Europe
Spread the love

યુરોપના (Europe) અનેક મુખ્ય એરપોર્ટ (Airports) પર શનિવારે (20 સપ્ટેમ્બર, 2025) એક સાથે સાયબર હુમલા (Cyber Attack) કરવામાં આવ્યા હતા જેના કારણ ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમ ઠપ્પ થઈ જતા હજારો પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. આ સાયબર હુમલાની (Cyber Attack) અસર ખાસ કરીને લંડનના (London) હીથ્રો (Heathrow), બ્રસેલ્સ (Brussels) અને બર્લિન (Berlin) એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં ફ્લાઈટ વિલંબિત અને રદ થવાને કારણે હજારો મુસાફરો અટવાયા હતા.

યુરોપના (Europe) એરપોર્ટ્સ ઉપર થયેલા આ સાયબર હુમલાથી (Cyber Attack) વિશ્વભરની એરલાઇન્સ (Airlines) અને એરપોર્ટને (Airport) ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમ પૂરી પાડે છે તે કોલિન્સ એરોસ્પેસની (Collins Aerospace) સેવાઓ પ્રભાવિત થઈ હતી. કંપનીએ પુષ્ટિ કરી હતી કે સાયબર હુમલા (Cyber Attack) માટે ટેકનિકલ ખામી જવાબદાર હતી અને તેની ટીમ શક્ય તેટલી વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ કરી રહી છે.

યુરોપના (Europe) કેટલાક એરપોર્ટે પ્રવાસીઓને ચેતવણી અપાઈ

લંડનના (London) હીથ્રો એરપોર્ટે (Heathrow Airport) પ્રવાસીઓને ચેતવણી આપી હતી કે પ્રસ્થાનમાં વિલંબ થવાની સંભાવના છે અને લોકોને નિયમિતપણે તેમની ફ્લાઇટ્સની સ્થિતિ તપાસવા વિનંતી કરી હતી. બ્રસેલ્સ એરપોર્ટ (Brussels Airport) પર ઓટોમેટેડ ચેક-ઇન અને બોર્ડિંગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે સ્ટાફને પ્રવાસીઓને મેન્યુઅલી પ્રક્રિયા કરવાની ફરજ પડી હતી.

એરપોર્ટ (Airport) વહીવટીતંત્રે સ્વીકાર્યું કે આની સીધી અસર ફ્લાઇટના સમય પર પડી અને ઘણી ફ્લાઇટ્સ રદ કરવી પડી. તેવી જ રીતે, બર્લિન એરપોર્ટે (Berlin Airport) તેની વેબસાઇટ પર એક નોટિસ જારી કરીને કહ્યું છે કે ટેકનિકલ સમસ્યાને કારણે, પ્રવાસીઓને ચેક-ઇન દરમિયાન વધુ રાહ જોવી પડી શકે છે, જોકે, સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

યુરોપના (Europe) કેટલાક દેશોને કોઈ અસર નહી

યુરોપના (Europe) કેટલાક અન્ય મુખ્ય એરપોર્ટ્સે રાહતની જાણ કરી હતી. જર્મનીના (Germany) ફ્રેન્કફર્ટ એરપોર્ટ (Frankfurt Airport) અને સ્વિટ્ઝર્લૅન્ડના (Switzerland) ઝ્યુરિચ એરપોર્ટે (Zurich Airport) સામાન્ય રીતે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું અને સ્પષ્ટતા કરી કે હુમલાથી તેમની સેવાઓ પ્રભાવિત થઈ નથી. યુરોપના (Europe) અન્ય દેશ પોલેન્ડના (Poland) નાયબ વડા પ્રધાન અને ડિજિટલ બાબતોના પ્રધાન ક્રઝિઝ્ટોફ ગાવોવસ્કીએ પણ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેમના દેશના એરપોર્ટ પર કોઈ ખતરો નથી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *