આમ આદમી પાર્ટીમાં ઉઠ્યો વિરોધનો વંટોળ: દહેગામમાં યુવરાજસિંહના વિરોધ બાદ, દરિયાપુરના ઉમેદવારનો વિરોધ, વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ તાજ કુરેશીને ટીકીટ આપી, રોહિત પટેલ વિરોધ કરવા નવરંગપુરા આમ આદમી પાર્ટીની ઓફીસે સ્થાનિક સમર્થક મહિલાઓ સાથે પહોંચ્યા હતા
ભીમા કોરેગાંવ કેસ : ગૌતમ નવલખાને સુપ્રીમ કોર્ટે આપી રાહત જેલને બદલે નજરકેદ રાખવા કહ્યું, સુપ્રીમ કોર્ટે નવલખા પર લગાવી અનેક શરતો, જ્યાં નજરકેદ રહેશે ત્યાં લેપટોપ, મોબાઈલ, કોમ્પ્યુટર વગેરે જેવા કોમ્યુનિકેશનના કોઈ સાધનો નહીં મળે
જાપાનના યોકોસુકામાં જેએસ હ્યુગા પર જાપાનીઝ મેરીટાઇમ સેલ્ફડિફેન્સ ફોર્સ દ્વારા આયોજિત ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બહુપક્ષીય નૌકાદળ યુદ્ધભ્યાસ શરૂ થયો, ભારતના આઇએનએસ શિવાલિક અને આઇએનએસ કોમોર્તો શામેલ થશે
ટી20 ક્રિકેટ વિશ્વ કપ: ભારતની કારમી હાર, ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે હાર્યું, 170 રનનો ટાર્ગેટ ઈંગ્લેન્ડે વિના વિકેટે માત્ર 16 ઓવરમાં પૂરો કરી લીધો, ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે 49 બોલમાં 80 આરએન જ્યારે એલેક્સ હેલ્સે 47 બોલમાં 86 રન કરી નોટ આઉટ રહ્યા
ઓલ ઈન્ડિયા બાર એસોસિએશને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીને કડક સલાહ આપતા કહ્યું, “જજ ને જજ ના કરો”, ઓવૈસી પોતે એક વકીલ અને બેરિસ્ટર હોવાને કારણે તથ્યોને ખોટી રીતે રજૂ ન કરવા જોઈએ અને દેશના ન્યાયતંત્રમાં વિશ્વાસ દર્શાવવો જોઈએ
લિસ્ટ જાહેર થયા બાદ ભાજપમાં ભડકો, ભાજપે મહુવા બેઠક પરથી શિવાભાઈ ગોહિલને ટિકિટ આપતા ભાજપ તાલુકા સંગઠન, શહેર સંગઠનના તમામ ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોએ સામૂહિક રાજીનામા ધરી દીધા
ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ અપનાવનારા દલિતોને અનુસૂચિત જાતિનો દરજ્જો આપતી અરજીઓનો કેન્દ્ર સરકારે કર્યો વિરોધ, હાલમાં માત્ર હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મના દલિતોને જ અનુસૂચિત જાતિનો દરજ્જો અને તેના લાભ મળે છે
આમ આદમી પાર્ટીમાં આંતરિક કલહ : પાર્ટીના નેતાઓ દ્વારા થઈ રહેલી અવગણનાને કારણે પાર્ટીના સંગઠન મંત્રી રાજભા ઝાલા છોડી શકે છે પાર્ટી, સોશિયલ મીડિયા પર પાર્ટીના નેતાઓનો આભાર માન્યો