Spread the love

જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. એન્કાઉન્ટરના એક દિવસ પહેલા ભારતીય સેનાના જવાનોએ કુપવાડામાં દારૂગોળો અને હથિયારો જપ્ત કર્યા હતા.

જમ્મુ-કાશ્મીરના કુલગામના જિલ્લાના કદ્દર વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા છે.

દક્ષિણ કાશ્મીરના કુલગામ અને શોપિયાં જિલ્લાની સરહદે આવેલા બિહીબાગ-કદ્દરમાં સુરક્ષા દળો દ્વારા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. આ દરમિયાન 4 થી 5 આતંકવાદીઓના જૂથની હાજરીની માહિતી મળી હતી. ત્યાર બાદ અચાનક આતંકવાદીઓ તરફથી ગોળીબાર થતાં સુરક્ષા દળોએ પણ સામે ફાયરિંગ શરુ કરતા બંને તરફથી ગોળીબાર શરુ થઈ ગયો હતો.

જમ્મુ-કાશ્મીર પર આજે અમિત શાહ કરશે સમીક્ષા બેઠક

આ એન્કાઉન્ટર એવા દિવસે થયું છે જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, સેના, અર્ધલશ્કરી દળો, જમ્મુ-કાશ્મીર પ્રશાસન, ગુપ્તચર એજન્સી અને ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓ આ બેઠકમાં ભાગ લઈ શકે છે. આ બેઠકમાં ગૃહમંત્રીને વર્તમાન પરિસ્થિતિ અને સરહદી વિસ્તારોની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવશે.

આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત આતંકવાદી ઘટનાઓ બની છે. 20 ઓક્ટોબરે મધ્ય કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં સાત લોકો માર્યા ગયા હતા. આ ઘટના પહેલા કાશ્મીરમાં કામ કરતા બહારના લોકો પર પણ હુમલા થયા હતા.

વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાં 142 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને આ વર્ષે અત્યાર સુધીમાં આ સંખ્યા માત્ર 45ની આસપાસ છે. 2019માં 50 નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે આ વર્ષના નવેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં આ આંકડો ઘટીને 14 પર આવી ગયો હતો.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

2 thoughts on “Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, 5 આતંકવાદીઓ માર્યા ગયા, 2 જવાન ઘાયલ, ઓપરેશન ચાલુ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *