મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે. ભાજપે રાહુલ ગાંધીએ તાજેતરમાં પોતાની જાહેર રેલીમાં જે ‘લાલ પુસ્તક’ સંવિધાન કહીને લહેરાવી હતી તેને લઈને મોટો દાવો કર્યો છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય તાપમાન વધી ગયું છે. દરમિયાન, 6 નવેમ્બરે રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. પોતાના પ્રચાર કાર્યક્રમ અંતર્ગત તેમણે નાગપુરમાં બંધારણ બચાવો સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલન દરમિયાન રાહુલ ગાંધીએ સંમેલનમાં લાલ કિતાબને સંવિધાન તરીકે લહેરાવી હતી. જે લાલ કિતાબ ઉપર ભાજપે મોટો દાવો કર્યો છે.
આ સંમેલન બાદ મહારાષ્ટ્ર ભાજપે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે દાવો કર્યો છે કે નાગપુરમાં બંધારણ બચાવો સંમેલનમાં રાહુલ ગાંધી જે બંધારણની લાલ પુસ્તક લઈને આવ્યા હતા તે સંપૂર્ણ રીતે કોરી હતી, તેમાં કંઈપણ લખ્યું નહોતું.
संविधान सिर्फ बहाना है
— भाजपा महाराष्ट्र (@BJP4Maharashtra) November 6, 2024
लाल पुस्तक को बढ़ाना है
मोहब्बत के नाम पर
सिर्फ नफरत फैलाना है…
काँग्रेसला भारताचे संविधान असेच कोरे करायचे आहे.
डॉक्टर बाबासाहेब आंबेडकरांनी लिहिलेले सर्व कायदे अनुच्छेद वगळून टाकायचे आहेत. म्हणूनच तर राहुल गांधींनी मध्यंतरी आरक्षण रद्द करणार ही… pic.twitter.com/C94Wa3CZee
ભાજપે આ કોરા પુસ્તકને બંધારણ ગણાવવા બદલ ડૉ. બાબા સાહેબ આંબેડકરના બંધારણનું અપમાન ગણાવ્યું છે. ભાજપે કહ્યું છે કે એક તરફ રાહુલ ગાંધી બંધારણ બચાવવાની વાત કરે છે તો બીજી તરફ બંધારણની કોરી ચોપડી લઈને ફરે છે. તેઓ અનામત ખતમ કરવાની વાત કરે છે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધીની નાગપુર મુલાકાતને નક્સલવાદ સાથે જોડી ઝાટકણી કાઢી હતી. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ આનો ઉત્તર આપતા કહ્યું હતું કે રાહુલ ગાંધી દેશને એક કરવા અને બંધારણની રક્ષા કરવાનું કામ કરી રહ્યા છે અને તેનાથી જ ભાજપ પરેશાન છે. અમે દેવેન્દ્ર ફડણવીસના નિવેદનનો વિરોધ કરીએ છીએ.
રાહુલ ગાંધી તેમના નાગપુર પ્રવાસ દરમિયાન દીક્ષાભૂમિ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગૌતમ બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના સત્તાવાર એકાઉન્ટ પર રાહુલ ગાંધીની નાગપુર મુલાકાત સાથે જોડાયેલા કેટલાક ફોતોગ્રાફ શેર કર્યા હતા.
કોંગ્રેસે લખ્યું હતું કે, “વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નાગપુરમાં વિશ્વ પ્રસિદ્ધ બૌદ્ધ સ્તૂપ, દીક્ષાભૂમિ ખાતે ભગવાન બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. ભગવાન બુદ્ધના બતાવેલા માર્ગ પર ચાલીને જ આપણે દેશમાં ન્યાય સ્થાપિત કરીશું.”