64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન (CONGRESS NATIONAL CONVENTION) આજથી બે દિવસ અમદાવાદમાં આ અધિવેશન ચાલશે.
કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન (CONGRESS NATIONAL CONVENTION) 64 વર્ષ બાદ ગુજરાતમાં યોજાઈ રહ્યું છે. અમદાવાદમાં સરદાર સ્મારક, ગાંધી આશ્રમ અને સાબરમતી તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન (CONGRESS NATIONAL CONVENTION) આજથી 8 એપ્રિલ અને 9 એપ્રિલ એમ બે દિવસ સુધી ચાલવાનું છે.

કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનમાં (CONGRESS NATIONAL CONVENTION) ઉપસ્થિત રહેનારા રાષ્ટ્રીય નેતાઓ તથા અન્ય નેતાઓને એરપોર્ટ પર ગુજરાતના જાણીતા દાંડીયા, ગરબા અને રાસની સાથે ગુજરાતી પરંરાગત આવકાર થકી સૌ કોંગ્રેસી આગેવાનો અને ડેલિગેટ્સને આવકારવામાં આવશે.
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 8 એપ્રિલની સવારે અમદાવાદ આવી પહોંચશે. બે દિવસ દરમિયાન યોજાનારા કાર્યક્રમો માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા આવી રહેલા 1800થી વધુ ડેલિગેટ્સના રહેવા માટે હોટલ અને આવવા-જવા માટે વાહનોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
साबरमती के तट पर होनेवाले AICC Session की तैयारी की कुछ झलकियां #NyayPath #AICCSession2025 pic.twitter.com/KwfWUpMp7y
— Gujarat Congress (@INCGujarat) April 7, 2025
64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન (CONGRESS NATIONAL CONVENTION)
અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન (CONGRESS NATIONAL CONVENTION) આજથી 8 એપ્રિલથી અને 9 એપ્રિલના રોજ યોજાઈ રહ્યું છે. આ વર્ષને કોંગ્રેસ મહત્વપૂર્ણ માની રહી છે કારણકે મહાત્મા ગાંધીજી સો વર્ષ પહેલા સ્વાધીનતા સંગ્રામ માટે કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. બીજી મહત્વપૂર્ણ ઘટના એ છે કે લોહપુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતી દેશ આ વર્ષે મનાવી રહ્યો છે. ગુજરાતમાં AICCનું રાષ્ટ્રીય અધિવેશન છેલ્લે વર્ષ 1961 માં ગુજરાતમાં યોજાયું હતું ત્યાર બાદ એટલે કે 64 વર્ષ ફરીથી ગુજરાતમાં મળી રહ્યું છે. રાષ્ટ્રીય અધિવેશનના પ્રથમ દિવસે એટલે કે આજે 8 એપ્રિલના આ અધિવેશન 8 એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક સાથે શરૂ થશે, ત્યારબાદ 9 એપ્રિલના રોજ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકોની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે.
અમદાવાદ ખાતે યોજાનાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (CWC)માં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખો, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, ઉપસ્થિત રહેવાના છે. કોંગ્રેસના 86મા રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના વિશેષ આમંત્રિત સભ્યો પણ ભાગ લેશે.

રાષ્ટ્રીય અધિવેશનના પ્રથમ દિવસે 8મી એપ્રિલે સવારે 11 વાગ્યે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની એક મહત્વપૂર્ણ બેઠક મળશે. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા અને મંથન કરવામાં આવશે. આ દિવસે સાંજે 5 વાગ્યે કોંગ્રેસના તમામ મુખ્ય આગેવાનો અમદાવાદના ઐતિહાસિક ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભામાં ભાગ લેશે. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રીય અધિવેશનના દ્વિતીય દિવસે 9 એપ્રિલે ઐતિહાસિક સાબરમતી તટે કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. કોંગ્રેસના આ રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર દેશમાંથી 3000થી વધુ ડેલીગેટ ઉપસ્થિતિ રહેવાના છે. અધિવેશનના મુખ્ય દિવસ એટલે કે 9 એપ્રિલના રોજ સવારે 9:30 કલાકે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થશે. આ અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના પ્રતિનિધિઓ ભાગ લેશે અને પાર્ટીની ભાવિ રણનીતિ અને કાર્યક્રમો અંગે ચર્ચા કરશે. કોંગ્રેસનું ગુજરાતમાં યોજાનાર આ અધિવેશન દેશને શું આપશે તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ગુજરાતમાં યોજાનારુ કોંગ્રેસનું આ રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસને નવી દિશા આપશે એવી ધારણા રાખવામાં આવી રહી છે.
કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન (CONGRESS NATIONAL CONVENTION) 64 વર્ષ બાદ ગુજરાતમાં યોજાઈ રહ્યું છે ત્યારે અમદાવાદના જાહેર સ્થળોએ કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનના મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ફોટા ધરાવતા પોસ્ટર્સ લાગ્યા છે. કુલ 14 સ્ટેજ પરથી ગુજરાતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સતત યોજાતા રહેશે. એરપોર્ટ થી લઈને વિવિધ હોટલ સુધીના રસ્તે મહેમાનોને ગુજરાતી પરંપરા પદ્ધતિથી આવકારવામાં આવશે. વિવિધ સ્થળે ગુજરાતી ગરબા અને નૃત્યો રજૂ થતા રહેશે.
