ગુજરાતના (Gujarat) કેટલાક જિલ્લાઓમાં આગામી 7 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. જોકે, ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી નવીનતમ આગાહી મુજબ, ઘણા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઓછી થવાની સંભાવના છે.
IMD એ આગામી 24 કલાક માટે ગુજરાતના (Gujarat) બે જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યારે સાત જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે, જેમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

નર્મદા અને તાપી માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને છૂટાછવાયા અતિ ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદની સંભાવના સાથે, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત અરવલ્લી, પંચમહાલ, મહિસાગર અને વડોદરા તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતના (Gujarat) કોઈ જીલ્લામાં આવતીકાલે રેડ એલર્ટ નથી
આવતીકાલ 26મી જૂન માટે કોઈ રેડ એલર્ટ નથી, અરવલ્લી, દાહોદ, મહિસાગર અને છોટા ઉદેપુર ઓરેન્જ એલર્ટ હેઠળ છે. સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગર માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

27મી જૂને, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી માટે ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છ માટે યલો વોર્નિંગ જાહેર કરાઈ છે.

28 અને 29 જૂનના રોજ, ગુજરાતના (Gujarat) ફક્ત બે જિલ્લાઓ – બનાસકાંઠા અને પાટણ – ઓરેન્જ એલર્ટ હેઠળ છે, જ્યારે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નવસારી, વલસાડ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

30મી જૂને, દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદ પડી શકે છે, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે. બનાસકાંઠા, ડાંગ, નવસારી, તાપી, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
Observed Very Heavy Rainfall (in cm) over Gujarat Region during past 24 hours till 0830 HRS IST of 25.06.2025#imdweather #Monsoon #Gujaratrains #rainfall #HeavyRainfall #RainAlert #WeatherUpdate #Monsoon2025@moesgoi @airnewsalerts @DDNational @ndmaindia pic.twitter.com/lZVIIdfEcT
— India Meteorological Department (@Indiametdept) June 25, 2025
1 જુલાઈના રોજ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. દરમિયાન, નર્મદા, સુરત, તાપી, અમરેલી અને ભાવનગરમાં યલો વોર્નિંગ આપવામાં આવી છે.
આ 7 દિવસ દરમિયાન, રાજ્યના (Gujarat) બાકીના પ્રદેશોમાં હળવા થી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
