Bhim Army
Spread the love

ભીમ આર્મી (Bhim Army) ચીફ અને સાંસદ (MP) ચંદ્રશેખર રાવણ (Chandrashekhar Ravan) ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. આ વખતે તેમના પર સ્કોટલેન્ડમાં (Scotland) અભ્યાસ કરતી પીએચડી સ્કોલર ડૉ. રોહિણી ઘાવરીએ (Dr. Rohini Ghavari) સોશિયલ મીડિયા (Social Media) પર તેમના પર આકરા પ્રહારો કરીને નિશાન સાધ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

ડૉ. રોહિણીએ ભીમ આર્મી ચીફ (Bhim Army Chief) ચંદ્રશેખરને (Chandrashekhar) “નકલી નેતા” ગણાવીને કહ્યું કે હવે ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. એક સોશિયલ મીડિયા (Social Media) પોસ્ટમાં, તેમણે ખુલાસો કર્યો કે ભલે તે એઆઈ (AI) હોય કે ફેક જે કોઈ પણ તેની પ્રમાણિકતા સાબિત કરશે તેને ₹1 કરોડનું ઈનામ આપવામાં આવશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ડૉ. રોહિણી ઘાવરીએ (DR. Rohini Ghavari) ભીમ આર્મી ચીફ (Bhim Army Chief) ચંદ્રશેખર (Chandrashekhar) સાથેની એક વાતચીતનું ઓડીયો રેકોર્ડિંગ (Audio Recording) શેર કરતા પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “સંઘર્ષનું ઉદાહરણ, બહનજી (Bahanji) પ્રત્યે ચંદ્રશેખરના (Chandrashekhar) ગંદા વિચાર, બહુજન ચળવળને (Bahujan Activity) ખતમ કરવાનું કાવતરું!! ચંદ્રશેખરે (Chandrashekhar) કહ્યું કે, બહેનજી (Bahanji) કાંશીરામ (Kanshiram) સાહેબને બ્લેકમેલ કરતા હતા અને ધમકી આપતા હતા કે જો તે તેમને મુખ્યમંત્રી (Chief Minister) બનાવવામાં નહી આવે તો તે સમાજને કહેશે કે કાંશીરામ (Kanshiram) સાહેબે તેમના પર બળાત્કાર કર્યો હતો.આકાશ આનંદના (Akash Anand) પિતાએ કાંશીરામ (Kanshiram) સાહેબના માથા પર બંદૂક રાખી!! જો ચંદ્રશેખરને (Chandrashekhar) ઉત્તરાધિકારી બનાવવામાં આવે તો હું આઝાદ સમાજ પાર્ટીનું (Azad Samaj Party) વિલીનીકરણ કરીશ!!”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

ડૉ. રોહિણી ઘાવરીએ (Dr. Rohini Ghavari) તેમની પોસ્ટમાં આગળ લખ્યું કે, “સોનુ આંબેડકરનું (Sonu Ambedkar) પુસ્તક ‘કાંશીરામ સાહબ કી હત્યારિન’ જાટવ સમુદાયના (Jatav Community) યુવાનોને આપીને ચંદ્રશેખર (Chandrashekhar) બહેનજી (Bahanji) વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યો છે. આ આખો ઓડિયો (Audio) બહુજન ચળવળ (Bahujan Activity) પ્રત્યે મારી શ્રદ્ધા, પ્રામાણિકતા અને વફાદારી તથા બહેનજીને (Bahanji) બદનામ કરવાના ચંદ્રશેખરના (Chandrashekhar) કાવતરા દર્શાવે છે. આ સંપૂર્ણ સત્ય સમાજને જણાવવું જોઈએ કે નવી પેઢીના મનમાં તેમના મહાપુરુષો વિરુદ્ધ ઝેર કેમ ભરવામાં આવી રહ્યું છે, આ ષડયંત્ર કેમ રચાઈ રહ્યું છે?

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પોતે જાહેર કરેલી ભીમ આર્મી ચીફ (Bhim Army Chief) ચંદ્રશેખરની (Chandrashekhar) ઑડીયો ટેપની (Audio Tape) વાતચીતને ખોટી જાહેર કરનારાને એક કરોડ રુપિયાનું ઈનામ જાહેર કરતા ડૉ. રોહિણીએ (Dr. Rohini) લખ્યું કે, “નોંધ – એઆઈ (AI) સાબિત કરનારાને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે!! આની સત્યતાની ચકાસણી કરીને ખાતરી કરો કે આખો ઓડિયો ઓરિજિનલ છે!!” આ ઉપરાંત ડૉ. રોહિણીએ (Dr. Rohini) પોતે ફેસબૂક (Facebook) ઉપર લાઈવ આવીને ખુલાસા કરશે એવું પણ કહ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોણ છે ડૉ. રોહિણી ઘાવરી અને તેમના ભીમ આર્મી ચીફ (Bhim Army Chief) ચંદ્રશેખર ઉપરના આરોપો

ડૉ. રોહિણી ઘાવરી (Dr, Rohini Ghavari) ઈન્દોરની (Indore) બીમા હોસ્પિટલના (Bima Hospital) સફાઈ કામદારની પુત્રી છે. રોહિણી ઘાવરીના (Dr, Rohini Ghavari) જણાવ્યા અનુસાર, તે દલિત ચળવળ (Dalit Activism) દરમિયાન ભીમ આર્મી ચીફ (Bhim Army Chief) ચંદ્રશેખરના (Chandrashekhar) સંપર્કમાં આવી હતી. ચંદ્રશેખરે (Chandrashekhar) પોતે અપરિણીત હોવાનો દાવો કર્યો હતો અને લગ્ન કરશે એમ કહીને તેનું જાતીય શોષણ કર્યું હતું. બાદમાં, રોહિણી (Rohini) પીએચડી (Ph.D.) માટે સ્વિટ્ઝર્લૅન્ડ (Switzerland) ગઈ અને ભીમ આર્મી ચીફ (Bhim Army Chief) ચંદ્રશેખર (Chandrashekhar) નગીના (Nagina) લોકસભા (Lok Sabha) બેઠક પરથી સાંસદ બન્યા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

રોહિણી ઘાવરીનો (Rohini Ghavari) આરોપ છે કે સ્વિટ્ઝર્લૅન્ડથી (Switzerland) પરત આવતી ત્યારે ભીમ આર્મી ચીફ (Bhim Army Chief) ચંદ્રશેખર (Chandrashekhar) તેને એરપોર્ટ (Airport) પર લેવા આવતો હતો અને બંને દિલ્હી (Delhi) સ્થિત તેના ઘરે સમય વિતાવતા હતા. પરંતુ સાંસદ (MP) બન્યા પછી, ચંદ્રશેખરે (Chandrashekhar) ધીમે ધીમે તેનાથી પોતાને દૂર કરવાનું શરુ કર્યું, અને તેમના સંબંધો બગડવા લાગ્યા. ચંદ્રશેખરે (Chandrashekhar) કહ્યું છે કે તે કોર્ટમાં (Court) કેસનો પોતાનો પક્ષ રજૂ કરશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ડૉ. રોહિણીએ (Dr. Rohini) ભીમ આર્મી ચીફ (Bhim Army Chief) ચંદ્રશેખર (Chandrashekhar) પર 3 મહિના પહેલા જાતીય સતામણીના ગંભીર આરોપો લગાવ્યા હતા. આ આરોપોના સંદરભમાં ડૉ. રોહિણી ઘાવરી (Dr. Rohini Ghavari) દ્વારા રાષ્ટ્રીય મહિલા આયોગમાં (National Women Commission) ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, અને કાનૂની લડાઈ શરૂ થઈ ગઈ છે. ડૉ. રોહિણી ઘાવરીએ (Dr. Rohini Ghavari) કહ્યું: “સત્ય બહાર આવશે, હું મારા આત્મસન્માન અને ગૌરવ માટે લડીશ.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ડૉ. રોહિણી ઘાવરીએ ભાજપ ઉપર લગાવ્યા આરોપ

ડૉ. રોહિણી ઘાવરીએ (Dr. Rohini Ghavari) ભીમ આર્મી ચીફ (Bhim Army Chief) ચંદ્રશેખર (Chandrashekhar) વિરુદ્ધ કોઈ પગલા ન લેવાતા 13 ઑક્ટોબરના (October) રોજ સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (X) ઉપર વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહને (Amit Shah) ટેગ કરીને એક પોસ્ટ લખતા ભાજપ (BJP) ઉપર આરોપ લગાવ્યા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

પોતાની પોસ્ટમાં ડૉ. રોહિણીએ (Dr. Rohini) લખ્યું કે, આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi), અમિત શાહ (Amit Shah) 5 મહિના થઈ ગયા તમારા શાસનમાં એક દલિત છોકરી (Dalit Girl) FIR પણ નોંધાવી શકી નથી! શું આને તમારી સરકાર અને દેશના કાયદો અને વ્યવસ્થાની (Law and Order) નિષ્ફળતા ગણવી જોઈએ? શું એક સ્વાભિમાની મહિલા માટે પોતાના દેશમાં લડવું એટલું મુશ્કેલ છે? “જ્યારે આપણે આપણી દીકરીઓના સન્માનનું રક્ષણ કરી શકતા નથી! તો બેટી બચાવો, બેટી પઢાઓ” (Beti Bachao, Beti Padhao) સૂત્ર શા માટે આપવામાં આવ્યું છે? મેં સાંભળ્યું હતું કે જો કોઈ અપરાધી નેતા ભાજપને (BJP) ફાયદો કરાવે તો તેની સામે કોઈ કેસ દાખલ કરવામાં આવતો નથી, હવે હું પણ તે જોઈ રહી છું!!

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

ડૉ. રોહિણી ઘાવરીએ (Dr. Rohini Ghavari) ભીમ આર્મી ચીફ (Bhim Army Chief) ચંદ્રશેખર (Chandrashekhar) વિરુદ્ધ કરેલા ગંભીર આરોપો છે. ડૉ. રોહિણી યુએનમાં (UNO) ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે ત્યારે તેમના કહેવા મુજબ, એક વાલ્મિકી સમુદાયની (Valmiki Community) દીકરીને ન્યાય મળશે?.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *