ગયા વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડીને ફોર્બ્સ ઇન્ડિયા રિચ લિસ્ટમાં ટોચ પર પહોંચેલા ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ગયા વર્ષે અદાણી પાસે $150 બિલિયનની સંચિત સંપત્તિ હતી, તે 2023 માં 54.67 ટકા ઘટીને લગભગ $68 બિલિયન થઈ ગઈ છે. અદાણીની સંપત્તિના ઘટાડા પાછળ જાન્યુઆરીમાં આવેલા અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને કારણે થયો છ. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના કારણે અદાણી જૂથના શેરના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો. જોકે અદાણી જૂથે કોઈપણ આર્થિક ગેરરીતિનો સોઈ ઝાટકીને ઇનકાર કર્યો હતો. હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી જૂથના શેરમાં થયેલો ઘટાડો જોકે આંશિક રૂપે રિકવર થયો હોવા છતાં, તેમના પરિવાર સહિત તેમની કુલ સંપત્તિમાં $82 બિલિયનનો જંગી ઘટાડો થયો હતો, જે ડોલર અને ટકાવારીની દ્રષ્ટિએ સૌથી નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.
જેમની સંપત્તિમાં તીવ્ર ઘટાડો થયો હોય તેવા અન્ય અબજોપતિઓમાં નાયકાના ફાલ્ગુની નાયર (88મા ક્રમે)નો સમાવેશ થાય છે જેમની સંપત્તિમાં 35.05 ટકાનો ઘટાડો થયો છે; પેજ ઈન્ડસ્ટ્રીઝના સુંદર જેનોમલ (85મા ક્રમે) જેમણે તેમની સંપત્તિમાં 24.59 ટકાનો ઘટાડો થયો હતો; રાધાકિશન દામાણી (5મા ક્રમે) અને અમલગમેશન્સ ફેમિલી (રેન્ક 83) ની સંપત્તિમાં અનુક્રમે 16.67 ટકા અને 16.47 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
ટકાવારીની સંપત્તિમાં આ વર્ષે સૌથી વધુ નોંધપાત્ર વધારો $6.4 બિલિયન સંપત્તિ સાથે 32 મા ક્રમે રહેલા ઇન્દર જયસિંઘાનીની સંપત્તિમાં નોંધાયો છે, તેમના પરિવારની કુલ નેટવર્થ લગભગ બમણી થઈ ગઈ છે, તેમની વાયર અને કેબલ્સ કંપની પોલીકેબ ઈન્ડિયાના વિકાસને આભારી છે, જેને વિદ્યુતીકરણના વિસ્તરણથી ફાયદો થયો હતો. ગયા વર્ષે જયસિંઘાનીની સંપત્તિ $3.32 બિલિયન હતી જેમાં 91.04 ટકાનો વધારો થયો છે. દરમિયાન, રમેશ અને રાજીવ જુનેજા (29મા ક્રમે), મે મહિનામાં તેમની કંપની મેનકાઇન્ડ ફાર્માના લિસ્ટિંગ બાદ તેમની સંપત્તિમાં નોંધપાત્ર 64 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.