અર્જુન એવોર્ડ માટે મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ બે બેડમિન્ટન ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
વર્ષ 2023 માટે ભારતીય રમત પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. રમતના ક્ષેત્રમાં આપવામાં આવતા ભારતના સૌથી મોટા એવોર્ડ ‘ખેલ રત્ન’ માટે બે બેડમિન્ટન ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
આ સાથે વિશ્વ કપ ક્રિકેટ ટુર્નામેનેન્ટમા ઉત્તમ પ્રદર્શન કરનારા બોલર મોહમ્મદ શમીને ‘અર્જુન એવોર્ડ’ માટે પસંદ કરવામાં આવ્યો છે. શમી એ 26 ખેલાડીઓની યાદીમાં સામેલ છે જેમને આ વર્ષના અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ યાદીમાં પેરા તીરંદાજ શીતલ દેવીનું નામ પણ સામેલ છે.
સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ આ વર્ષે સમગ્ર વિશ્વમાં બેડમિન્ટન ક્ષેત્રે ભારતીય તિરંગો લહેરાવ્યો હતો. આ જોડીએ ભારતને હાંગઝોઉમાં રમાયેલી એશિયન ગેમ્સમાં ઐતિહાસિક જીત અપાવી હતી. જ્યારે મોહમ્મદ શમીએ વિશ્વકપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મોહમ્મદ શમી આ વિશ્વકપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.
ખેલ રત્ન પુરસ્કાર: ચિરાગ શેટ્ટી (બેડમિન્ટન) અને સાત્વિકસાઈરાજ રેન્કી રેડ્ડી (બેડમિન્ટન)
અર્જુન એવોર્ડઃ ઓજસ પ્રવીણ દેવતલે (તીરંદાજી), અદિતિ ગોપીચંદ સ્વામી (તીરંદાજી), શ્રીશંકર (એથ્લેટિક્સ), પારુલ ચૌધરી (એથ્લેટિક્સ), મોહમ્મદ હુસામુદ્દીન (બોક્સર), આર વૈશાલી (ચેસ), મોહમ્મદ શમી (ક્રિકેટ), અનુષ અગ્રવાલ (અશ્વેત્રિક) ), દિવ્યકૃતિ સિંઘ (ઇક્વેસ્ટ્રિયન ડ્રેસેજ), દીક્ષા ડાગર (ગોલ્ફ), કૃષ્ણ બહાદુર પાઠક (હોકી), સુશીલા ચાનુ (હોકી), પવન કુમાર (કબડ્ડી), રિતુ નેગી (કબડ્ડી), નસરીન (ખો-ખો), પિંકી (લૉન બોલ્સ), ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર (શૂટિંગ), ઈશા સિંઘ (શૂટિંગ), હરિન્દર પાલ સિંહ (સ્ક્વૉશ), આહિકા મુખર્જી (ટેબલ ટેનિસ), સુનીલ કુમાર (કુસ્તી), અનંત (કુસ્તી), રોશિબિના દેવી (વુશુ), શીતલ દેવી (પેરા તીરંદાજી), અજય કુમાર (બ્લાઇન્ડ ક્રિકેટ), પ્રાચી યાદવ (પેરા કેનોઇંગ).