Spread the love

ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ નરવણેએ એક નકશો શેર કર્યો અને કહ્યું કે આખરે ચીનનો વાસ્તવિક નકશો મળી ગયો છે. તેમણે ચીનનો જે નક્શો શેર કર્યો છે તે ચીનની વિસ્તારવાદી નીતિનો દસ્તાવેજ ગણી શકાય તેવો છે, આ નકશામાં અત્યાર સુધી ચીને કયા કયા દેશોની જમીન હડપી લીધી છે તે દર્શાવ્યું છે. તેમણે આ નકશો એવા સમયે શેર કર્યો છે જ્યારે ચીને જાહેર કરેલા તેના નવા નકશાને લઈને દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. 28 ઓગસ્ટે બેઈજિંગે ચીનનો એક નકશો જાહેર કર્યો હતો, જેમાં તાઈવાન, અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશને ચીનના ભાગ તરીકે દર્શાવ્યા હતા, જેનો ભારતે સખત વિરોધ કર્યો હતો.

હવે ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ નરવણેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચીનના નકશાનો એક ફોટો શેર કર્યો. આ નકશામાં તાઈવાન, હોંગકોંગ, તિબેટ, ગ્રીસ અને અન્ય જેવા ચીનની સરહદે આવેલા દેશોને ચીનના કબજામાં દર્શાવવામાં આવ્યા છે. ભુતપુર્વ આર્મી ચીફે પોતે શેર કરેલા ચીનના નકશામાં અનેક ભાગ જુદા જુદા દેશોના ચીને હડપી લીધેલા છે તે દર્શાવ્યું છે એટલું જ નહી ભુતપુર્વ આર્મી ચીફ શ્રી મનોજ નરેવણે એ પોતાની પોસ્ટમાં જે નકશો શેર કર્યો છે તેમાં વર્તમાન ચીનના કેટલાક ભાગ અસલમાં કયા દેશના છે તે દર્શાવ્યું છે જેમ કે નકશામાં તિબેટનો ભાગ દર્શાવી લખ્યું છે કે ‘ચીને પચાવી પાડેલું તિબેટ, ચીને પચાવી પાડેલું તુર્કસ્તાન, ચીને પચાવી પાડેલું દક્ષિણ મોંગોલીયા, ચીને પચાવી પાડેલું મંચુરીયા, ચીને પચાવી પાડેલું યુનાન વગેરે. આમ ભુતપુર્વ આર્મી ચીફ મનોજ નરવણે એ ચીનને એની જ ભાષામાં જડબાતોડ ઉત્તર આપ્યો છે એમ કહી શકાય. આ નકશા ઉપરથી ચીનની વિસ્તારવાદી નીતિ પણ ઉઘાડી પડી છે.

ચીને જાહેર કરેલા નકશાને લઈને હોબાળો

ચીને જાહેર કરેલા નકશામાં નાઈન ડેશ લાઇન પર પોતાનો દાવો રજૂ કર્યો છે આમ કરીને ચીને દક્ષિણ ચીન સાગરના મોટા ભાગ પર પોતાનો દાવો કર્યો છે. વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા અને બ્રુનેઇ આ ભાગો પોતાના હિસ્સ છે એવો પોતાનો દાવો કર્યો છે. બીજી તરફ ભારતમાં કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોનું કહેવું છે કે ચીને લદ્દાખમાં ભારતની જમીન હડપ કરી લીધી છે અને કેન્દ્ર સરકાર કશુ જ નથી કરી રહી.

લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરે શું કહ્યું

વિઅપક્ષ દ્વારા થઈ રહેલા આરોપો વચ્ચે લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બી.ડી. મિશ્રાએ જણાવ્યું હતું કે ચીને ભારતની એક ઇંચ પણ જમીન પર કબજો જમાવ્યો નથી અને આપણા સશસ્ત્ર દળો કોઈપણ પડકારનો જડબાતોડ ઉત્તર આપવા સક્ષમ અને તૈયાર છે. બી. ડી. મિશ્રાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લદ્દાખની જમીનના મોટા ભાગ પર ચીને કબજો જમાવ્યો છે એવો આવો દાવો કર્યો છે તે અંગે પૂછવામાં આવતા ની આ ટિપ્પણી કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, ‘હું કોઈના નિવેદન પર ટિપ્પણી નહીં કરું, પરંતુ હું કહીશ કે વાસ્તવિકતા શું છે, મેં સ્વયં જોયું છે કે ચીને આપણી એક પણ ઇંચ જમીન પર કબજો કર્યો નથી.’

બી.ડી. મિશ્રાએ કહ્યું, ‘1962ના યુદ્ધમાં જે પણ થયું હતું તે સૌની સામે છે, પરંતુ આજે આપણી જમીનના ઇંચે ઇંચ ઉપર આપણો કબજો છે.’ પત્રકારોના એક પ્રશ્ન પર તેમણે કહ્યું, ‘આપણા સશસ્ત્ર દળો કોઈપણ પરિસ્થિતિ માટે સક્ષમ અને તૈયાર છે અને ભગવાન ના કરે જો પાણી આપણા માથાથી ઉપર જશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.’


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.