પડશે.

આ બેઠકમાં કોંગ્રેસના (Congress) કેટલાક નેતાઓએ “મુસ્લિમ” (Muslim) ને બદલે “લઘુમતી” (Minority) શબ્દનો ઉપયોગ કરવાની વિનંતી કરતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) અસંમતિ વ્યક્ત કરતા કહ્યું, “શા માટે ડરવાનું? આપણે અન્યાયનો સામનો કરી રહેલા કોઈપણ સમુદાય સાથે ખુલ્લેઆમ ઊભા રહેવું જોઈએ. કોંગ્રેસ (Congress) અન્યાયનો સામનો કરી રહેલા કોઈપણ સમુદાય સાથે પછી ભલે તે હિન્દુ (Hindu) હોય, દલિત (Dalit) હોય, ઉચ્ચ જાતિ (Savran) હોય, મુસ્લિમ (Muslim) હોય, શીખ (Sikh) હોય, ખ્રિસ્તી (Christian) હોય, બૌદ્ધ (Bauddh) હોય કે જૈન (Jain) હોય ખુલ્લેઆમ ઊભી રહેશે. આ અંગે ડરવાની કોઈ જરૂર નથી.”
બેઠક દરમિયાન કેટલાક નેતાઓએ સૂચન કર્યું કે ભાજપના (BJP) હિન્દુ-મુસ્લિમ રાજકારણનો સામનો કરવા માટે આર્થિક મુદ્દાઓ પર આધારિત રાજકારણ કરવું જરૂરી છે. કોંગ્રેસે (Congress) અગાઉ ભાજપ (BJP) અને આરએસએસનો (RSS) સામનો કરવા માટે આ રણનીતિનો ઉપયોગ કર્યો છે. રાહુલ આ સાથે સંમત થયા.

કેટલાક નેતાઓએ રાહુલ ગાંધીને (Rahul Gandhi) કરી ફરિયાદ
કેટલાક નેતાઓએ રાહુલ ગાંધીને (Rahul Gandhi) ફરિયાદના સ્વરમાં કહ્યું કે, “તમે લઘુમતી (Minority) મુદ્દાઓ ઉઠાવો છો, પરંતુ અન્ય અગ્રણી નેતાઓ તેમને ટાળે છે. તેથી, અન્ય નેતાઓએ પણ રાહુલ ગાંધીના (Rahul Gandhi) ઉદાહરણને અનુસરવાનું કહેવું જોઈએ.”
બે કલાકથી વધુ ચાલેલી આ બેઠકમાં કોંગ્રેસના (Congress) લઘુમતી બાબતોના વિભાગના (Minority Department) અધ્યક્ષ ઈમરાન પ્રતાપગઢીએ (Imran Pratapgarhi) માત્ર મુસ્લિમોને (Muslim) જ નહીં, પણ શીખો (Sikh) (ગુરદીપ સપ્પલ), ખ્રિસ્તીઓ (Christian) (હિબી એડન), બૌદ્ધો (Bauddh) (રાજેન્દ્ર પાલ ગૌતમ) અને જૈનોને (Jain) પણ આમંત્રણ આપ્યું હતું. બેઠક દરમિયાન એક રસપ્રદ ઘટના બની. જ્યારે જૈન (Jain) ધર્મને માનતા વરિષ્ઠ વકીલ અને સાંસદ અભિષેક મનુ સિંઘવીનો (Abhishek Manu Singhvi) પરિચય કરાવવામાં આવ્યો, ત્યારે રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ ચોંકી ગયા હતા.

લઘુમતી બાબતોના વિભાગના (Minority Department) અધ્યક્ષ ઈમરાન પ્રતાપગઢીએ (Imran Pratapgarhi) ઇન્સ્ટાગ્રામ (Instagram) પર આ બેઠક વિશે પોસ્ટ કરતા લખ્યું, “વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે લઘુમતી સલાહકાર પરિષદના સભ્યોએ ખુલ્લા દિલથી લંબાણપૂર્વક ચર્ચા કરી. ભાજપના (BJP) નફરતના એજન્ડાની વિરુદ્ધ, રાહુલ ગાંધીનું પ્રેમનું રાજકારણ દરેક વર્ગ અને સમુદાય માટે સમાન સ્થાન પૂરું પાડે છે. રાહુલ ગાંધી, કોઈપણ સમય મર્યાદા વિના, લઘુમતી સમુદાયના નેતાઓને લાંબા સમય સુધી સાંભળવા અને સમજવા બદલ આભાર.”
खुले दिल और खुले विचारों के साथ नेता प्रतिपक्ष @RahulGandhi जी के साथ माइनॉरिटी एडवाइज़री काउंसिल के सदस्यों की लम्बी बातचीत।
— Imran Pratapgarhi (@ShayarImran) May 23, 2026
भाजपा के नफ़रत के एजेंडे के ख़िलाफ़ राहुल गॉंधी की मुहब्बत की राजनीति में हर वर्ग एवं हर समाज के लिये बराबर का मक़ाम।
शुक्रिया राहुल गॉंधी जी बिना समय की… pic.twitter.com/ruEp9C6IhQ
