માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે. માઈક્રોસોફ્ટના સીઈઓ અને દિગ્ગજ ઉદ્યોગપતિ બિલ ગેટ્સે ભારતને એવી પ્રયોગશાળા ગણાવી છે જ્યાં કંઈપણ અજમાવી શકાય છે. અમેરિકન ઉદ્યોગસાહસિક રીડ હોફમેનના પોડકાસ્ટમાં ગેટ્સે કહ્યું કે તમે ભારતમાં કંઈપણ ટ્રાયલ કરી શકો છો.
પોડકાસ્ટમાં બોલતા, બિલ ગેસ્ટએ ભારતના વિકાસ પર લાંબી વાત કરી. તેમણે કહ્યું કે ભારત એક એવો દેશ છે જ્યાં વસ્તુઓ ક્યારેક મુશ્કેલ હોઈ શકે છે. ગેટ્સ તાજેતરમાં ભારતની મુલાકાતે હતા અને તેમણે દેશમાં આરોગ્ય, પોષણ અને શિક્ષણના ક્ષેત્રોમાં થયેલા બદલાવની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે છેલ્લા 20 વર્ષમાં ભારતમાં ઘણું બદલાઈ ગયું છે. વાસ્તવમાં આ દેશ એક પ્રકારની પ્રયોગશાળા છે જ્યાં તમે વસ્તુઓ અજમાવી શકો છો અને જ્યારે તે ભારતમાં સફળ થાય છે, ત્યારે તે વસ્તુઓને અન્ય સ્થળોએ લઈ જઈ શકાય છે.
ગેટ્સે કરી ભારતની પ્રશંસા
બિલ ગેટ્સે કહ્યું કે ભલે તે ગમે તેટલા પડકારોનો સામનો કરી રહ્યો હોય ભારત એક વાઇબ્રન્ટ દેશ છે. તેમણે કહ્યું કે જો તમે ત્યાં જશો, તો તમે જોશો કે તે એક અવ્યવસ્થિત દેશ છે, જ્યાં તમને રસ્તાઓ પર એવા લોકો દેખાશે જેઓ યોગ્ય જીવન જીવવા માટે પૂરતા પૈસા ન કમાતા હોવા છતાં તમે તેમનામાં ઉત્સાહ અને જોશ જોશો.
ગેટ્સ વિધાનો ઉપર નેટીઝન્સના આકરા પ્રહારો
બિલ ગેટ્સનું આ પોડકાસ્ટ રિલીઝ થયા બાદ તેની ઘણી ટીકા થઈ રહી છે. ઘણા ભારતીયોએ બિલ ગેટ્સને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કર્યા હતા. ટીકાકારો કહે છે કે ભારતીય ભૂમિને વૈશ્વિક પ્રયોગો માટેનું સ્થળ તરીકે વર્ણવવું યોગ્ય નથી. જો કે કેટલાક લોકોએ બિલ ગેટ્સની ભારતને ઉત્સાહી દેશ ગણાવવા ઉપર પ્રશંસા પણ કરી હતી, તેમનું કહેવું હતું કે ગેટ્સે ભારતના વિકાસની ગતિની પ્રશંસા કરી છે તેથી તેમના શબ્દો પર નહી તેમના ઈરાદાઓ પર ધ્યાન આપવું જોઈએ. કેટલાક લોકોએ દલીલ કરી હતી કે માઇક્રોસોફ્ટના સ્થાપકે જે દેશ પાસેથી આટલું બધું મેળવ્યું છે તેના વિશે આવા શબ્દોનો ઉપયોગ કરીને ભારતનું અપમાન કર્યું છે. જોકે નેટીઝન્સ બે હિસ્સમાં વિભાજીત જોવા મળ્યા હતા ઘણા લોકો ગેટ્સને ટ્રોલ કરી રહ્યા હતા ત્યારે કેટલાક સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. કેટલાક સલાહ આપતા હતા કે વીડિયોને સંપૂર્ણ રીતે જોવાની જરૂૂર છે.
એક યુઝરે ટ્વિટર પર પોસ્ટ કર્યું, ‘ભારત એક પુસ્તકાલય છે અને અમે બધા ભારતીયો બિલ ગેટ્સ માટે ગિનિ પિગ છીએ. આ વ્યક્તિએ સરકાર, મીડિયા અને વિપક્ષને મેનેજ કર્યા છે. FCRA વિના તેમની કોર્પોરેટ ઓફિસ અહીં ચાલી રહી છે અને આપણી શિક્ષણ પ્રણાલી તેમને હીરો માને છે. અન્ય એક યુઝરે લખ્યું, ગિનિ પિગ, તમે અમને શું કહેવા માગો છો. કોઈએ કહ્યું છેવટે, શું આ કોઈ નવી દવા, નવી રસી અથવા વિકાસ વિશે છે? તમે દેશના એક ખૂણાના લોકોને જોયા અને સમગ્ર ભારતીયો વિશે અભિપ્રાય બનાવ્યો.
હજુ સુધી આ વિવાદ પર માઈક્રોસોફ્ટ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી, ભારત સરકારે પણ પોતાને તેનાથી દૂર રાખ્યા છે. મોટી વાત એ છે કે આ વર્ષે પીએમ મોદીએ બિલ ગેટ્સ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી.