બોર્ડેર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાએ સિરીઝ 3-1થી જીતી લીધી છે ત્યારે કોચ ગંભીરે ભારતની હાર બાદ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
સિડની ટેસ્ટમાં ભારતની હાર બાદ કોચ ગૌતમ ગંભીર ની મીડિયા સાથે વાતચીત થઈ હતી જેમા ગંભીરે સીધું કહ્યું કે આ આખી ટીમની હાર છે. આ સિવાય ગંભીરે કોહલી અને રોહિત શર્માના પ્રદર્શન પર પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
રોહિત અને કોહલી અંગે ગૌતમ ગંભીર નું નિવેદન
ટીમ ઈન્ડિયાની હાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરે કહ્યું કે, “મારું કામ મારા કામ અને તમામ ખેલાડીઓ પ્રત્યે પ્રામાણિક રહેવાનું છે, એવું નથી કે હું માત્ર અમુક ખેલાડીઓને જ પ્રાધાન્ય આપું, પરંતુ મારું કામ દરેક ખેલાડીને સમાન દ્રષ્ટિકોણથી જોવાનું છે, પછી ભલે તે ડેબ્યૂ કરી રહ્યો હોય કે તેણે 100 ટેસ્ટ મેચ રમી હોય, તે બધાને સમાન રીતે જોવાનું મારું કામ છે.” આમ કહીને ગંભીરે કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓના પ્રદર્શન પર પોતાનો મત વ્યક્ત કર્યો છે.
ટીમનું હિત મહત્વપુર્ણ
જ્યારે ગૌતમ ગંભીર ને ભારતીય ટેસ્ટ ટીમમાં કોહલી-રોહિતના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું તો તેણે સ્પષ્ટ કહ્યું કે, “બધું તેમની રન બનાવવાની ભૂખ પર નિર્ભર છે.” ટીમના ખેલાડીઓ જાણે છે કે તેમની પાસે શું ખુટે છે. તમામ ખેલાડીઓ પોતાની જાત સાથે પ્રમાણિક છે. આવી ટીમ સાથે કામ કરવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. ખેલાડીઓ જાણે છે કે તેમને જીતની કેટલી ભૂખ છે અને તેનાથી ટીમને કેટલો ફાયદો થશે. તે ટીમના હિતમાં નિર્ણય લેવામાં ખચકાશે નહીં.
રોહિત શર્માના નિર્ણયના કર્યા વખાણ
રોહિતના છેલ્લી ટેસ્ટ મેચ ન રમવા અંગે ગંભીરે એમ પણ કહ્યું કે, “રિપોટીંગ વખતે આનાથી વધુ શાણપણ રાખી શકાય. જ્યારે કેપ્ટન આવો નિર્ણય લે છે, ત્યારે મને નથી લાગતું કે તે ખરાબ છે. મને લાગે છે કે દરેક વ્યક્તિએ તેની કાળજી લેવી જોઈએ. ટીમને પ્રથમ સ્થાન આપવું જોઈએ અને રોહિતે તે જ કર્યું.”
ભારતની હાર અંગે શું કહ્યું?
ભારતની હાર પર ગૌતમ ગંભીર નો અભિપ્રાય હતો કે, “અમે સીરીઝ જીતી શક્યા હોત. અમે પહેલી ટેસ્ટ મેચ જીતી હતી, જો અમે મેલબોર્ન ટેસ્ટના છેલ્લા સેશનમાં જીત્યા હોત તો સીરીઝ 1-1થી બરાબર થઈ ગઈ હોત. સિડનીમાં પણ અમારા માટે જીતવાની તકો હતી. અમે બીજા દાવમાં બેટિંગ કરી ન શક્યા અને અમે ત્યાં હાર્યા હતા, પરંતુ હું અહીં કોઈને જવાબદાર નહીં ગણું. આ એક ટીમ ગેમ છે અને અમે એક ટીમની હાર છે.”
બુમરાહ, સિરાજના કર્યા વખાણ
ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સિરાજ અને બુમરાહના વખાણ કરતા જોવા મળ્યા હતા, તેમણે કહ્યું “બંને બોલરોએ આખી સિરીઝમાં સારી બોલિંગ કરી, મેં આજ સુધી ભારતીય ક્રિકેટમાં આવી બોલિંગ જોઈ નથી. સિરાજે પણ બુમરાહને સમાન રીતે સપોર્ટ કર્યો છે. બુમરાહ વિશે હું શું કહું? તેણે તે બધું કર્યું જે મહાન બોલર કરે છે, અમારા બોલરોએ આ સમગ્ર શ્રેણીમાં શાનદાર બોલિંગ કરી, બુમરાહ માટે આ શ્રેણી યાદગાર રહી છે.”
भारत को सिडनी टेस्ट में मिली हार के बाद कोच गौतम गंभीर ने की मीडिया से बात#INDvAUS | Gautam Gambhir | Lost BGT | Player of the Series | World Test Championship pic.twitter.com/NrN3uUcmEB
— Amrit Vichar (@AmritVichar) January 5, 2025
ગંભીરે કહ્યું હતું કે ખેલાડીઓએ ઘરેલુ ક્રિકેટ રમવું જોઈએ. ગંભીરે આગળ કહ્યું, ‘હું હંમેશા ઈચ્છું છું કે દરેક વ્યક્તિએ લાલ બોલથી ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જોઈએ.’
