યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા થયેલા વ્યવહારોએ (Transaction) એક નવો રેકોર્ડ બનાવ્યો. ધનતેરસ (Dhanteras) પર UPI દ્વારા થયેલા વ્યવહારોનો (Transaction) આંકડો 75.4 અબજને વટાવી ગયો હતો, અને કુલ લેણદેણની રકમ ₹1.02 ટ્રિલિયનના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

લોકો તેમના રોજિંદા કાર્યોમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) નો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે નવા રેકોર્ડ બની રહ્યા છે. નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ગુરુવારે (23 ઓક્ટોબર) જણાવ્યું હતું કે 18 ઓક્ટોબર એટલે કે ધનતેરસના (Dhanteras) દિવસે UPI પ્લેટફોર્મ પર 1.02 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો (Transaction) થયા હતા અને આ સમયગાળા દરમિયાન ટ્રાન્ઝેક્શનની (Transaction) સંખ્યા 75.4 કરોડ હતી, જે અત્યાર સુધીના એક દિવસમાં થયેલા કુલ ટ્રાન્ઝેક્શનનો સૌથી મોટો આંકડો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

UPI ટ્રાન્ઝેક્શન અને લેણદેણની રકમે સર્જ્યો રેકોર્ડ
નાણામંત્રીએ (Finance Minister) જણાવ્યું હતું કે ધનતેરસથી (Dhanteras) દિવાળી (Diwali) સુધીના ત્રણ દિવસમાં UPI પર સરેરાશ ટ્રાન્ઝેક્શનની (Transaction) સંખ્યા 73.69 કરોડ હતી, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં 64.74 કરોડ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે દિવાળી (Diwali) રિટેઈલ દુકાનદારો (Retail Shop) માટે ધમાકેદાર રહી છે અને GST દરોમાં ઘટાડાથી વપરાશમાં વધારો થયો છે, જેના કારણે મધ્યમ વર્ગને (Middle Class) આ તહેવારોની મોસમમાં (Festive Season) તેમના બજેટમાં વધુ ખરીદી કરવાની તક મળી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો
UPI volume jumps 30% between Dhanteras and Diwali.
— WION (@WIONews) October 23, 2025
UPI transaction limit doubles in three years.@SaroyaHem has more. pic.twitter.com/B8yEbYh9Kj
નાણામંત્રીએ (Finance Minister) વધુમાં જણાવ્યું હતું કે લેબ-ગ્રોન હીરાથી (Lab-Grown Dimond) લઈને કેઝ્યુઅલ વસ્ત્રો (Casual Garments) અને ઘર સજાવટના (Home Decor) ઉત્પાદનો સુધી, બજારના માસ (Mass) અને પ્રીમિયમ (Premium) બંને સેગમેન્ટમાં (Segment) વૃદ્ધિ જોવા મળી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તહેવારોની મોસમમાં વેચાણ 5.40 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડને સ્પર્શ્યું
ઉદ્યોગ સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અનુસાર, નવરાત્રીથી (Navratri) દિવાળી (Diwali) સુધીના તહેવારોની મોસમ (Festive Season) દરમિયાન ચીજોનું વેચાણ રેકોર્ડ 5.40 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ સમયગાળા દરમિયાન, ગ્રાહકો દ્વારા લગભગ 65,000 કરોડ રૂપિયાની સેવાઓ પણ ખરીદવામાં આવી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

રિટેઈલ વેચાણનો હિસ્સો 85%
ઉદ્યોગ સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ની સંશોધન શાખા, કેટ રિસર્ચ એન્ડ ટ્રેડ ડેવલપમેન્ટ સોસાયટીના જણાવ્યા અનુસાર, આ ગયા વર્ષે નવરાત્રીથી (Navratri) દિવાળીના (Diwali) સમયગાળા દરમિયાન થયેલા રૂ. 4.25 લાખ કરોડના ફેસ્ટીવ સેલ્સ (Festive Sales) કરતાં 25 ટકા વધુ છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે આમાં રિટેલનો (Retail) હિસ્સો 85% છે, અને ઑફલાઇન બજારમાં (Offline Market) પણ માંગ મજબૂત રહી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કન્ફેક્શનરી (Confectionery), હોમ ડેકોર Home Decor), ફૂટવેર (Foot Wear), રેડીમેડ ગાર્મેન્ટ્સ (Readymade Garments), કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ (Consumer Durables) અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ જેવી મુખ્ય કન્ઝ્યુમર અને રિટેઈલ શ્રેણીઓ પર GST દરમાં ઘટાડો થવાથી પ્રાઈસ કોમ્પિટીશનમાં નોંધપાત્ર સુધારો થયો છે, જેના કારણે ખરીદીમાં વધારો થયો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો
