કોંગ્રેસની (Congress) કર્ણાટક સરકાર દ્વારા રાજ્યના રામનગર જિલ્લાનું નામ બદલી નાખવામાં આવ્યું છે. સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને આ માહિતી આપવામાં આવી છે. આ જિલ્લાનું નામ હવે બેંગલુરુ દક્ષિણ રહેશે.
કોંગ્રેસને (Congress) જાણે રામ નામથી વાંધો હોય તેમ કોંગ્રેસની (Congress) કર્ણાટક સરકારે એક મોટો નિર્ણય લેતા રામનગર જિલ્લાનું નામ બદલી નાખ્યું છે. સરકારે આ સંદર્ભમાં એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે આ જિલ્લો રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારનો ગૃહ જિલ્લો છે.

ડીકે શિવકુમાર કોંગ્રેસના (Congress) પ્રદેશ પ્રમુખ પણ છે. ડીકે શિવકુમારે જ જિલ્લાનું નામ બદલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. રામનગર જિલ્લો કર્ણાટકની રાજધાની બેંગલુરુથી માત્ર 50 કિલોમીટરના અંતરે આવેલો હતો. જોકે, હવે તેનું નામ બદલીને બેંગલુરુ દક્ષિણ કરવામાં આવ્યું છે. આ જિલ્લામાં મગડી, કનકપુરા, ચન્નાપટના અને હરોહલ્લી તાલુકાનો પણ સમાવેશ થશે.

સરકારે જાહેરનામું બહાર પાડ્યું
કર્ણાટક સરકારે કેબિનેટના નિર્ણયના એક દિવસ બાદ શુક્રવારે રામનગર જિલ્લાનું નામ બદલી નાખ્યું છે. શુક્રવારે જ, રામનગર જિલ્લાનું નામ બદલીને બેંગલુરુ દક્ષિણ કરવા અંગે જાહેરનામુ જારી કરવામાં આવ્યું હતુ. જારી કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, “કર્ણાટક જમીન મહેસૂલ અધિનિયમ, 1964 ની કલમ 4(4એ) ની જોગવાઈઓ અનુસાર, રામનગરાને જિલ્લા મુખ્યાલય જાહેર કરીને, રામનગર જિલ્લાનું નામ બદલીને કર્ણાટક રાજ્યનો બેંગલુરુ દક્ષિણ જિલ્લો રાખવામાં આવ્યો છે.”

કોંગ્રેસ (Congress) પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કરી હતી દરખાસ્ત
બેંગલુરુ શહેરથી લગભગ 50 કિમી દૂર સ્થિત રામનગર, બેંગલુરુ દક્ષિણ નામના જિલ્લાનું મુખ્ય મથક રહેશે. આ જિલ્લામાં મગડી, કનકપુરા, ચન્નાપટના અને હરોહલ્લી તાલુકાનો સમાવેશ થશે. આ જિલ્લો રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના (Congress) પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારનો ગૃહ જિલ્લો છે. તેઓ જિલ્લાના કનકપુરા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. જિલ્લાનું નામ બદલીને બેંગલુરુ દક્ષિણ કરવાનો પ્રસ્તાવ સૌથી પહેલા તેમણે જ મુક્યો હતો.
#Karnataka Deputy Chief Minister #DKShivakumar on Thursday announced that the #Ramanagara district will now be called #BangaloreSouth. pic.twitter.com/OoZOTATPxj
— News9 (@News9Tweets) May 22, 2025
કર્ણાટકની કોંગ્રેસ (Congress) સરકારે જે રીતે રામનગર જીલ્લાનું નામ બદલ્યું છે તે બાદ કોંગ્રેસને રામ શબ્દ સાથે જ શું વાંધો છે તેવી ચર્ચા રાજકીય ક્ષેત્રે શરુ થઈ ગઈ છે.
[…] છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક ખાલી […]
[…] ગળી જાય છે ત્યારે શું થાય છે? હા, કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લાના એક ગામમાં […]
[…] વિધાનસભા કોંગ્રેસ (Congress) પક્ષના નેતા અને આકલાવના (Ankalav) ધારાસભ્ય […]