Ukraine
Spread the love

રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine war) વચ્ચે, અમેરિકા (America) ભારત દ્વારા રશિયા (Russia) પાસેથી ક્રુડ ઓઈલ (Crude Oil) ખરીદવાનો સખત વિરોધ કરી રહ્યું છે, પેનલ્ટીની ધમકી પણ આપી રહ્યું છે. હવે યુક્રેને (Ukraine)આરોપ લગાવ્યો છે કે રશિયન સેના (Russia Army) દ્વારા ઉપયોગમાં લેવાતા ઈરાની ડ્રોનમાં (Iranian Drone) ભારતમાં બનેલા ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ (Electronic Parts) છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

યુક્રેન (Ukraine) યુદ્ધ વચ્ચે રશિયા (Russia) પાસેથી ક્રુડ ઓઈલ (Crude Oil) ખરીદવા બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ (American President) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ભારતથી અકળાયેલા છે અને ટેરિફ અને પેનલ્ટી ફટકારવાની જાહેરાત કરી છે. ટ્રમ્પ (Trump) સતત ભારતને ધમકી આપી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે ભારત ખુલ્લા બજારમાં નફો કમાવવા માટે રશિયા (Russia) પાસેથી ક્રુડ ઓઈલ (Crude Oil) ખરીદી રહ્યું છે. જોકે ચીન (China) ભારત કરતાં રશિયા (Russia) પાસેથી વધુ ક્રુડ ઓઈલ (Crude Oil) ખરીદી રહ્યું છે, તેમ છતાં ટ્રમ્પ (Trump) તેના પર કોઈ નિવેદન આપવાનું ટાળી રહ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

યુક્રેને (Ukraine) ભારત ઉપર લગાવ્યો આરોપ

આ દરમિયાન યુક્રેને (Ukraine) હવે આરોપ લગાવ્યો છે કે રશિયન સેના (Russian Army) દ્વારા તેની સામેના યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા ઈરાનમાં (Iran) ડિઝાઈન થયેલા ડ્રોનમાં (Drone) ભારતીય બનાવટના ઇલેક્ટ્રોનિક પાર્ટ્સનો (Electronic Parts) ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બાબતથી પરિચિત લોકોએ જણાવ્યું હતું, યુક્રેને (Ukraine) ઔપચારિક રીતે ભારત સરકાર અને યુરોપિયન યુનિયન (EU) સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે, અને દાવો કર્યો છે કે ભારતીય કંપનીઓ દ્વારા ઉત્પાદિત અથવા એસેમ્બલ કરાયેલા ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ (Electronic Parts) ઈરાનમાં (Iran) ડિઝાઈન કરેલા ડ્રોનમાં (Drone) મળી આવ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બે ભારતીય કંપનીઓના નામ આવ્યા સામે

દસ્તાવેજો અનુસાર, ઈરાનમાં (Iran) ડિઝાઈન કરેલા ડ્રોન (Drone) ‘શાહિદ’ના વોલ્ટેજ રેગ્યુલેટર યુનિટમાં (Voltage Regulator Unit) ભારતીય કંપની વિશાય ઈન્ટરટેકનોલોજીના “બ્રિજ રેક્ટિફાયર E300359” નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે ડ્રોનના (Drone) સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમના જામર-પ્રૂફ એન્ટેનામાં ઑરા સેમિકન્ડક્ટર દ્વારા ઉત્પાદિત PLL-આધારિત સિગ્નલ જનરેટર AU5426A ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ટેકનિકલી વિશુદ્ધ રૂપે જોતા બંને કંપનીઓએ કોઈપણ ભારતીય કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ અંગેના એક પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયના (EAM) પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “ભારત દ્વારા બેવડા ઉપયોગની વસ્તુઓની નિકાસ (Export) પરમાણુ અપ્રસાર પરની તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ સાથે સુસંગત છે અને તે તેના મજબૂત સ્થાનિક કાનૂની અને નિયમનકારી માળખા પર આધારિત છે. આવી નિકાસ (Export) આપણા કોઈપણ કાયદાનું ઉલ્લંઘન ન કરે તેની ખાતરી કરવા માટે યોગ્ય તપાસ કરવામાં આવે છે.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *